ઇન્સ્ટા લવર્સ માટે આવ્યું નવુ ફિચર, મેસેજ ખોલ્યા બાદ જાતે જ થઈ જશે મિ. ઈન્ડિયા

સોશિયલ મીડિયામાં રોજે રોજ નવા નવા ફિચર્સ આવતા રહે છે. ફેસબુક હોય કે વ્હોટ્સએપ હોય કે પછી ઈન્સ્ટાગ્રામ હોય. કંપની પોતાના યુઝર્સને નવી નવી સુવિધાઓ પ્રદાન કરવા બદલાવ કરતી રહે છે. હવે ઈન્સ્ટાગ્રામે પણ પોતાના યૂઝર્સ માટે એક નવુ ફિચર્સ તૈયાર કર્યું છે. વાસ્તવમાં ઇન્સ્ટાગ્રામમાં પણ વૉટ્સએપના Disappearing Message ફિચર જેવુ જ ફિચર Vanish Mode રિલીઝ કરવામાં આવશે. જે રીતે વૉટ્સએપ પર કોઇપણ મોકલેલો મેસેજ સાત દિવસની અંદર જ ડિલીટ થઇ જાય છે, તે રીતે હવે ઇન્સ્ટાગ્રામ પર પણ આપોઆપ ડિલિટ થઇ જશે. તો ચાલો જાણીએ કે આખરે આ નવા ફિચરમાં એવુ શું છે જે તમને કામ લાગશે.

મેસેજને વાંચવાની સાથે તરત જ ગાયબ થઇ જશે

image source

તમને ઝણાવી દઈએ કે વૉટ્સએપના Disappearing Message ફિચરમાં મોકલવામાં આવેલો મેસેજ સાત દિવસ બાદ આપોઆપ ડિલીટ થઇ જાય છે, વળી ઇન્સ્ટાગ્રામ પરના Vanish Mode ફિચર દ્વારા મેસેજને વાંચવાની સાથે તરત જ ગાયબ થઇ જાય છે. જો તમે આ ફિચરનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે કેટલાક સરળ સ્ટેપ ફોલો કરવાના રહેશે. ત્યાર બાદ તમે તેનો સરળતાથી ઉપયોગ કરી શકો છો.

image source

1. જો તમે Vanish Mode યૂઝ કરવા માંગતા હોય તો સૌથી પહેલા તમારે તમારુ ઇન્સ્ટાગ્રામ અપડેટ કરવુ પડશે.

2. હવે ઇન્સ્ટાગ્રામ પર કોઇપણ ચેટ વિન્ડો ખોલો, આ પછી ચેટના નીચેના ભાગમાં સ્વાઇપ -અપ કરીને થોડીક વાર હૉલ્ડ કરો. આટલુ કર્યા બાદ Vanish Mode ઓન થઇ જશે.

image source

3. હવે તમે જે પણ મેસેજ મોકલશો, તે મેસેજ વંચાઇ ગયા બાદ કે પછી ચેટ બંધ કરતા જ આપોઆપ ગાયબ થઇ જશે.

image source

તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામનુ આ ફિચર મેસેજ મોકલનાર અને મેસેજ રિસીવ કરનારા બન્ને માટે છે. અને હા જો તમારે Vanish Mode ફિચર બંધ કરવું હોય તો તે પણ આસાન છે. તે માટે તમારે Vanish Mode ફિચર બંધ કરવા માટે તમારે ફરીથી સ્વાઇપ અપ કરવુ પડશે અને સાથે જ ચેટ વિન્ડો બંધ કરવાથી પણ Vanish Mode ફિચર ઓફ થઇ જશે. છેને એકદમ સરળ. તો કરો ટ્રાય અને દોસ્તોને પણ શિખવાડો.

4 કલાક સુધી ચલાવી શકાશે લાઇવ વિડીયો

image source

ઇન્સ્ટાગ્રામે પોતાના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે, વિડીયોમાં નવા ફીચર નાંખવામાં આવ્યા છે. ઇન્સ્ટાગ્રામ લાઇવનો વિડીયો હવે 4 કલાક સુધી ચાલી શકે છે. એટલે કે અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામના યૂઝર્સ એક કલાક સુધી લાઇવ વિડીયો બનાવી શકતા હતા, પરંતુ હવે આ ટાઇમ લિમિટને વધારીને 4 કલાક કરી દેવામાં આવી છે. આ એક સારું ફીચર છે જે લાઇવ સેશન કરે છે તેમને સારી ટાઇમ લિમિટ મળી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત