ઝિમ્બાબ્વે દેશની છે આટલી બધી વિશેષતાઓ, જે જાણીને તમને પણ લાગશે નવાઇ

ઝિમ્બાબ્વે દેશનું નામ તો તમે સાંભળ્યુ જ હશે. ખાસ કરીને ક્રિકેટ ક્ષેત્રે. પરંતુ ઝિમ્બાબ્વે દેશ ફક્ત ક્રિકેટના કારણે જ પ્રસિદ્ધ છે એવું નથી.

image source

એ સિવાય અનેક બાબતોને લઈને પણ આ દેશ ઓળખાય છે જેના વિશે મોટાભાગના લોકો અજાણ છે. આફ્રિકાનાં દક્ષિણી દ્વીપસમુહના ઝામ્બેઝી અને લિમ્પોપો નદીના વચ્ચે વસેલો આ દેશ ભલે ઝિમ્બાબ્વે નામથી ઓળખાતો હોય પણ પહેલા તે દક્ષિણ રોડેશીયા, રોડેશીયા, રોડેશીયા રિપબ્લિક તથા ઝિમ્બાબ્વે રોડેશીયાના નામથી પણ ઓળખાતો હતો.

આ ઝિમ્બાબ્વે દેશની અન્ય રોચક માહિતીઓ પર નજર નાખીએ તો ઝિમ્બાબ્વે દેશની મહિલાઓમાં લગ્નભંગ એટલે કે છૂટાછેડાનું પ્રમાણ સાવ નહિવત જેવું જોવા મળે છે અને તેનું કારણ એ છે કે અહીંની મહિલાઓ છૂટાછેડાને એક કલંકની રીતે જુએ છે.

image source

ઝિમ્બાબ્વેમાં જેઓનું પેટ બહાર નીકળેલું હોય એટલે કે જે લોકો ખાધોળકા અને જાડિયા બની ગયા હોય તેવા લોકોને ખાધે પીધે સુખી અને ધનિક લોકો માનવામાં આવે છે.

ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેની સરહદ પર સ્થિત કરીબા નામનું તળાવ વિશ્વનું સૌથી મોટું માનવનિર્મિત જળાશય છે. અને તેની વિશાળતા એટલી બધી છે કે તેની લંબાઈ 223 કિલોમીટર તથા પહોળાઈ 40 કિલોમીટર સુધીની છે. તેમજ તેની સરેરાશ ઉંડાઇ 95 ફૂટ તથા મહત્તમ ઉંડાઇ 318 ફૂટ સુધીની છે. વળી, આ જળાશય પર ત્રણ નાના નાના ટાપુઓ પણ આવેલા છે.

image source

ઝિમ્બાબ્વે એકમાત્ર એવો દેશ છે જ્યાંની અનેક સત્તાવાર ભાષાઓ છે અને તેની સંખ્યા 16 જેટલી છે. આ ભાષાઓમાં અંગ્રેજી, નાંબીયા, કલંગા, શાંગાની, શોના, ચેવા, સોથો, ટોન્ગા, જોસા અને સાઈન ભાષાનો સમાવેશ થાય છે. જો કે અહીં સૌથી વધુ બોલાતી ભાષા શોના છે જેનો ઉપયોગ અહીંની 70 ટકા વસ્તી કરે છે.

image source

ઝિમ્બાબ્વેનાં પૂર્વ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતાઓ પૈકી એક ગણાય છે. તેઓ વર્ષ 1980 માં ઝિમ્બાબ્વેના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતા અને 1987 સુધી એ પદ પર રહ્યા. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ બન્યા અને 2017 સુધી એ પદ પર રહ્યા હતા.

image source

સામાન્ય રીતે કોઈપણ દેશનું પોતાનું સત્તાવાર ચલણ હોય છે જેમ કે ભારતનું ચલણ રૂપિયો છે પરંતુ ઝિમ્બાબ્વે દેશનું હાલ કોઈ સત્તાવાર ચલણ નથી અને અહીં અમેરિકન ડોલરનો જ ચલણ તરીકે ઉપયોગ થાય છે. જો કે પહેલા ઝિમ્બાબ્વેનું પોતાનું ચલણ હતું જે ઝિમ્બાબ્વે ડોલર તરીકે ઓળખાતું પરંતુ વર્ષ 2009 માં આ ચલણને રદ્દ કરી દેવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત