લ્યો હવે બાળકો પણ થશે ઈન્ટરનેટના ગુલામ, ફેસબુક બાળકો માટે સ્પેશ્યલ ઇન્સ્ટાગ્રામ કિડ્સ લાવવાની તૈયારીમાં

સોશ્યલ મીડિયા કંપની ફેસબુકના દુનિયા ભરમાં કરોડો યુઝર છે અને હવે આગળના સમયમાં બાળકો તેના ટાર્ગેટ યુઝરબેસ બની જશે. હવે ફેસબુક તેના ફોટો શેરિંગ ટુલ ઇન્સ્ટાગ્રામનું નવું વર્ઝન 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ડિઝાઇન કરી રહ્યું છે. નવા ઇન્સ્ટાગ્રામ વર્ઝન સાથે facebook નો પ્રયાસ ઇન્ટરનેટ યુઝર્સની નેક્સ્ટ જનરેશન ને સોશિયલ મીડિયા સાથે જોડવાનો છે. ટૂંક સમયમાં જ youtube કિડ્સ જેવી એપ ની જેમ instagram કિડ્સ એપ લોન્ચ થઈ શકે છે.

યુવા યુઝરો પસંદ કરી રહ્યા છે એપ

image soucre

બાળકો માટે તૈયાર કરવામાં આવી રહેલી આ એપની જાહેરાત ગત ગુરુવારે કરવામાં આવી હતી. જો કે હજુ આ એપ લોન્ચ કરવામાં નથી આવી. ઇન્સ્ટાગ્રામ એપ પર યુઝરની ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની હોવી જોઈએ. આ પહેલા બઝફીડ ન્યૂઝના અહેવાલમાં પણ ઇન્સ્ટાગ્રામ કિડ્સ એપનો.ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફેસબુક ફેમિલીની એપ્સમાં શામેલ ઇન્સ્ટાગ્રામ સ્ટાન્ડર્ડ ફેસબુક એપની સરખામણીએ યુવા યુઝર વચ્ચે ઝડપથી લોકપ્રિય થઈ છે.

image soucre

ફેસબુક સ્પોક પર્સન જો ઓસબોર્નએ જણાવ્યું હતું કે, બાળકો તેના માતાપિતાને પૂછતાં હોય છે કે તે પોતાના મિત્રો સાથે સોશ્યલ મીડિયા એપ્સ જોઈન કરી શકે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકો માટે વધારે વિકલ્પ નથી એટલે અમે નવા પ્રોડક્ટ બનાવવા માટે કામ કરી રહ્યા છે. જેમ કે અમે મેસેન્જર કિડ્સ સાથે કામ કર્યું જે એપને બાળકો માટે છે પરંતુ તેને બાળકોના માતાપિતા મેનેજ કરે છે. અમે ઇન્સ્ટાગ્રામ માં પણ પેરેન્ટ કન્ટ્રોલ અનુભવ બાળકોને આપવા માટે કામ કરી રહ્યા છે.

બાળકો માટે ફેસબુકની મેસેજિંગ એપ

image soucre

થોડા દિવસો પહેલા ફેસબુક તેની મેસેન્જર એપનું એક વર્ઝન મેસેન્જર કિડ્સ લઈને આવ્યું હતું. આ એપમાં અમુક પેરેન્ટલ કન્ટ્રોલ આપવામાં આવ્યા છે પરંતુ એક ખામીને કારણે બાળકો એ લોકો સાથે પણ ચેટિંગ કરી શકતા હતા જેઓ માટે પેરેન્ટસએ અનુમતી ન આપી હોય. બાદમાં આ ખામીને ફિક્સ કરી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ બાળકો માટે આ એપ સુરક્ષિત છે કે કેમ તે બાબતે સવાલ ઉભા થઇ ગયા હતા.

image soucre

નિષ્ણાંતના મત અનુસાર ઓછી ઉંમરમાં બાળકોને સોશ્યલ મીડિયાનું એક્સેસ આપવું તેના વિકાસ પર નકારાત્મક અસર કરી શકે છે. ફેસબુક જેવી કંપનીઓ પેરેન્ટ્સના કન્ટ્રોલ સાથે સોશ્યલ મીડિયા બાળકોને આપવાના વિકલ્પ સાથે આવી છે. પરંતુ ખુદ ફેસબુક ceo માર્ક ઝુકરબર્ગ પોતાના બાળકોને સોશ્યલ મીડિયા અને લાઈમલાઈટથી દુર રાખે છે. માર્ક એ એક બ્રિફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, હું નથી ઇચ્છતો કે મારા બાળકો કોઈ ટીવી કે કોમ્પ્યુટર સામે વધુ સમય વિતાવે.