આ ખેલાડીઓની બોલી હાજા ગવડાવી નાખશે, આઈપીએલમાં એટલા કમાશે કે કિંમતનો કોઈ પાર નહીં રહે, જાણો આંકડો

PL 2022 નું મેગા ઓકશન કઈ તારીખે થશે તે ફાઇનલ થઇ ચૂક્યું છે. આગામી 7 અને 8 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોરમાં ખેલાડીઓની નીલામી થશે. આપેલા ખેલાડીઓના રીટેન થવાનું લિસ્ટ પણ સામે આવ્યું હતું. આ ખેલાડીઓમાં કલકત્તાના વેંકટેશ ઐયર અને સનરાઈઝ હૈદરાબાદ ના ઉમરાન મલિકની સેલરી 37 ગણી વધી ગઈ છે.

image soucre

ચેન્નઈના ઋતુરાજ ગાયકવાડને 2022 ની સિઝનમાં 6 કરોડ રૂપિયા મળશે ત્યારે 2021ની સિઝનમાં આ ખેલાડીની સેલેરી માત્ર 20 લાખ હતી. આગામી ફેબ્રુઆરીમાં જે નિલામી થવાની છે તેમાં ઘણા ખેલાડીઓ માલામાલ થઈ શકે છે.

image socure

લખનઉએ રાહુલને તેની ટીમ જોઈન કરવા માટે ૨૦ કરોડ રૂપિયાની ઓફર કરી છે. વર્ષ 2018માં પંજાબ કિંગ્સે કે.એલ.રાહુલ ને 11 કરોડમાં ખરીદી પોતાની સાથે લીધો હતો. તેવામાં જો રાહુલ લખનઉની ટીમ સાથે જોડાય છે તો તે આઇપીએલના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી બની જશે. જોકે ટીમ સાથે ન જોડાય તો પણ શક્યતા છે કે નીલામી માના ખેલાડીની ઉંચી બોલી બોલવામાં આવશે.

કે એલ રાહુલ એ આઈપીએલની ગત સિઝનમાં ધૂંઆધાર બેટિંગ કરી હતી જેનો ફાયદો તેને આ સિઝનમાં જરૂરથી મળશે આ ઉપરાંત રાહુલે 27 મેચમાં ટીમનું કેપ્ટન પદ સંભાળ્યું હતું તેવામાં દરેક ફ્રેન્ચાઇઝી આ વખતે રાહુલને પોતાની ટીમમાં લેવાઈ ઈચ્છશે.

rashid khan and mohammed nabi s ipl participation in focus as taliban takes over afghanistan | અફઘાનિસ્તાન ટી૨૦ વર્લ્ડ કપમાં, રાશિદ-નબી આઇપીએલમાં રમશે
image soucre

સનરાઈઝ હૈદરાબાદ ટીમે રાશિદ ખાનને રિલીઝ કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. તેવામાં રાશિદ ને પણ નીલામી માં સારા પૈસા મળી શકે છે. છેલ્લા ઘણા વર્ષોથી વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં રમતા ચહલને પણ આ વખતે સારી બોલી મળે તેવી સંભાવના છે. ઉપરોક્ત બંને ખેલાડી ઉપર 10 કરોડથી વધારેની બોલી બોલે તેવી શક્યતા છે.

image soucre

IPL 2022 માં જોડાનાર નવી ટીમ અમદાવાદ શ્રેયસ ઐયર, ડેવિડ વોર્નર, હાર્દિક પંડ્યા ને પોતાની સાથે લઈ શકે છે. જાણવા એમ પણ મળ્યું છે કે અમદાવાદ ફ્રેન્ચાઇઝી ઐયરની ટીમનો કેપ્ટન બનાવવા પર વિચાર કરી રહી છે. આ પહેલા ઐયર દિલ્હી કેપિટલ્સ ના કેપ્ટન રહી ચૂક્યા છે. તે દરમ્યાન એમણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું જેના કારણે અમદાવાદ ફ્રેન્ચાઇઝી તેને કેપ્ટન બનાવવા વિચારે છે.

image soucre

હાર્દિક પંડ્યા હાલ ટીમ ઇન્ડિયાથી બહાર છે. પરંતુ તેનો અનુભવ અમદાવાદની નવી ફ્રેન્ચાઈઝીને કામ આવી શકે છે. જો આ ખેલાડી અમદાવાદની ટીમમાં ન પણ જાય તો પણ પૂરેપૂરી શક્યતા છે કે નીલામીમાં તેની બોલી 10 કરોડ થી ઉપરની હશે.