ઈરફાન ખાને અંતિમ શ્વાસ લીધા તે પહેલા કહેલી આ વાત હચમચાવી દેશે તમને પણ

29 એપ્રિલે સવારે બોલિવૂડ જ નહીં વિશ્વભરના ફિલ્મજગત માટે આંચકા સમાન સમાચાર સામે આવ્યા હતા કે ઈરફાન ખાનનું નિધન થયું છે.

image source

ઈરફાન ખાનના ચાહકો માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં છે જેમના માટે આ સમાચાર અત્યંત દુખદાયી હતા. તેમના નિધન પર રાજનેતાઓથી લઈ બોલિવૂડના અને હોલિવૂડના દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો હતો.

હોલિવૂડ અભિનેત્રી એંજેલિયાના જોલી જે એ માઈટી હાર્ટ ફિલ્મમાં ઈરફાનની સહ કલાકાર હતી તેણે ઈરફાનના નિધન પર દુખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઈરફાન સાથે કામ કરવું મોટી ઉપલબ્ધી હતી. તે નેકદિલ વ્યક્ત હતા અને તેમની સ્માઈલને તે હંમેશા યાદ કરતી રહેશે.

image source

ઈરફાન ખાનને કેન્સર હતું. કોલોન ઈન્ફેકશનના કારણે ઈરફાન ખાનને 28 એપ્રિલે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે 29 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા. ઈરફાનના નિધનના 4 દિવસ પહેલા જ તેમની માતાનું અવસાન થયું હતું. તેમનું અવસાન જયપુરમાં થયું હતું જો કે લોકડાઉનના કારણે ઈરફાન મુંબઈથી તેની માતાના અંતિમ દર્શન માટે જઈ શક્યા ન હતા. તેવામાં ઈરફાનને પણ આ વાતનો અફસોસ હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ અંગે જાણવા મળે છે કે ઈરફાન તેના અંતિમ સમયમાં તેની માતાને યાદ કરી રહ્યા હતા. તેમને અંતિમ સમયે તેની માતાનો આભાસ થયો હોય તેમ તે બોલ્યા હતા કે અમ્મા તેમને લેવા આવ્યા છે. આ વાત પરથી સાબિત થાય છે કે ઈરફાન તેમની માતાની ખૂબ નજીક હતા અને તેમને અંતિમ સમયમાં મળી ન શકવાનો તેમને કેટલો અફસોસ હતો.

image source

મહત્વપૂર્ણ છે કે ઈરફાનની તબિયત છેલ્લા કેટલાક મહિનાથી નાદુરુસ્ત હતી. તેઓ ખરાબ તબિયતના કારણે તેમની અંતિમ ફિલ્મ અંગ્રેઝી મીડિયમનું પ્રમોશન પણ કરી શક્યા ન હતા. 2 મહિનાથી ખરાબ રહેતી તબિયત 10 દિવસ પહેલા વધારે કથળી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

image source

ઈરફાન ખાનને 2018માં કેન્સર થયું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ તેમણે અમેરિકામાં કેન્સરની સારવાર કરાવી હતી. 2 વર્ષ સુધી જીવન ઉત્સાહ સાથે જીવ્યા બાદ 29 એપ્રિલે ઈરફાને દુનિયાને અલવિદા કહી દીધું હતું.