ગુજરાતને ગૌરવ અપાવનારા મહાન જાદુગર જુનિયર કે. લાલનું નિધન, નહિ જોવા મળે જાદુના અદ્વિતીય ખેલ

ગુજરાતના મહાન જાદુગરનું નિધન, વિશ્વમાં ગુજરાતને અપાવ્યું હતું ગૌરવ અને જીત્યો હતો ઝડપી જાદુગરનો ખિતાબ, ચાલો જાણી લઈએ એમના વિશે વધુ.

રવિવારના રોજ દુનિયાના જાણીતા જુનિયર કે. લાલનું નિધન થઈ ગયું છે. જાદુની કલાને જીવંત રાખનારા વધુ એક મહાન જાદુગરે વિદાય લીધી છે. જુનિયર કે. લાલ એ મહાન જાદુગર કે.લાલના સુપુત્ર હતા અને જુનિયર કે.લાલનું સાચું નામ હર્ષદરાય વોરા હતું. તેમનો પરિવાર તથા મિત્રજનો તેમને હસુભાઈના નામે ઓળખાતા હતા.

હસુભાઈ ઉર્ફે જુનિયર કે. લાલનું દુઃખદ અવસાન થતાં તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભારતીય જાદુગરી કલાને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવામાં કે. લાલ અને તેમના પુત્ર જુનિયર કે. લાલનું મોટું યોગદાન છે.

image source

તમને જણાવી દઈએ કે આખી દુનિયામાં લોકપ્રિય બનેલા જુનિયર કે. લાલને કોરોના થયો હતો પણ સારવાર પછી સાજા થઈ ગયા હતા. તેમનો કોરોના રીપોર્ટ પણ નેગેટિવ આવી ગયો હતો પણ પછીથી અચાનક તેમને હાર્ટ એટેક આવતાં અમદાવાદની સાલ હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા હતા જ્યાં તેમણે રવિવારે દેહત્યાગ કર્યો હતો.

સોમવારે સવારે તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા કોવિડના નિયમોનુસાર નીકળી હતી.

image source

જુનિયર કે. લાલના પિતા કાંતિલાલ ગિરધરલાલ વોરા પોતાની જાદુઇ કળા માટે આખી દુનિયામાં જાણીતા હતા. જાદુગર કે. લાલ તરીકે એમના ચાહકોમાં ઓળખાતા કાંતિલાલે તેમની 62 વર્ષની કેરિયરમાં 22 હજારથી પણ વધુ જાદુના પ્રયોગો વિશ્વના વિવિધ ખૂણે ભજવ્યા હતા. તેમની સાથે તેમના પુત્ર હર્ષદરાય વોરા એટલે કે હસુભાઈ વોરા ઉર્ફે જુનિયર કે. લાલ પણ નાની ઉંમરે જ જોડાયા હતા.

આ પિતા અને પુત્રે લગભગ 32 વર્ષ સુધી જાદુના શો એક સાથે એક જ સ્ટેજ પર વિશ્વના ખૂણે ખૂણે કર્યા હતા. હસુભાઈએ પણ જુનિયર કે.લાલ તરીકે દુનિયામાં ઘણી નામના મેળવી હતી.

image source

લાલ પરિવાર મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરાના વતની હતા. કાંતિલાલભાઇ કલકતામાં કાપડનો વેપાર કરતા ત્યાંથી 1950માં સિનેમાંથી પોતાની કારકીર્દી જાદુગર તરીકે શરૂ કરી હતી જેની પરંપરા તેમના પુત્ર જુનિયર કે. લાલે આગળ ધપાવી.

અમેરિકાની ibm સંસ્થાએ હસુભાઈને 1968માં વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ આપ્યો હતો.

image source

જુનિયર કે લાલ શરીરથી હાથ જુદા કરવા, જાયન્ટ કીલર શો, ધ ફ્લાઇંગ લેડી અને એવીલ જોકરને કારણે જાદુગરોમાં સન્માનનિય મનાતા હતા. તેમણે પોતે ઘણા નવા જાદુના ખેલ શોધ્યા હતા.

તમને જણાવી દઈએ કે કોરોનાનો ભોગ બનેલા જુનિયર કે લાલ ઉર્ફે હસુભાઈનો રીપોર્ટ નેગેટિવ આવી ગયો હતો પણ ત્યાર પછી એમની તબીયત લથડતા રવિવારે હાર્ટએટેકને કારણે તેમનું અમદાવાદ ની સાલ હોસ્પિટલ ખાતે દુઃખદ અવસાન થયું હતું. તેમની અંતિમ યાત્રા સવારે ૯ વાગે તેમના ઇન્કમટેક્સ, અમદાવાદ ખાતેના નિવાસસ્થાનેથી નિકળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!