Site icon News Gujarat

જાણીતા શો into the wild with bear gryllsમાં દેખાશે વિક્કી કૌશલ, સાથે આ એકટર પણ હશે

દુનિયાના મોસ્ટ પોપ્યુલર સર્વાઇવલ શો into the wild with bear gryllsમાં જલ્દી જ બોલિવુડના બે એક્શન હીરો એમની બહાદુરીનો પરિચય આપવામાં છે. અત્યાર સુધી શોમાં અજય દેવગનના હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી અને હવે શોમાં સામેલ બીજા એક્ટરનું નામ પણ સામે આવી ચૂક્યું છે. આ એક્ટર બીજું કોઈ નહિ પણ વિક્કી કૌશલ છે. પડદા પર ઘણીવાર એમના એક્શન અને બહાદુરી બતાવી ચૂકેલા વિક્કી કૌશલ હવે રિયલ લાઈફમાં આ રોમાંચક સફરનો ભાગ બનવા જઈ રહ્યા છે.

image soucre

ડિસ્કવરી ચેનલે વિક્કી કૌશલનો ફોટો શેર કરી આ ખબર કનફર્મ કરી છે. એમને લખ્યું છે કે બોલિવુડના ફેવરિટ એક્શન મેન વિક્કી કૌશલ અજાણી લહેરોમાં પગ મુકવા તૈયાર છે. તો ખુદ બિયર ગ્રીલસે ઇન્સ્ટા સ્ટોરીમાં વિક્કી અને અજયની સાથે શૂટિંગ ખતમ કરવાની જાણકારી આપી છે. એમને વિડીયો શેર કરી કહ્યું કે into the wildના બીજા બે એપિસોડ વિક્કી અને અજય સાથે પુરા થયા. એ સુરક્ષિત હતું, ઇન્ડિયન એક્શન પૂરું થયું…હવે ઘર તરફ રવાના.

ચર્ચા હતી કે આ શોનું શૂટિંગ માલદીવમાં થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા અજયનો એક ફોટો સોશિયલ.મીડિયા પર વાયરલ થયો હતો જેમાં જણાવવા આવી રહ્યું હતું કે એ માલદીવમાં આ શોનું શૂટિંગ કરવાના છે. તો અજયના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ એ વાત સ્પષ્ટ કરી કે એ માલદીવમાં into the wildનું શૂટિંગ કરી રહ્યા હતા.

આ શોમાં વિક્કી અને અજય પહેલા અક્ષય કુમાર અને રજનીકાંત પણ દેખાઈ ચુક્યા છે. બન્નેએ બિયર ગ્રીલ્સ સાથે ખૂબ જ રસપ્રદ સફર કર્યો હતો. અક્ષય કુમાર અને રજનીકાંત સિવાય શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેખાઈ ચુક્યા છે. PM મોદી Man vs Wildના સ્પેશિયલ એપિસોડમાં દેખાયા હતા. એમને બેયર સાથે ઉત્તરાખંડના જિમ કોરબેટ રાષ્ટ્રીય ઉદ્યાનના જંગલોમાં ખતરાનો સામનો કર્યો હતો.

બેયર ગ્રીલ્સના શો સિવાય વિક્કી કૌશલ પાસે હાલ ઘણી ફિલ્મો છે.હાલ એ સરદાર ઉદ્ધમ સિંહની બાયોપિકમાં દેખાવાના છે જેમાં એ ટાઇટલ રોલ પ્લે કરશે. ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. 16 ઓક્ટોબરના રોજ ફિલ્મ ડિજિટલી રીલીઝ થશે. જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તો સરદાર ઉદ્ધમ સિંહ સિવાય એ સૈમ બહાદુર નામની ફિલ્મમાં પણ દેખાવાના છે જેમાં પણ એમનું પાત્ર ઘણું અલગ હશે. છેલ્લીવાર વિક્કી ભૂત ફિલ્મમાં દેખાયા હતા જેને બોક્સઓફિસ પર એવરેજ પરફોર્મન્સ કર્યું હતું.

image soucre

વિક્કી કૌશલ એમની ફિલ્મો અને જનદાર એક્ટિંગથી તો ચર્ચામ રહે જ છે પણ હાલના દિવસોમાં એ કેટરીના કેફ સાથે એમના સંબંધને લઈને પણ ચર્ચામાં છે જો કે આ અફવાઓ પર ન તો વિક્કી કૌશલે કઈ કહ્યું છે ન તો કેટરીના કેફે.

Exit mobile version