ઈસનપુરમાં એક જ પરિવારના આટલા બધા સભ્ય કોરોના પોઝિટિવ, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ડીનનું કોરોનાથી નિધન

ઈસનપુરમાં એક જ પરિવારના 7 સભ્યોને આવ્યો કોરોના પોઝિટિવ, કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ડીનનું થયું અવસાન

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. એવામાં ગુજરાત રાજ્યમાં પણ રોજના કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યાનો આંકડો સતત વધી રહ્યો છે. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદ શહેરની ઘણી બધી સોસાયટી એવી છે જેમાં સંખ્યાબંધ કેસ નોંધાયા છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઓછા આંકડા બતાવી રહી છે.

image source

અમદાવાદમાં આવેલ ઇસનપુરની પ્રેરણા સોસાયટીમાં પણ એક પરિવારના 7 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી બાજુ લાંભામાં પણ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવતા મોટી સંખ્યામાં નાગરિકો પોઝિટિવ આવી રહ્યા છે. શહેરમાં સરખેજ વિસ્તારમાં પણ 12થી વધારે કેસ નોંધાતા બે શેરીને કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવી પડી છે.

image source

ઘાટલોડિયા અને મણિનગરમાં પણ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 178 નવા કેસ નોંધાયા છે. અને 3 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યું છે.

યુનિવર્સિટીના પૂર્વ ડીનનું કોરોનાથી થયું અવસાન

image source

ગુજરાત યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના પૂર્વ ડીન અને મનોવિજ્ઞાન ભવનના ડાયરેક્ટર ડો. આર.એસ.પટેલનું રવિવારે રાત્રે 10 વાગ્યે 63 વર્ષની વયે કોરોનાને કારણે હોસ્પિટલમાં જ અવસાન થયું છે. 15 દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ડો.પટેલ અમદાવાદની સાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. એકલા ડો. આર. એસ પટેલ જ નહીં પણ એમના પરિવારમાં મોટા પુત્ર જય, નાના પુત્ર આકાશના પત્ની સહિતના ત્રણ સભ્યો પણ કોરોના પોઝિટિવ થયા હતા, પણ તે બધા જ ઘરે જ હોમ કોરોન્ટાઇનમાં રહ્યા હતા અને ઘરે જ સારવાર લીધા બાદ સ્વસ્થ રહ્યા હતા અને હવે એમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

image source

અમદાવાદ શહેરમાં નવા 14 વિસ્તારોને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. અને 7 વિસ્તારોને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કુલ 211 જેટલા માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન થઈ ગયા છે.

image source

આ વિસ્તાર મુકાયા માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં

  • ઉપન સોસા., વેજલપુર
  • દેવ આશિષ ડીવાઇન,નરોડા
  • રૂષીકેશ નગર, ભાઇપુરા
  • દેવ અર્ચન સોસા. પાલડી
  • મધુવન ફ્લેટ, અમરાઇવાડી
  • સદગુરૂ હોમ્સ, અમરાઇવાડી
  • પામ ગ્લોરી ફ્લેટ, સોલા
  • સર્વાનંદ સોસા., સોલાગામ
  • ઘનશ્યામ કોમ્પલેક્ષ, ચાંદલોડિયા
  • સત્યમ બંગલોસ, બોડકદેવ
  • સત્વ-2, લાંભા
  • શારદા પાર્ક, ઇન્દ્રપુરી
  • શાકુંતલ એપાર્ટ, ઘોડાસર

અમદાવાદ જિલ્લામાં 15 દિવસ પછી મોત,

image source

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં ગઇ 6 જુલાઈના રોજ કોરોનાથી એક વ્યક્તિનું મોત નોંધાયું હતું. એ પછી 15 દિવસ બાદ માંડલમાં કોરોનાથી એક પુરુષનું મોત થયું છે. જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવના નવા 15 કેસ નોંધાયા હતા. જ્યારે મૃત્યુદર 58 પર પહોંચ્યો છે. કુલ આંકડો 1094 પર પહોંચ્યો છે. જિલ્લાના દસ્ક્રોઈમાં 2, ધંધૂકા 2, ધોળકા 5, સાણંદ 5, અને વિરમગામમાં 1 કેસ નોંધાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત