Site icon News Gujarat

આ દેશના રણપ્રદેશની રહસ્યમયી આકૃતિઓ ફેલાયેલી છે છેક દૂર સુધી, જોઇ લો અંદરની તસવીરોમાં

વિશ્વના અનેક દેશો એવા છે જેનું નામ તો આપણે ક્યારેક સમાચારોમાં સાંભળ્યું હોય છે પરંતુ તેના વિષે વધુ માહિતી નથી જાણતા. ખાસ કરીને એશિયા ખાંડ સિવાયના દેશો અંગે મોટાભાગના લોકો ઓછું જ્ઞાન ધરાવે છે. અને તેનું એક કારણ એ પણ છે કે આપણું મીડિયા આપણી આસપાસના સ્થાનો અને દેશોના સમાચારો જ આપણા સુધી પહોંચાડે છે.

image source

નિઃશંક કોઈ મહત્વના સમાચારો હોય તો તે પણ આપણને મળે જ છે ભલે પછી તે કોઈપણ અજાણ્યા કે નાનકડા દેશના હોય. પણ એ ત્યારે જ જયારે તે દેશના સમાચારો અગત્યના અને વૈશ્વિક સ્તરના હોય. ત્યારે અમે આજે આવા જ એક દેશ વિષે આપને માહિતી આપવાના છીએ જેના વિષે આપણે બહુ ઓછી માહિતી ધરાવીએ છે.

image source

આ દેશનું નામ છે જોર્ડન. જો કે તેને સત્તાવાર રીતે હૅશમાઈટ કિંગ્ડમ ઓફ જોર્ડન કહેવામાં આવે છે. આ દેશ દક્ષિણ પશ્ચિમ એશિયામાં આવેલી અકાબા ખાડીના દક્ષિણમાં તથા સીરિયાના રણપ્રદેશના દક્ષિણ દિશામાં વસેલો એક અરબ દેશ છે. જોર્ડન અથવા હૅશમાઈટ કિંગ્ડમ ઓફ જોર્ડનની ઉત્તર દિશાએ સીરિયા, ઉત્તર પૂર્વમાં ઇરાક, પશ્ચિમમાં ઇઝરાયલ અને પૂર્વ દક્ષિણમાં સાઉદી અરબ દેશો આવેલા છે. આમ તો આ દેશ 89341 વર્ગ કિલોમીટર ધરાવતો વિશાળ દેશ છે પણ તેનો મોટાભાગનો વિસ્તાર રણપ્રદેશ છે.

image source

જોર્ડનમાં દુનિયાની સાત અજાયબીઓ પૈકીની એક એવી પેટ્રા પણ છે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ શામેલ છે. અસલમાં પેટ્રા એક પ્રસિદ્ધ પુરાતત્વ સ્થળ છે જે લગભગ 300 ઈસા પૂર્વેના સમયમાં નાબાટન સમરજ્યની રાજધાની હતું. જોર્ડન દેશમાં રાજાશાહી વ્યવસ્થા છે અને હાલ કિંગ અબ્દુલ્લાહ દ્રિતીય ત્યાંના રાજા છે.

” જબલ ઉમ્મ એડ દમી ” જોર્ડન દેશનો સૌથી ઊંચો પર્વત છે જેનીં ઊંચાઈ અંદાજે 1854 મીટર સુધીની છે. આ જ રીતે આ દેશીની સૌથી લાંબી નદી ” જોર્ડન નદી ” છે જે 251 કિલોમીટર લંબાઈ ધરાવે છે. જયારે અહીંનું સૌથી મોટું તળાવ ” સી ઓફ ગેલેલી ” છે જે 166 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે.

image source

જોર્ડનમાં ટીવી પર અરબી અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં કાર્યક્રમો પ્રસારિત થાય છે. આ દેશની સૌથી ખાસ વાત એ છે કે અહીંના નાગરિકોને કેબલ ટીવી જોવાની છૂટ છે જે અન્ય અરબ રાષ્ટ્રોમાં પ્રતિબંધિત હોય છે.

image source

જોર્ડન વિશેની અન્ય નોંધવા જેવી બાબત એ પણ છે કે અહીંના રણપ્રદેશમાં રહસ્યમયી આકૃતિઓ બનેલી છે જે સીરિયાથી લઈને જોર્ડન અને સાઉદી અરબ સુધી ફેલાયેલી છે. આ આકૃતિઓને ” અજરક ઓએસિસ વહીલ ” ના નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે આ આકૃતિઓ લગભગ 8500 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. જો કે આ આકૃતિઓ કોને અને શા માટે બનાવી હતી એ આજદિન સુધી રહસ્ય બનેલું છે.

Exit mobile version