ઇતિહાસની આ 7 ઘટનાઓ વાંચીને તમારા રૂંવાટા પણ થઇ જશે ઉભા

ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરે છે પરંતુ સત્ય આ નથી ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરતો નથી , કારણ કે આપણે ઇતિહાસ માં થયેલી ભૂલો થી શીખ્યા હોતા નથી .

image source

તેથી જ આપણે ઇતિહાસ ને ફરી થી ઉજાગર કરવા માટે જવાબદાર છીએ, વિશ્વના દરેક લોકો માટે પોતાના ઇતિહાસને યાદ રાખવો ખૂબ જ મહત્વ નો છે જેથી કરીને ભૂતકાળમા થયેલી ભૂલો ફરીથી પુનરાવર્તિત ન થાય. આ લેખમાં, અમે તમને ઇતિહાસના આવી જ 7 ઘટનાઓ વિશે જણાવીશું , જેને જાણીને તમે ઈશ્વર ને પ્રાર્થના કરશો કે આટલો ખરાબ સમય ફરીથી ક્યારેય ના આવે .

1 ” વિશ્વ યુદ્ધ 1 ” : –

image source

વિશ્વ યુદ્ધ ઇતિહાસ ની સૌથી ભયંકર લડાઇઓ માંની એક હતી આ 4 વર્ષના યુદ્ધ માં સાત કરોડ સૈનિકોએ ભાગ લીધો હતો . યુદ્ધને કારણે થતો વિનાશને જોઈને , એક બ્રિટીશ લેખક , એચ.જી. વેલ્સે પણ આ યુદ્ધ વિશે કહ્યું હતું કે, આ એક એવું યુદ્ધ છે જે તમામ યુદ્ધોનો અંત લાવશે , 16 લાખ લોકોની આ પ્રથમ વિશ્વયુદ્ધમા બલી ચડી જાય છે પ્રથમ વખત આ વિશ્વ યુદ્ધમાં ઘણા નવા શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો , તેથી પ્રથમ વિશ્વ યુદ્ધે આધુનિક યુદ્ધ ની વ્યાખ્યા ને સંપૂર્ણ રીતે બદલી નાખી હતી .

2 ” 1918 ઈન્ફલ્યુએન્ઝા મહામારી “: –

image source

ઈંફ્લુએન્જા વાઇરસ થી ફેલાતા આ રોગચાળા ને સ્પેનિશ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ઇતિહાસનો સૌથી ભયંકર રોગ હતો. પ્રથમ વિશ્વયુદ્ધ ની મહામારી હજી પૂરી થયી ન હતી ત્યાં આ જ વર્ષે આ નવી મુશ્કેલીએ વિશ્વને ઘેરી લીધું હતું. જ્યારે આ રોગચાળો તેની ચરમસીમાએ હતો, ત્યારે તેની અસર લગભગ 5 કરોડ લોકોને થઈ ગયી હતી. જે આખા વિશ્વની એક તૃતીયાંશ વસ્તી બરાબર હતી અને જો આપણે મૃત્યુ આંક ની વાત કરીએ તો એક અંદાજ મુજબ 2 કરોડથી 5 કરોડ લોકોએ આ મહામારી મા પોતાનો જીવ ગુમાવ્યો હતો અને કેટલાક આંકડા પ્રમાણે આ સંખ્યાને 10 કરોડ બતાવવામાં આવી હતી કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને સૈનિકો વિશ્વભરમા મુસાફરી કરી રહ્યા હતા. આ જ કારણ હતું કે આ રોગ સમગ્ર વિશ્વમાં સરળતાથી ફેલાઈ ગયો હતો .

3 ” ભારતના ભાગલા ” : –

image source

જીવન માટે સૌથી ખરાબ શું હોઈ શકે ? જો અચાનક કોઈને પોતાનું ઘર અને પોતાનો દેશ છોડવાની ફરજ પાડવામાં આવે તો શું થાય ? વિશ્વે આટલું મોટું સામુહિક સ્થળાંતર ક્યારેય નહોતું જોયું કે જ્યાં આશરે 1.4 કરોડ લોકોએ પોતાના ઘર છોડયા હતા , કેટલાય બાળકો અનાથ થઇ ગયા હતા , અને કેટલીય મહિલાઓ સાથે દુરવ્યવહાર કરવામાં આવ્યો હતો . એવું કહેવામાં આવે છે કે ભાગલા દરમિયાન લગભગ 5 થી 20 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો . સચ્ચાઈ તો એ છે કે ભાગલાની વેદના જેણે સહન કરી હતી તે લોકો જ જાણતા હશે .

4 ” મોંગોલ કોન્વેસ્ટ ” : –

image source

આ અભિયાનો અને આક્રમણ 13 મી સદીમાં થયા હતા, ત્યારબાદ મોંગોલ એક મહાન સામ્રાજ્ય બન્યું હતું, અને આ મોંગલો એ પૃથ્વીનો ખુબ જ મોટો ભાગ જીતી લીધો હતો . અને આ વિસ્તારો ને જીતવા માટે મોંગલો એ બેફામ હત્યાઓ ચલાવી હતી અને મોંગોલ સેના સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરતા હતા આ હત્યાકાંડ ને ઇતિહાસનું સૌથી વિનાશક હત્યાકાંડ માનવામાં આવે છે . આ સમયે મોંગોલિયા નો શાસક ચંગીજ ખાન હતો આ હત્યા કાંડમાં લગભગ 13 લાખ લોકો ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા .

5 ” વિશ્વયુદ્ધ 2 ” : –

image source

કોણે વિચાર્યું હશે કે પ્રથમ વિશ્વ યુદ્ધના માત્ર 20 વર્ષ પછી જ આવું બીજું એક બીજું વિશ્વયુદ્ધ આવીને ઉભું રહશે પરંતુ કદાચ આ પ્રથમ વિશ્વ યુદ્ધની જ તકરારો હતી જેણે બીજા વિશ્વ યુદ્ધ પાયા નાખ્યા હતા વિશ્વ યુદ્ધ 2 ને ઇતિહાસના સૌથી ભયંકર યુદ્ધ તરીકે ગણવામાં આવે છે આ યુદ્ધમાં લગભગ 6 કરોડ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને આ વિશ્વ યુદ્ધમાં અણુ બોમ્બનો એકમાત્ર ઉપયોગ અને હિટલર દ્વારા ચલાવેલ યહૂદી ગેસ હત્યા કાંડ નો સમાવેશ થાય છે .

6 ” બ્યુબોનિક પ્લેગ ” : –

image source

આ રોગચાળા ને તેના સાચા નામ કરતા ” ધ બ્લેક ડેથ ” તરીકે વધુ ઓળખવામાં આવે છે . માનવ ઇતિહાસમાં જોવા મળેલી આ સૌથી વિનાશક બીમારી હતી . આ રોગચાળામાં 5 કરોડ લોકો અસરગ્રસ્ત થયા હતા જે વિશ્વની કુલ વસ્તીના ત્રીજા ભાગની વસ્તી હતી આ મહામારી મા અંદાજિત બે કરોડ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા હતા કેટલાક ઇતિહાસકારો નું એવું કહેવાનું હતું કે યુરોપની 30 % થી 60 % વસ્તી આ રોગ દ્વારા નાબૂદ થઈ ગઈ હતી.

આ સમયગાળા દરમિયાન લોકો પાસે રોગની પૂરતી માહિતી ના હોવા થી ઘણી બધી અંધશ્રદ્ધા ઉભી થઈ હતી , લોકો આ રોગ વિશે જરા પણ જાગૃત ન હતા લોકોએ વિચારવાનું શરૂ કર્યું કે આ રોગ થી બચવા માટે આપણે કાઈ કરી શકતા નથી કારણ કે આ રોગ મનુષ્ય પર ભગવાનનો કોપ છે આ અફવાએ અગ્નિમાં ઘી હોમ્યું હતું અને રોગચાળો વધુ ફેલાવા લાગ્યો ફિલિપ ઝિલેરે પોતાની બુક ” ધ બ્લેક ડેથ ” લખ્યું છે કે ” લોકોને તેમની અંધશ્રદ્ધા એ જ મારી નાખ્યા હતા ” .

” વર્ષ ad 536 ” : –

image source

વિશ્વના મોટાં મોટા ઇતિહાસકારો એ એવું કહયું હતું કે આ વર્ષ 536 ad જીવવાનો માટે સૌથી ખરાબ સમય હતો , આ વર્ષે અડધાથી વધુ વિશ્વ અંધકારમાં ડૂબી ગયું હતું . એવું તો શું થયું હતું વર્ષ 536 ad માં એક રહસ્યમય ધુમાડા એ અચાનક આવીને યુરોપ અને મધ્ય પૂર્વના દેશો ને પોતાના અંધકારમાં સમાવી લીધા હતાં જેના પરિણામ સ્વરૂપ મોટા ભાગના વિશ્વમાં 18 મહિના સુધી સંપૂર્ણ અંધકાર હતો , સૂર્ય આખો અદૃશ્ય થઈ ગયો હતો , તાપમાન 2 પોઇન્ટ 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટી હતું, બધા પાકો નિષફળ થાય હતા , આખી વસ્તી ભૂખમરાથી મરી રહી હતી . આ સમયગાળાને ઈતિહાસકારો ” ડાર્ક એજ ” તરીકે યાદ કરે છે .

image source

આ આર્ટિકલ લખવાનો અમારો હેતુ એ હતો કે જો આપણે આપણા ઇતિહાસમાં જઈશું , તો આપણને જાણવા મળશે કે આપણા પૂર્વજો એ કેટલો ખરાબ સમય જોયો હતો અને આપણે આ લેખની શરૂઆતમા જોયું હતું કે જો આપણે આપણાં ઇતિહાસમાંથી કઈ નહિ શીખીએ તો આપણે ફરી થી ઇતિહાસ મા કરેલી ભૂલો નું પુનરાવર્તન કરીશું આપણે બધા આજે વિશ્વના શ્રેષ્ઠ સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં આપણી પાસે રોગોથી બચવા માટે આધુનિક સાધનોવાળી હોસ્પિટલો રહેલી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહન વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે કોઈ એક જગ્યાએથી વિશ્વના કોઈ પણ ખૂણે સંપર્ક કરી શકાય એવી ટેલિફોનિક સુવિધાઓ પણ હાથ વગી છે અને વિશ્વમાં બનેલી કોઈપણ ઘટનાની માહિતી જાણવા માટે દેશમાં ટીવી અને રેડિયો જેવી સવલતો પણ મોજુદ છે .