મંગળા આરતીથી લઇને અત્યાર સુધીની ખાસ તસવીરો જોઇને તમે પણ ઘરે બેઠા કરી લો જગન્નાથના દર્શન

એક ક્લિક પર કરો જગન્નાથના દર્શન, મંગળા આરતીથી લઈને અત્યાર સુધીની ખાસ તસવીરો

image source

અષાઢી બીજીની જગન્નાથ રથયાત્રાનું આપણે અહી ઘણું મહત્વ છે. કહેવાય છે કે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભગવાન બલભદ્રનાં આ રથને ખેંચનારા માટે વૈકુંઠના દરવાજા ખુલી જાય છે. જો કે આજે જ્યારે ભગવાનની 143મી રથયાત્રા છે, ત્યારે આ વર્ષે કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને રથયાત્રા કોર્ટ દ્વારા મૌકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે મંદિરના પરિસરમાં જ ત્રણ મુખ્ય રથ સાથે રથયાત્રાને ફેરવવામાં આવશે.

જો કે આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ જઈ શકશે નહીં. મોડી રાત સુધી ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા પછી હાઇકોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલી રથયાત્રા કાઢવાની અરજીને ફગાવી દીધી હતી, અને રથયાત્રા કાઢવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

image source

ઉલ્લેખનીય છે કે કોર્ટના આદેશનું પાલન કરીને હવે ભગવાનના રથને માત્ર મંદિરના પરિસરમાં જ ફેરવવામાં આવશે. આ વખતે પણ દરેક વારની જેમ વહેલી સવારે સવારે 4 વાગે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથ, સુભદ્રાજી તેમજ બલભદ્રને રથમાં બેસાડીને એમના રથ તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે આ વખતના દર્શન આપને સૌએ ઓનલાઈન જ કરવાના છે. તો અમે આપના માટે દરેકે દરેક તસ્વીર લઈને પ્રસ્તુત છીએ, તમે પણ પોતાના ઘરમાં બેસીને સુરક્ષિત રીતે મંગળા આરતીથી લઈને અત્યાર સુધીની તમામ વિધિઓને જીવંત જોઈ શકો છો.

image source

પ્રસ્તુત તસવીરોમાં તમે મંદિરના પરિસરમાં ભગવાન જગન્નાથના રથને જોઈ શકો છો. મંદિરમાં અમુક ભક્તો દર્શન કરવા માટે આવી પહોચ્યા હતા. જો કે ઘણા ઓછા લોકોને સુરક્ષા પગલે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા સુરક્ષાના પગલે પોલીસના જવાનો પણ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે. જો કે મદિરમાં પ્રવેશતા સમયે પણ દરેકની યોગ્ય તપાસ કરવામાં આવી હતી.

તસવીરોમાં તમે બહેન સુભદ્રા, ભગવાના જગન્નાથ અને બલભદ્રના રથોને એવી જ રીતે શણગારેલા જોઈ શકો છો, જેવી રીતે દરેક વર્ષે શણગારવામાં આવે છે. દરેક વિધિઓ મુજબ જ રથયાત્રાનું આયોજન થયું હતું.

image source

તસવીરોમાં તમે ભાવકો, સેવકો, પુજારી અને સંતોની હાજરીમાં રથને મંદિર પરિસરમાં ફરતા જોઈ શકો છો. જો કે સુરક્ષાના પગલે સરકારના દિશા નિર્દેશ જળવાય એની પુરતી કાળજી પણ લેવામાં આવી રહી છે. મંદિરમાં હાજર દરેકના ચહેરા પર તમને ફેસ માસ્ક પણ જોવા મળી રહ્યું છે, તેમજ સોશિયલ ડીસ્ટન્સ જળવાય એની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.

પોલીસ જવાનો દ્વારા મંદિરમાં બીન જરૂરી લોકોના પ્રવેશને અટકાવવા પોલીસ વાહનો અને બેરીકેડ્સ દ્વારા અન્ય માર્ગને બંધ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન મંદિરને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યું છે જેથી કરીને લોકોના ટોળા મંદિરમાં ન ધસી આવે.

image source

આ દરમિયાન તમે કાયદામંત્રી પ્રદીપ સિંહ જાડેજાની તસ્વીરો પણ જોઈ શકો છો, જે સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવા પોતે મદિરમાં હાજર જોવા મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત