Site icon News Gujarat

દિલ્હી પોલીસ સહિત દેશની મોટી મોટી એજન્સીઓ દોડતી થઈ ગઈ, આ જગ્યાએ થયો મોટો વિસ્ફોટ…

દેશમાં ક્યારે ક્યાં ધમાકો થાય એ નક્કી જ નથી રહેતું. એમાં પણ હવે જે સમાચાર મળી રહ્યા છે એ તો દેશની રાજધાની દિલ્હીથી સામે આવી રહ્યા છે અને દરેક દેશવાસીઓમાં ચિંતા પણ પેઠી છે. આ વખતે દિલ્હીમાં ઇઝરાયલની એમ્બેસીની નજીક બ્લાસ્ટ થયો છે. દૂતાવાસની ઈમારતથી લગભગ 150 મીટરના અંતરે શુક્રવારે સાંજે લગભગ 5 વાગ્યે થયેલા આ બ્લાસ્ટમાં કોઈ ઘાયલ નથી થયું એવા પણ સમાચાર મળ્યા છે

image source

સાથે જ માહિતી મળી રહી છે કે 5 વાગ્યે આ બ્લાસ્ટ થયો હતો. આજે જ ભારત અને ઇઝરાયલના ડિપ્લોમેટિક રિલેશનશિપની આજે 29મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે ઇઝરાયલના દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આજના જ દિવસે 1992માં બંને દેશ વચ્ચે કૂટનીતિક સંબંધોની શરૂઆત થઈ હતી.

image source

આ સાથે જ માહિતી મળી રહી છે કે જ્યાં બ્લાસ્ટમાં બીજું તો કંઈ નુકસાન નથી થયું પણ આજુબાજુ ઊભેલી ચારથી પાંચ ગાડીઓને નુકસાન થયું છે. આ બ્લાસ્ટને લઈને ચિંતા એટલા માટે પણ વધી ગઈ છે કેમ કે આજે જ ભારત-ઇઝરાયલના કૂટનીતિક સંબંધોની 29મી વર્ષગાંઠ પણ છે. તો વળી આ બ્લાસ્ટ વિશે એવી પણ માહિતી મળી રહી છે કે જિંદલ હાઉસની પાસે રોડના ડિવાઈડર પર એક ફ્લાવાર પોટમાં ઈમ્પ્રોવાઇઝ્ડ ડિવાઈસ (IED)મળી આવ્યા છે. એના પરથી એવું લાગે છે કે જેને ચાલતી ગાડીથી ફેંકવામાં આવ્યો છે. જો કે આ માહિતી સુત્રો દ્વારા મળી રહી છે એમાં કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી,

image source

આ કેસ વિશે દિલ્હી પોલીસે જણાવ્યું કે, ઇઝરાયેલની એમ્બેસીની પાસે એક લો ઈન્ટેસિટી બ્લાસ્ટ થયો છે. હાલ આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો અને તેમાં શું કારણ હોય એ વિશે શોધખોળ ચાલી રહી છે અને દરેક સબુતો મેળવવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળેથી કાચના કેટલાંક ટૂકડાઓ પણ મળી આવ્યા છે અને જે ઓપરેશનમાં કામ લાગશે એવી પણ વાત થઈ રહી છે. જેવી જ માહિતી મળી કે તરત ઘટના સ્થળે ગુપ્તચર વિભાગ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પણ પહોંચી ગયા છે.

હાલની પરિસ્થિતિ પ્રમાણે જો વાત કરીએ તો બ્લાસ્ટના પગલે આજુબાજુના વિસ્તારને સીલ કરી દેવાયો છે. CISFએ કહ્યું કે, દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી દેશના તમામ એરપોર્ટ, મહત્વપૂર્ણ સંસ્થાઓ, સરકારી ઈમારતોની સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

હાલમાં ગંભીરતાથી આ મામલો લઈને દિલ્હીના અતિ સુરક્ષિત વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટની તપાસ NIAને સોંપી દેવામાં આવી છે. તો દિલ્હી પોલીસના ગુપ્ત તો દિલ્હી પોલીસનો ગુપ્તચર વિભાગ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત છે.

આ સાથે જ હજુ વધારે કોઈ માહિતી સામે આવે તો એ માટે થઈને બોમ્બ ડિફ્યુઝ ટીમને પણ મોકલવામાં આવી છે. આજુબાજુના વિસ્તારોને સુરક્ષા એજન્સીઓએ સીલ કરી દીધી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ પણ બ્લાસ્ટની તપાસ શરૂ કરી દિધી છે.

image source

લુટિંયસ ઝોનમાં ઇઝરાયલના દૂતાવાસની પાસે જ્યાં બ્લાસ્ટ થયો, તે જગ્યા વિજય ચોકથી લગભગ 1.7 કિલોમીટરના અંતરે જ છે. વિજય ચોક પર જ બીટિંગ રિટ્રીટ ચાલી રહ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રક્ષા મંત્રી સહિત અનેક VVIP હાજર હતા. ત્યારે આવા કિસ્સામાં વધારે ચિંતા થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version