શું તમે જાણો છો વેસ્ટઇંડીઝ અસલમાં દેશ નથી, જાણો વેસ્ટઇંડીઝ વિષે આશ્ચર્યજનક વાતો

જો તમે ક્રિકેટ પ્રેમી હશો તો તમે IPL માં ધૂંવાધાર બેટિંગ કરનાર ક્રિસ ગેલને તો ઓળખતા જ હશો.

image source

મૂળ વેસ્ટઇંડીઝ ક્રિકેટ ટીમના ખેલાડી ક્રિસ ગેલની હાઈટ અને ટાઈમિંગ એટલું પરફેક્ટ હોય છે કે તેના માટે સિક્સર ફટકારવી એ અઘરું કામ નથી. સરેરાશ મુજબ જોવા જઈએ તો વેસ્ટઇંડીઝ ટીમના મોટાભાગના ખેલાડીઓએ ક્રિકેટ ક્ષેત્રે સારી એવી નામના મેળવી છે. જેમાં અત્યારના ક્રિસ ગેલ સિવાય બ્રાયન લારા, કર્ટની વોલ્શ, માઈકલ હોલ્ડિંગ જેવા અનેક ખેલાડીઓનો સમાવેશ થાય છે.

પરંતુ શું તમે એ જાણો છો કે વેસ્ટઇંડીઝ અસલમાં દેશ નથી પરંતુ એ ક્રિકેટ રમતા અનેક દેશોનો એક સમૂહ છે જેને કેરરિબિયન કન્ટ્રી એટલે કે કેરેબિયન દેશ કહેવામાં આવે છે. અને આ કેરેબિયન ટાપુમાં કુલ 28 દેશો અને પ્રાંતો આવેલી છે જેમાંથી 15 દેશો અને પ્રાંતોમાંથી ખેલાડીઓ પસંદ થાય છે જે વેસ્ટઇંડીઝ ક્રિકેટ ટીમ વતી રમે છે.

image source

કેરેબિયાઈ વિસ્તાર મહાસાગરમાં સ્થિત એક દ્વીપસમૂહ છે અને આ દ્વીપ સમૂહની લંબાઈ 4020 કિલોમીટર જયારે પહોળાઈ 257 કિલોમીટર છે અને તેમાં 7000 થી પણ વધુ ટાપુઓ આવેલા છે. આપણે ઉપર પહેલા ઉલ્લેખ કર્યો તે ધૂંવાધાર ખેલાડી ક્રિસ ગેલ અહીંના જમૈકા ટાપુનો જ રહેવાસી છે. અને આ જ રીતે વેસ્ટઇંડીઝ ક્રિકેટ ટીમના સદસ્યો અલગ અલગ પ્રાંત અને દેશથી જોડાયેલા છે.

હવે સવાલ એ પણ થાય કે આ દ્વીપસમૂહનું નામ કેરેબિયન કઈ રેતી પડ્યું ? તો તેના પાછળનું કારણ એવું છે એક અહીં ” કૈરીબ ” પ્રજાતિના લોકો રહે છે અને તેના નામ પરથી જ આ દ્વીપસમૂહનું નામ કેરેબિયન પડ્યું.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે આ કેરેબિયન દ્વીપસમૂહ જે દેશો મળીને બનેલો છે તે દેશોમાં એક દેશ ક્યુબા પણ છે. અને તે આ દ્વીપસમૂહનો સૌથી મોટો દેશ છે જયારે સેન્ટ કીટ્સ એન્ડ નેવિસ દેશ આ દ્વીપસમૂહનો સૌથી નાનો દેશ છે. ક્યુબા દેશ 42000 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે જયારે સેન્ટ કીટ્સ એન્ડ નેવિસ દેશ માત્ર 261 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે.

image source

અને ફરી ક્રિકેટની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ પહેલા બન્ને ટીમના ખેલાડીઓ વારાફરતી પોતપોતાના રાષ્ટ્રીય ગીત ગાય છે. પરંતુ વેસ્ટઇંડીઝ એક દેશ નથી એટલે તેનું કોઈ રાષ્ટ્રીય ગીત પણ નથી. અને વેસ્ટઇંડીઝના ખેલાડીઓ ક્રિકેટ એન્થેમ ગાય છે. અને તેઓનો ધ્વજ પણ એક ક્રિકેટ પ્રતીકો ધરાવતો ધ્વજ છે.