મુંબઇ ઇન્ડિયન્સ ટીમ માટે IPL-2020 શરૂ થાય એ પહેલાં જ આવી મોટી મુસીબત, સમાધાન કરવા માટે પ્રયત્નો શરૂ!

ઘણી બધી અટકળો પછી આઈપીએલ 2020નું શેડ્યુલ જાહેર થયું હતું અને ક્રિકેટ રસિયાઓ માટે ખુશીના સમાચાર મળ્યા હતા. ફેન્સ જ્યારના રાહ જોઈને બેઠા હતા એ IPL 2020 ક્રિકેટ ટુર્નામેન્ટ આજે શનિવારથી શરૂ થવા જઈ રહી છે. આ IPL દરમિયાન ગત વર્ષની વિજેતા ટીમને પોતાનો ખિતાબ બચાવવા ઉપરાંત ઓપનરની પસંદગી પણ માથાનો દુખાવો સાબિત થશે. તેના માટે મુંબઈ ઈન્ડિયન્સે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. મુંબઈ ટીમે IPLની હરાજી દરમિયાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્રિસ લિનને ટીમમાં સામેલ કર્યો છે.

image source

આવ બધાની વચ્ચે હવે મોટો પ્રશ્ન એ છે કે, આવી સ્થિતિમાં લિનને ઓપનર તરીકે મુંબઈ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે છે કે નહીં. જો કે આ પ્રશ્નનો જવાબ તો આગામી આઈપીએલમાં જ મળશે અને ત્યારે જ જોવાનું રહેશે કે આખરે કોને સ્થાન આપવામાં આવે છે. આ IPLની શરૂઆતની મેચ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાની છે. આઈપીએલ 12 દરમિયાન બંનેએ મુંબઈને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું એના પરથી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે કેપ્ટન રોહિત શર્મા અને દક્ષિણ આફ્રિકાનો મહાન ઓપનર બેટ્સમેન ક્વિટન ડી કોકની જોડી શરૂઆતની મેચમાં જોવા મળશે.

image source

આ વખતે ઓસ્ટ્રેલિયાના ક્રિસ લિન પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ છે અને જેને આઈપીએલની ફ્રેન્ચાઇઝી મુંબઇએ બે કરોડમાં ખરીદ્યો છે. તેને ટીમના 11 ખેલાડીઓમાં સ્થાન મેળવવું મુશ્કેલ થઈ રહ્યું છે. પરંતુ T-20 ક્રિકેટમાં ક્રિસ લિન તેની આક્રમક રમત માટે વિશ્વ વિખ્યાત છે. જો કે એક તરફ ખુદ કેપ્ટન રોહિત શર્માએ સંકેત આપી દીધા છે કે તે આ સિઝનમાં ઓપનિંગ કરશે. હવે જોવાનું એ રહેશે કે તેની સાથે કોણ ઓપનિંગ કરશે ક્રિસ લિન કે પછી ક્વિટન ડી કોક. જોકે ક્રિસ લિન વેસ્ટ ઇન્ડીઝમાં સીપીએલ રમ્યા બાદ યુએઈમાં મુંબઈ ટીમ સાથે જોડાઈ ગયો છે. ત્યારે કોને મોકો મળે છે અને કોને નહીં તે મેચ શરુ થયા બાદ જ જોવાનું રહ્યું.

કરોડો ક્રિકેટપ્રેમીઓની આતુરતાનો અંત

image source

વિશ્વભરના કરોડો ક્રિકેટપ્રેમીઓ જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી ચૂકી છે અને શનિવારથી આઇપીએલ ટી-20 ક્રિકેટ લીગની 13મી સિઝનનો ધમાકેદાર પ્રારંભ થશે. કેટલાક મહિના પહેલાં કોરોના વાઇરસની મહામારીના કારણે આઇપીએલના આયોજન ઉપર સંકટ તોળાયું હતું પરંતુ વિશ્વની સૌથી મોટી ટી20 લીગની પૂર્વતૈયારીઓનો પણ અંત આવી ગયો છે. આ લીગમાં વિશ્વભરમાં એક એકથી ચઢિયાતા પ્લેયર્સ રમી રહ્યા છે અને 22 મીટરની પિચ તથા 70 મીટરના ગ્રાઉન્ડમાં બેટ અને બોલ વચ્ચે જોરદાર મહાસંગ્રામ થશે. આઇપીએલની બે શક્તિશાળી બે ટીમો મુંબઇ ઇન્ડિયન્સ તથા ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ઓપનિંગ મુકાબલો રમાશે જેની શરૂઆત 7:30 કલાકથી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત