કુદરતી ચમત્કાર, આ મંદિરમાં ચોમાસુ આવતા પહેલા જ છત પરથી ટપકવા લાગે છે પાણી, જાણો 5-7 દિવસ પછી શું થાય છે તે..
આપણા ભારત દેશમાં ઘણા બધા રહસ્ય છુપાયેલ મંદિર આવેલા છે. કેટલાક મંદિર પોતાની બનાવટ માટે જાણીતા છે તો કેટલાક મંદિર પોતાની મજબુતાઈનું રહસ્ય છુપાવ્યું છે આજે અમે આપને ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના કાનપુર જીલ્લામાં આવું જ એક મંદિર આવેલ છે જે ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરે છે

એટલું જ નહી ચોમાસું કેવું રહેશે તેના વિષે પણ જાણકારી આપે છે. આ મંદિર કાનપુરથી અંદાજીત ૪૦ કીલોમીટરના અંતરે સ્થિત બહેટા બુજુર્ગમાં આવેલ છે. આ મંદિર ભગવાન પદ્મનાભ સ્વામીનું મંદિર છે. પદ્મનાભ સ્વામી મંદિરના પુજારીઓના જણાવ્યા મુજબ જયારે ચોમાસું શરુ થવાનું હોય તેની પહેલા જ મંદિરની દીવાલો માંથી પાણી ટપકવા લાગે છે.
પદ્મનાભ સ્વામીના આ મંદિરના પુજારીઓ જણાવે છે તે પ્રમાણે આ વિસ્તારમાં જયારે ચોમાસું આવવાનું હોય તેની પહેલા જ મંદિરની છત માંથી પાણીના ટીપાં ટપકવા લાગે છે. જયારે આ મંદિરની છત માંથી પાણી ટપકે છે તેના ૫ થી ૬ દિવસમાં જ વરસાદ પડે છે. ઉપરાંત પદ્મનાભ સ્વામીના મંદિરની છત પરથી પડતા પાણી ટીપાથી એ પણ અંદાજ લગાવી શકાય છે કે, આ ચોમાસું કેવું રહેશે ઉપરાંત ચોમાસાની આ ઋતુમાં કેટલો વરસાદ પડશે તેની પણ આગાહી કરી દેવામાં આવે છે.

પદ્મનાભ મંદિરના પુજારી કે.પી. શુક્લા જણાવે છે કે, આ મંદિર ભગવાન જગન્નાથનું છે અને મંદિરના નિર્માણ સમયે મંદિરની છતમાં એવો પથ્થર લગાવવામાં આવ્યો છે. જો આ પથ્થર માંથી વધારે પાણી ટપકવા લાગે છે તો એનો અર્થ થાય છે કે આ વર્ષે વરસાદ વધારે થવાનો છે. જયારે આ પથ્થર માંથી પાણી ઓછા પ્રમાણમાં ટપકે છે તો એનો મતલબ થાય છે કે, આ વર્ષે વરસાદ ઓછો થઈ શકે છે.
પદ્મનાભ મંદિરના પુજારી કે.પી. શુક્લા જણાવે છે કે, આ મંદિરને બનાવતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હશે. ઉપરાંત પદ્મનાભ મંદિરની દીવાલો પણ એવી જ રીતે બનાવવામાં આવી છે કે, જે વરસાદ આવે તેની પહેલા જ મંદિરની છત અને દીવાલો માંથી પાણી ટપકવા લાગે. જે પથ્થર માંથી પાણી આ વી રીતે ટપકે છે. તવા પથ્થરને મોનસુન સ્ટોન એટલે કે ચોમાસું પથ્થર તરીકે પણ ઓળખવામાં આવે છે. પદ્મનાભ મંદિરના ગર્ભગૃહની ઉપર તરફ રાખવામાં આવ્યો છે.

આ મંદિર એક હજાર વર્ષ જુનું છે.:
ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના કાનપુરમાં આ પદ્મનાભ સ્વામીના મંદિરનું નિર્માણ અંદાજીત એક હજાર વર્ષ પૂર્વે કરવામાં આવ્યું છે. પદ્મનાભ સ્વામીના આ મંદિરને તે સમયની ખુબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે જયારે આ મંદિરની દીવાલો ૧૫ ફૂટ પહોળાઈ ધરાવે છે. ભારતીય પુરાતત્વ વિભાગના સર્વે, લખનઉંના સીનીયર સીએ મનોજ વર્મા દ્વારા કરવામાં આવ્યું છે. સીનીયર સીએ મનોજ વર્માના જણાવ્યા મુજબ, પદ્મનાભ સ્વામીના આ મંદિરને ઘણી બધી વાર તોડી પાડવામાં આવ્યું છે અને ફરીથી નિર્માણ પણ કરવામાં આવ્યું છે. પદ્મનાભ સ્વામીનું આ મંદિરના નિર્માણ ૯- ૧૦મી સદીમાં કરવામાં આવ્યું છે. તેમજ મંદિરના નિર્માણ માટે પથ્થર અને ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પદ્મનાભ સ્વામીના મંદિરને ત્રણ ભાગમાં વેહેચવામાં આવ્યું છે.:

ભગવાન પદ્મનાભ સ્વામીના આ મંદિરને ત્રણ ભાગમાં બનાવ્યું છે પદ્મનાભ સ્વામીના આ મંદિરમાં ભગવાન વિષ્ણુના ૨૪ અવતારોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ મંદીરમાં મુખ્ય દેવના રૂપમાં પદ્મનાભ સ્વામીની પૂજા- અર્ચના કરવામાં આવે છે. પરંતુ હજી સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે, આ મંદિર કોઈ બનાવડાવ્યું છે. ઉપરાંત પદ્મનાભ સ્વામીના મંદિરની દક્ષિણ દિશામાં સ્થાપિત કરવામાં આવેલ પ્રતિમાને લઈને પણ મતભેદ ચાલી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે, આ પ્રતિમા ભગવાન શિવની છે જયારે અન્ય કેટલાક લોકોનું કહેવું છે કે, આ પ્રતિમા ભગવાન વિષ્ણુની છે. પદ્મનાભ મંદિરની દક્ષિણ દિશામાં સ્થાપિત ખાસ પ્રતિમા માટે એવું માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રતિમા અંદાજીત બે હજાર વર્ષ જૂની માનવામાં આવી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત