ઇતિહાસનો એક એવો રાજા જેને લાંબા વાળથી હતી સખત નફરત, લાંબા વાળ ધરાવનારને કરાવવું પડતું મુંડન

તમે ઇતિહાસના શોખીન હોવ તો ઇતિહાસમાં તમે અનેક રાજા મહારાજાઓ વિશે જાણ્યું હશે. જે પૈકી અનેક કિસ્સાઓ પ્રેરક પણ હશે. પરંતુ ઇતિહાસમાં અમુક એવા રાજાઓનું નામ પણ છે જેના કિસ્સાઓ રૂંવાડા ઉભા કરી દે તેવા હોય છે.

image source

આવો જ એક રાજા હતો ગાયસ જુલિયસ સિઝર જર્મેનિક્સ એટલે કે કાલીગુલા, જે રોમનો ત્રીજો સમ્રાટ હતો. આ રાજાને વિશ્વના સૌથી અજબ ગજબ તાનાશાહ પૈકી એક ગણવામાં આવે છે. જુલિયસ સિઝર વિશે એવું કહેવામાં આવે છે કે તે પોતાને રોમની દેવી માનવામાં આવતી વિનસનો વંશજ માનતો હતો.

આજના આ આર્ટિકલમાં અમે આપને આ રાજા વિશે આવી જ વધુ રોચક વાતો કરવાના છીએ જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય નહીં જાણ્યું હોય. તો ચાલો જાણીએ વિસ્તારથી..

image source

કહેવાય છે કે સમ્રાટ જુલિયસ સિઝરને લાંબા વાળથી સખત નફરત હતી. એટલા માટે તેના સામ્રાજ્યમાં જો કોઈ લાંબા વાળ ધરાવતા વ્યક્તિ નજરે પડતી તો તેના વાળનું તે મુંડન કરી નાખવાનો નિર્ણય સંભળાવી દેતો. અને સ્પષ્ટ છે કે રાજાનો હુકમ હોય એટલે સામાન્ય માણસને તેના પર અમલ કરવા સિવાય છૂટકો નહોતો.

image source

જુલિયસ સિઝરને ઘોડા બહુ પસંદ હતા. તેના સૌથી પસંદગીના ઘોડાનું નામ ઇનસીટૈટ્સ હતું અને તે ઘોડાને જુલિયસ એટલો પ્રેમ કરતા હતા કે તેના રહેવા માટે એક સુંદર ઘર પણ બનાવી આપ્યું હતું. બાદમાં ઘોડા પ્રત્યેનો તેનોં પ્રેમ એટલો વધી ગયો કે તેણે એક ઘોડાને જ રાજ્યનાં મંત્રી તરીકે માન્યતા આપી દીધી હતી.

image source

કહેવાય છે કે જુલિયસ સિઝરને સોના સાથે પણ અતિ લગાવ હતો અને એટલા માટે જ તેને સોનાના વધુમાં વધુ ઘરેણાં પહેરવાનો શોખ હતો. એટલું જ નહીં પણ તે સોનાથી ભરેલા આભૂષણો સીક્કાઓ ભરેલા બાથટબમાં ન્હાતો પણ હતો. તેના વિશે એવું પણ કહેવાય છે કે તે ઓગાળેલા મોતીને સરકામાં નાખીને પીતો પણ હતો.

image source

જુલિયસ સિઝરના દેખાવ વિશે કહેવાય છે કે તેનું શરીર દુબળુ પાતળું હતું. તેનો રંગ પીળો અને આંખો ઘસેલી.હી અને આ કારણે જ તેની પીઠ પાછળ અમુક લોકો તેની સરખામણી બકરી સાથે કરતા. આ જ કારણે જુલિયસ સિઝર સામે જો કોઈ બકરીનો ઉલ્લેખ કરતું તો તેને તરત ફાંસીની સજા સંભળાવી દેવામાં આવતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત