Site icon News Gujarat

જાડેજાએ શરુ કર્યું રાજપૂત બોય નામનું રટણ તો ફેન્સ થયા ગુસ્સે,યુઝર્સે કરી આવી ટ્વિટ

ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાના ‘હું પણ બ્રાહ્મણ છું’ ના નિવેદનોનો વિવાદ હજી શાંત થયો નથી ત્યાં જ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એવી ટ્વીટ કરી દીધી કે તેને આ ટ્વીટ માટે ટ્રોલ કરવાનું યુઝર્સે શરૂ કર્યું છે. જાડેજા હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર છે અને તેણે ત્યાંથી એક ટ્વીટ કરી છે. તેમાં તેણે લખ્યું હતું કે રાજપૂત બોય ફોરએવર. એટલે કે રાજપૂત ફોરએવર. જય હિન્દ !…

જાડેજાના આ ટ્વીટથી પણ લોકો નારાજ થયા છે અને ટ્વિટર યુઝર્સના નિશાન પર રવિદ્ર જાડેજા આવ્યો છે. લોકોએ તેમને જાતિવાદને પ્રોત્સાહન ન આપવાની સલાહ આપવાનું શરૂ કર્યું છે.

image source

જાડેજાના ટ્વિટ પર એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે સર તમે લાખો લોકો માટે પ્રેરણા છો. અમને તમારી પાસેથી આવી અપેક્ષા ન હતી. તમારા રંગ, દેખાવ અને ધર્મથી કોઈ ફરક પડતો નથી. અમે હંમેશાં તમને પ્રેમ કર્યો છે. બીજા એક યુઝરે લખ્યું કે જાતિવાદના કારણે દેશ બરબાદ થઈ રહ્યો છે. જડ્ડુ પાસેથી આવી પોસ્ટની અપેક્ષા નહોતી. ઉચ્ચા સ્થાન પર પહોંચ્યા પછી પણ તેઓ જાતિવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. તે શરમજનક છે !.

અન્ય એક યુઝરે જાડેજાની પોસ્ટ પર લખ્યું છે કે માણસ જન્મથી મહાન થતો નથી. તમે કોણ છો તેના પર ગર્વ ન કરો કારણ કે તે લેબલ તો તમારી પર થોપવામાં આવ્યા છે.

શું છે સમગ્ર વિવાદ ?

આ સમગ્ર વિવાદ સુરેશ રૈનાની એક ટિપ્પણીથી શરૂ થયો હતો. તેણે હું બ્રાહ્મણ છું તેવી વાત કહેતા સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા અને તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. યુઝર્સે રૈનાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જો કે કેટલાક લોકો તેના સમર્થનમાં સામે આવ્યા છે. તેના કારણે સોશિયલ મીડિયા પર બ્રાહ્મણને ટ્રેન્ડ કરવાનું શરૂ થયું છે.

image source

તમિળનાડુ પ્રીમિયર લીગ (ટી.એન.પી.) ની પાંચમી સીઝનની શરૂઆતની મેચમાં કોમેન્ટ્રી કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. મેચ દરમિયાન એક કોમેન્ટેટરે રૈનાને પૂછ્યું કે તેણે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને કેવી રીતે અપનાવી ? તેના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું હતું કે, ‘મને લાગે છે કે, હું પણ બ્રાહ્મણ છું. હું 2004 થી ચેન્નાઈમાં રમું છું. મને અહીંની સંસ્કૃતિ ગમે છે. હું મારા સાથીઓને પ્રેમ કરું છું. હું અનિરુધ શ્રીકાંત સાથે રમ્યો છું. સુબ્રમણ્યમ બદ્રીનાથ અને એલ બાલાજી પણ છે. મને ચેન્નઈની સંસ્કૃતિ ગમે છે. હું ભાગ્યશાળી છું કે સીએસકેનો ભાગ બનવાની તક મળી છે. રૈના આઈપીએલના શરુઆતથી સીએસકે તરફથી રમે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version