ઇરફાન ખાનના ફેન્સ હોવ તો એક વાર જરૂર વાંચી લો આ ડાયલોગ્સ, જે તમને હંમેશા અપાવશે ઇરફાનની યાદ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા એવા ઈરફાન ખાનનું ૨૯ એપ્રિલ, ૨૦૨૦ના રોજ એટલે કે આજ રોજ ઈરફાન ખાનનું મૃત્યુ થઈ ગયું છે. ઈરફાન ખાન હાલમાં ૫૪ વર્ષની ઉમર ધરાવતા હતા. તેમજ તેઓ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને મંગળવારના રોજ ઈરફાન ખાનનું સ્વાસ્થ્ય એકાએક ખરાબ થઈ ગઈ. ત્યાર પછી ઈરફાન ખાનને મુંબઈની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

image source

ઈરફાન ખાનએ પોતાની ફિલ્મોના માધ્યમથી દર્શકોને ઘણા હસાવ્યા છે તો કેટલીક વાર રડાવી પણ દીધા છે. ઈરફાન ખાનએ પોતાના પાત્રો દ્વારા તેમણે દર્શકોની ભાવનાઓના ઊંડા સાગરમાં ડૂબકીઓ લગાવી છે. ઈરફાન ખાનની આંખો જેટલું બોલતી હતી, તેમની વાસ્તવિક ડાયલોગ ડીલીવરી પણ એટલી જ કમાલની હતી. આજે અમે આપને ઈરફાન ખાનની કેટલીક ફિલ્મોના પ્રસિદ્ધ ડાયલોગ્સની મદદથી ઈરફાન ખાનના શાનદાર અભિનયની યાદ અપાવીશું.

ફિલ્મ ‘પાન સિંહ તોમર’નો પ્રસિદ્ધ ડાયલોગ હતો.: “બીહડ મેં બાગી હોતે હૈ, ડકૈત મિલતે હૈ પાલીર્યામેન્ટ મેં.”

image source

ફિલ્મ “લાઈફ ઈન મેટ્રો”નો એક ડાયલોગ હતો.: “યે શહેર હમે જિતના દેતા હૈ ઉસસે કહી જ્યાદા લે લેતા હૈ.”

ફિલ્મ ‘સાહિબ બીવી ઔર ગૈંગસ્ટર” નો ડાયલોગ હતો.: “હમારી તો ગાલી પર ભી તાલી પડતી હૈ ઔર હમે આજ ભી રાજા ભૈયા બુલાયા જાતા હૈ.”

ફિલ્મ ‘જજ્બા” નો એક ડાયલોગ હતો.: “શરાફત કી દુનિયા કા કિસ્સા હી ખતમ, અબ જૈસી દુનિયા વૈસે હમ.”

image source

ફિલ્મ કસુર’નો એક ડાયલોગ હતો.: “આદમી જિતના બડા હોતા હૈ, ઉસકે છુપને કી જગહ ઉતની હી કમ હોતી હૈ.”

ફિલ્મ “પીકુ” નો એક ડાયલોગ હતો.: “ડેથ ઔર શીટ કિસી કો, કહી ભી, કભી ભી આ સકતી હૈ.”

ફિલ્મ “મદારી”નો એક ડાયલોગ હતો.: “તુમ મેરી દુનિયા છીનોગે, મેં તુમ્હારી દુનિયા મેં ઘૂસ જાઉંગા.”

ફિલ્મ “કરીબ કરીબ સિંગલ”નો એક ડાયલોગ હતો.: “કુલ તીન બાર ઈશ્ક કિયા, ઔર તીનો બાર એસા ઈશ્ક મતલબ જાનલેવા ઈશ્ક કિયા.”

image source

બોલીવુડને ઈરફાન ખાનના નિધનના કારણે ઘણો મોટો ધક્કો લાગ્યો છે અને બધા જ સેલેબ્સ ઈરફાન ખાનની મૃત્યુ પર અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. સીધી રીતે ઈરફાન ખાનના જવાથી બોલીવુડ અને દેશમાં એક ખાલીપણું આવી ગયું છે. ભારતીય સિનેમાના શાનદાર કલાકાર અને એક સારી વ્યક્તિ તરીકે ઈરફાન ખાનને હંમેશા યાદ કરવામાં આવશે.