ઈન્સ્ટાગ્રામ પરના વીડિયો, પોસ્ટ કે ફોટો રિકવર કરવાની આ છે ખાસ પ્રોસેસ, કરી લો ટ્રાય

ઇન્સ્ટાગ્રામએ તેના ઓફિશિયલ પેજ દ્વારા જાહેર કર્યું છે કે કંપનીએ વપરાશકર્તાઓના એકાઉન્ટને વધુ સુરક્ષિત કરવા માટે અનેક સુરક્ષા ધોરણો ઉમેર્યા છે. આપણે જાણીએ છીએ કે હેકર્સ કેટલીકવાર એકાઉન્ટને હેક કરીને તેની બધી વિગતો અથવા પોસ્ટ્સ ડિલિટ કરી નાખે છે. અત્યાર સુધી લોકો પાસે સરળતાથી તેમના ફોટા અને વિડિયોને ફરીથી રિકવર કરવાની કોઈ સુવિધા નહોતી. આવી સ્થિતિમાં Recently Deletedથી પરમાનેંટલી કોન્ટેટં ડિલિટ કરતા પહેલા હવે યૂઝર્સને પુછવામાં આવશે કે તે વાસ્તવિક એકાઉન્ટ હોલ્ડર છે કે નહીં.

image source

Instagram Recently Deleted ફીચરને આ રીતે કરો ઉપયોગ કરો

આજકાલ આપણે સૌ સોશ્યલ મીડિયાની મદદથી અન્ય લોકો સુધી આપણી વાતને પહોંચાડી રહ્યા છીએ. આ સમયે ક્યારેક એવું પણ બને છે કે તમે જે એપ પરથી તમારી વાત અન્ય સુધી મોકલો છો તેમાં કોઈ મુશ્કેલી આવે કે પછી તેમાં કોઈ નવું ફીચર આવી જાય તો તમારો ડેટા મિસપ્લેસ થઈ જાય કે ડિલિટ થઈ જાય. તમારી જાણ બહાર જ્યારે તમારો કોઈ ખાસ ડેટા અને તેમાં પણ ફોટો, વીડિયો વગેરે ડિલિટ થાય છે તો શક્ય છે તમને મુશ્કેલી પડે. પરંતુ જ્યારે તમને ખ્યાલ આવે છે કે તમે તેને સરળતાથી ફરી પાછા મેળવી શકો છો તો તમને આનંદ થાય છે. આવું જ કંઈક હાલમાં સોશ્યલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ સાથે થયું છે. આ એપ્લીકેશને એક નવી સુવિધા જાહેર કરી છે. જેને Recently Deleted ફીચર નામથી ઓળખવામાં આવી રહી છે. આ સુવિધા ખાસ કરીને અપલોડ કરાયેલા તમારા ફોટો અને વીડિયો માટે તૈયાર કરવામાં આવી છે.

image source

જાણો કેવી રીતે કામ કરશે આ ખાસ અને નવું ફીચર

ઈન્સ્ટાગ્રામ પર આ નવા ફીચરને તમે સમજી લો તે જરૂરી છે, તેની મદદથી તમે ડિલિટ કરાયેલી પોસ્ટ્સ અને વિડિયોઝને સરળતાથી પરત મેળવી શકો છો. આ સિવાય ભૂલથી તમે પોતે જ કોઈ પોસ્ટ અકે અપલોડ કરેલા વિડિયો ભૂલથી ડિલિટ કરી લો છો તો તમે તેને આ નવા ઈન્સ્ટાગ્રામના ફીચરની મદદથી ફરી રિકવર કરી શકો છો. જો તમે પણ સોશ્યલ મીડિયા પરની તમારી પોસ્ટ અને વીડિયોઝને સેફ રાખવા ઈચ્છો છો તો દરેક યૂઝર્સ આ નવા ફીચરને સમજી લે અને તેનો ઉપયોગ કરે તે જરૂરી છે. પરંતુ આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. તો જાણો શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે જેથી તમારો ડેટા ડિલિટ થાય તો પણ સેફ્ટી સાથે રિકવર કરી શકાય.

image source

તમે અવારનવાર ઈન્સ્ટાગ્રામનો યૂઝ કરો છો અને કોઈ ચીજ ડિલિટ થાય છે તો તમે સૌ પહેલાં તો તમારા ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટને ખોલો અને પછી અહીં સેટિંગ્સના ઓપ્શન પર ક્લિક કરો. તેને ખોલશો તો તમારે એકાઉન્ટનું ઓપ્શન પસંદ કરવાનું રહે છે. અહીં તમે આ નવું ફીચર Recently Deleted એપ જોઈ શકશો અને તેની પર પણ તમારે ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ હવે તમે અહીં તમારા ડિલિટ થયેલા ફોટો કે વીડિયોઝ કે પોસ્ટને પણ જોઈ શકો છો. તમારે જે વસ્તુઓ ડિલિટ નથી કરવી એટલે કે ફરી તમારા ઈન્સ્ટાગ્રામ પર જોઈએ છે તેની પર ટિક માર્ક કરી લો. આ પછી તમને એક રિસ્ટોરનું બટન દેખાશે. આ બટન પર ક્લિક કરો. આમ કરવાથી તમારા જે ફોટો, પોસ્ટ કે વીડિયોઝ ઈન્સ્ટાગ્રામ પરથી ડિલિટ થયા છે તેને તમે ફરીથી સરળ રીતે પરત મળેવી શકો છો. તમારું કામ સરળતાથી થઈ જશે અને કોઈ મુશ્કેલી પણ અનુભવાશે નહીં. અહીં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ફક્ત 30 દિવસની અંદર જ ડિલિટ કરેલી પોસ્ટ , ફોટો કે વીડિયોઝ જ રિકવર કરવામાં આ ફીચર તમારી મદદ કરશે. આ પહેલાંનો ડેટા આ ફીચરથી રિકવર થઈ શકશે નહીં.

કરવાની રહેશે ખાસ પ્રકારની વેરિફેકેશન પ્રોસેસ

image source

તમારી પોસ્ટ્સ અથવા વિડિયોને રિકવર કરવા માટે તમારે તમારું વેરિફિકેશન કરાવવાનું રહે છે. આ સિવાય તમે કોઈ પણ ચીજને રિકવર કરી શકશો નહીં. વેરિફિકેશન માટે તમારે તમારું મેલ આઈડી સબમિટ કરવાનું રહે છે. જેથી તમારો ડેટા હેકર્સથી સુરક્ષિત રાખી શકાય.

એક મહિના બાદ ઇન્સ્ટાગ્રામ તમારો ડેટા કરી દેશે ડિલિટ

image source

તમારી જાણ માટે કહી દઈએ કે તમે ઈન્સ્ટાગ્રામ પર જે પણ ડેટા ડિલિટ કરો છો તે રિસન્ટલી ડિલિટેડ ફોલ્ડરમાં 24 કલાક સુધી જ રહે છે. એટલે કે પછી તે અ્ય જગ્યાએ ટ્રાન્સફર કરી દેવાય છે. આ સમયે યૂઝર્સ 30 દિવસના સમયમાં તેના ડિલિટ ફોલ્ડરમાંથી કોઈ પણ ચીજ પરત મેળવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!