Site icon News Gujarat

IRCTCએ બદલ્યાં ટિકિટ બુકિંગના નિયમો, હવે આ રીતે કરવાની રહેશે, નહીંતર નહીં કરી શકો બુકિંગ

રેલવે મુસાફરો માટે મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે કે હેવે આઈઆરસીટીસીએ ટિકિટ બુક કરવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. આવી સ્થિતિમાં ઓનલાઇન ટિકિટ બુક કરાવવાની શરત ઉમેરવામાં આવી છે. દરેક મુસાફરે તેનું પાલન કરવું જરૂરી છે. હવેથી, મુસાફરે ઇ-ટિકિટ બુકિંગમાં નોંધાયેલા સંપર્ક નંબરમાં પોતાનો નંબર દાખલ કરવો પડશે. ભલે ટિકિટ ગમે તેના દ્વારા ટિકિટ બુક કરાઈ હોય.

image source

રેલવેનો હેતુ એ છે કે જેટલા પણ યાત્રી મુસાફરી કરે પીઆરએસ સિસ્ટમમાં એના નંબર નોંધવા જોઈએ. ઘણી વખત મુસાફરોને ટ્રેન રદ થવાની અથવા ટ્રેનના સમયપત્રકમાં કોઈ ફેરફારની માહિતી નથી મળતી. તેથી, રેલવે ફક્ત મુસાફરોની સુવિધા માટે આ સેવા શરૂ કરી રહી છે. હમણાં સુધી રેલવે એસએમએસ દ્વારા મુસાફરોને તમામ માહિતી મોકલે છે.

આ રીતે તમે આઈઆરસીટીસી પર તમારું એકાઉન્ટ બનાવી શકો છો

image source

>> આઇઆરસીટીસી વેબસાઇટ www.irctc.co.in પર જાઓ.

>> પછી રજિસ્ટર વિકલ્પ પર ક્લિક કરો.

>> આ પછી એક પેજ ખુલશે, જે પછી રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.

>> અહીં તમારે બધી માહિતી ભરવાની રહેશે.

>> પેસેન્જરને તેમનું નામ, પાસવર્ડ, નામ, સરનામું, લિંગ, જન્મ તારીખ, વ્યવસાય, મોબાઇલ નંબર, આધાર નંબર, ઇમેઇલ આઈડી, સુરક્ષા પ્રશ્ન અને તેમના જવાબ ભાષાની માહિતી આપવી પડશે.

image source

>> આ પછી વેરિફિકેશન કોડ દાખલ કરો અને સબમિટ કરો.

>> આ પછી એક ડાયલોગ બોક્સ નવા પેજ પર દેખાશે, જ્યાં તમારે એક્સેપ્ટ પર ક્લિક કરવું પડશે.

>> આ પછી લખાયેલું આવશે કે તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગઈ છે.

>> હવે તમારા યુઝર નામ અને પાસવર્ડની માહિતી ઇમેઇલ પર મોકલવામાં આવશે. જે પછી તમે લોગ ઇન કરી શકો છો

image source

એક બીજા પણ સમાચાર મળી રહ્યા છે કે સરકાર આ મહિને (ડિસેમ્બર 2020) મોટા સ્ટેશનથી મુસાફરી કરવા પર વપરાશકર્તા વિકાસ ફી (યુડીએફ) ને મંજૂરી આપી શકે છે. કેબિનેટથી મંજૂરી આપતાંની સાથે જ આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. રેલવે મુસાફરોને ટિકિટ પર યુઝર ડેવલપમેન્ટ ફી 10 થી 40 રૂપિયા વધારાની ચુકવવી પડી શકે છે. દેશમાં એરપોર્ટ વિકસાવવા માટે જે ખર્ચ થાય છે તે એરપોર્ટથી મુસાફરી કરનારા મુસાફરો પાસેથી ભાડુ તેમજ વપરાશકર્તા વિકાસ ફી તરીકે લેવામાં આવે છે. આ જ રીતે ભારતીય રેલવે રેલવે મુસાફરો પાસેથી ટ્રેનના ભાડા ઉપરાંત વપરાશકર્તા વિકાસ ફી વસૂલવાની તૈયારી કરી રહી છે.

image source

આ સિવાયની વાત કરીએ તો જો તમે નાની મૂડી સાથે નવો ધંધો શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. સ્વનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતીય રેલવેએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને તેના ભાગીદાર બનવાની તક આપી રહી છે. તમે પણ નાની મૂડી દ્વારા રેલવે સાથે જોડાઈ નફાકારક વ્યવસાય પણ શરૂ કરી શકો છો. ભારતીય રેલવે વાર્ષિક 70,000 કરોડ રૂપિયાના ઉત્પાદનો ખરીદે છે. આ ઉત્પાદનોમાં ટેક્નિકલ અને ઇજનેરી ઉત્પાદનોની સાથે દૈનિક ઉપયોગ ના લગભગ તમામ પ્રકારના ઉત્પાદનો શામેલ છે. આવી સ્થિતિમાં, તમે તમારા વ્યવસાયને નાના વ્યવસાય તરીકે રેલવેને વેચીને તમારી આવક વધારી શકો છો. જો તમે પણ રેલવે સાથે ધંધો કરવા માંગો છો, તો તમારે પહેલા https://ireps.gov.in અને https://gem.gov.in પર રજીસ્ટ્રેશન કરવું પડશે અને પછી તમારા બધા દ્વાર ખુલી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version