Site icon News Gujarat

એશિયા ખંડના સૌથી નાના દેશ વિશેની આ અવનવી વિગતો તો તમને ખબર જ હોવી જોઇએ

વિશ્વના લગભગ બધા દેશો ક્ષેત્રફળના આધારે અલગ અલગ આકારના હોય છે. અમુક દેશો ક્યાંય મોટા વિશાળ છે તો અમુક દેશો સાવ નાનકડા.

image source

વિશ્વના સૌથી નાના દેશની વાત કરીએ તો એ યુરોપિયન દેશ વિટિકન સીટી છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા એશિયા ખંડમાં સૌથી નાનામાં નાનો દેશ કયો છે ? નહિ ને ?

તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એશિયાના સૌથીં નાના દેશ વિષે વાત કરવાના છીએ જે હિન્દ મહાસાગરમાં સ્થિત છે અને ભારતના લક્ષદ્વીપથી તેનું અંતર 793 કિલોમીટર જયારે શ્રીલંકા દેશથી તેનું અંતર 983 કિલોમીટર થાય છે. તો ક્યાં છે આ દેશ અને શું છે તેનું નામ અને ખાસિયત ? આવો જરા વિસ્તારથી જાણીએ.

image source

આ દેશનું નામ છે માલદીવ. વર્ષ 1965 માં આ દેશને અંગ્રેજોથી આઝાદી મળી હતી. 11 નવેમ્બર 1968 માં આ દેશની રાજાશાહી વ્યવસ્થાને પૂર્ણ કરી એક ગણતંત્ર દેશ જાહેર કરવામાં આવ્યો હતો અને સૌ પ્રથમ ભારતે જ આ દેશને માન્યતા આપી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે ક્ષેત્રફળ અને જનસંખ્યા એમ બંને રીતે આ દેશ એશિયાનો સૌથી નાનો દેશ છે. વર્ષ 2016 ની જનસંખ્યા અનુસાર આ દેશની કુલ જનસંખ્યા લગભગ ચાર લાખ 28 હજાર હતી.

image source

વાસ્તવમાં માલદીવ એ એક ટાપુઓનો સમૂહ છે અને અહીં કુલ 1192 જેટલા નાના મોટા ટાપુઓ છે. જો કે તે પૈકી માત્ર 200 જેટલા ટાપુઓમાં જ સ્થાનિક લોકો રહે છે અને એ ટાપુઓમાં આકર્ષક રિસોર્ટ આવેલા છે જે પર્યટકોને આકર્ષે છે. એક અંદાજ મુજબ આ ટાપુઓ પર દર વર્ષે અંદાજિત છ લાખ જેટલા સહેલાણીઓ ફરવા આવે છે.

ઉલ્લેખનીય છે કે માલદીવ એક મુસ્લિમ દેશ છે. જો કે તે પહેલા અહીં અન્ય ધારણા શાસકોનું રાજ હતું. કહેવાય છે કે 12 મી સદી સુધી આ દેશ પર હિન્દૂ રાજાઓનું શાસન હતું અને ત્યારબાદ આ વિતર બૌદ્ધ ધર્મનું કેન્દ્ર બની ગયો અને એ પછી આ દેશ મુસ્લિમ રાષ્ટ્ર બન્યો. એ સિવાય અહીંના સ્થાનિક નાગરિક બનવા માટેના કાયદાઓ પણ કડક છે.

image source

ઉલ્લેખનીય છે કે માલદીવ પૃથ્વી પર આવેલા બધા ટાપુ દેશોમાં સૌથી નીચાણ વાળા વિસ્તારમાં સ્થિત છે. વળી સમુદ્ર તળથી તેની ઊંચાઈ માંડ દોઢ મીટર જેટલી છે. જો ક્યારેક સુનામી આવે તો સૌથી વધુ ખતરો આ દેશ પર છે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ 2009 માં માલદિવનાં તે સમયના રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદની અધ્યક્ષતામાં વિશ્વની પ્રથમ અંડરવોટર કેબિનેટ મીટિંગ માલદીવમાં જ યોજવામાં આવી હતી.

Exit mobile version