દુનિયાભરમાં સૌથી વધુ પક્ષીઘર આવેલા છે જર્મનીમાં, જાણો બીજા દેશની આવી રોચક માહિતી તમે પણ

જર્મની દેશનું નામ તો તમે સાંભળ્યું જ હશે. હા, એ જ જર્મની જ્યાંનો તાનાશાહ હિટલર હતો અને જેના કારણે બીજું વિશ્વયુદ્ધ થયું હતું. જો કે બીજા વિશ્વયુદ્ધની ખુમારીને કારણે આ દેશ એ સમયે તો સાવ કંગાળ થઇનગયો હતો પણ હાલની સ્થિતિએ આ દેશ ઘણો વિકસિત થયેલો જોવા મળે છે.

image source

ખાસ કરીને એન્જીનીયરીંગ ક્ષેત્રે આ દેશે કાઠું કાઢ્યું છે. વળી, દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોના લિસ્ટમાં પણ આ દેશનો સમાવેશ થાય છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને જર્મની દેશ વિષે થોડી રોચક વાત કરવાના છીએ જે લગભગ તમે પહેલા નહિ જ જાણી હોય.

જર્મની એક એવો દેશ છે જ્યાં કોઈપણ વ્યક્તિ હાઇવે પર પોતાને ગમે તેટલી સ્પીડે ગાડી હંકારી શકે છે. વાહહની ગતિને લઈને અહીંના કાયદામાં સજાની કોઈ જોગવાઈ નથી. પણ જો જો તમારી ગાડીમાં પૂરતું પેટ્રોલ કે ઇંધણ નથી અને તમારી ગાડી રસ્તા વચ્ચે ઇંધણના અભાવે બંધ પડી જાય તો તે ગુન્હો બને છે અને આ ગુન્હા બદલ દંડ અથવા સજા પણ મળી શકે છે.

image source

સામાન્ય રીતે આપણા ભારત દેશ અને અન્ય કેટલાય દેશોમાં એડવાન્સ એટલે કે સમય કરતા પહેલા બર્થડે વિષ કરવાનો ટ્રેન્ડ છે. પરંતુ જર્મનીમાં આવું કરવું એટલે કે જન્મદિવસ પહેલા જન્મદિવસની શુભેચ્છા આપવી એ બેડલક ગણવામાં આવે છે. અહીંના લોકો ફક્ત જન્મદિવસના દિવસે જ જન્મદિવસની શુભેચ્છા આપે છે.

સામાન્ય રીતે જયારે આપણને કોઈનો ફોન આવે કે આપણે કોઈને ફોન કરીએ તો સૌથી પહેલા ” હેલો ” જ બોલીએ છીએ અને પછી જ આગળ વાત કરીએ છીએ. પરંતુ જર્મનીના લોકો ફોન લગાવીને હેલો બોલવાને બદલે પોતાનું નામ લે છે અને પછી આગળ વાત કરે છે.

image source

કદાચ તમને ખબર નહિ હોય કે દુનિયાનું સૌ પ્રથમ મેગેઝીન વર્ષ 1663 ઈસ્વી સનમાં જર્મનીમાં જ લોન્ચ થયું હતું. વળી તમને એ જાણીને તો નવાઈ લાગશે જ કે વિશ્વના સૌથી વધુ પુસ્તકો છાપનાર દેશોના લિસ્ટમાં જર્મની દેશનો પણ સમાવેશ થાય છે અહીં વર્ષે 94000 થી વધુ પુસ્તકો છાપવામાં આવે છે.

દુનિયાભરમાં સૌથી વધુ પક્ષીઘર પણ જર્મનીમાં જ આવેલા છે. ઉપરાંત દુનિયાનું સૌથી ઊંચું ચર્ચ પણ આ જ દેશમાં આવેલું છે. ” ઉલ્મ મિન્સ્ટર ” નામનું આ ચર્ચ એટલું મોટું છે કે તેમાં એક સાથે બે હજાર જેટલા લોકો બેસી શકે છે અને તેની ઊંચાઈ લગભગ 530 ફૂટ જેટલી છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત