Site icon News Gujarat

જગન્નાથ: અમ્ફાન વાવાઝોડાના કારણે રથખલા બંધ, જગન્નાથ પુરીમાં રથયાત્રાના રથ નિર્માણ કાર્યમાં બાધા

જગન્નાથ / અમ્ફાન વાવાઝોડાના કારણે રથખલા બંધ, જગન્નાથ પુરીમાં રથયાત્રાના રથ નિર્માણ કાર્યમાં બાધા

• સોમવાર સાંજથી જ સુપર સાઇક્લોન અમ્ફાનના કારણે પુરીમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે.

• કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે 12 દિવસ મોડું શરૂ થયું હતું રથનું નિર્માણ

image source

23 જૂનના દિવસે ભગવાન જગન્નાથની રથ યાત્રા શરૂ થવાની છે. જો કે કોરોના વાઇરસ અને કેન્દ્રીય કક્ષાના લોકડાઉનના કારણે ઘણાં સમયથી રથયાત્રા ઉપર પણ શંકાના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા 8 મેના રોજ મળેલ મંજૂરી બાદ રથયાત્રાના રથનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. પણ સમસ્યાઓ હજુ સુધી અટકવાનું નામ નથી લઇ રહી, કોરોનાથી સહેજ રાહત મળે એના દસમાં જ દિવસથી અમ્ફાન વાવાઝોડાની અસરો શરૂ થઇ ગઇ છે. અમ્ફાનના કારણે પુરીમાં પવનો ફૂંકાઈ રહ્યા છે, પુરી શહેરમાં પણ વાવાઝોડાના કારણે એલર્ટ જાહેર કરાયું છે. આ એલર્ટને કારણે પુરી મંદિરમાં રથયાત્રાના રથનું નિર્માણ હાલ બે દિવસ માટે રોકી લેવામાં આવ્યું છે.

રથનું નિર્માણ ત્યાના પ્રમુખ વિશ્વકર્માની દેખરેખમાં થઇ રહ્યું છે. આ રથના નિર્માણ કાર્યમાં જોડાયેલાં બધા જ કારીગર પારંપરિક રૂપથી રથ નિર્માણની કળામાં નિપૂર્ણ છે. ઘણા કારીગરો માટે તો આ વારસાગત કામ છે તેમના પૂર્વજો પણ આ જ કામ કરતાં હતાં.

રથ નિર્માણ કાર્યમાં બાધાઓ વધી રહી છે.

image source

સોમવારે સાંજથી જ પુરી સહિત ઓરિસ્સાના દરિયા કિનારા પર આવેલા વિસ્તારોમાં ગતિમાન પવનો ફૂંકાઈ રહ્યા છે. જો કે, હવામાન ખાતાના સુત્રો મુજબ અહીં વાવાઝોડાની અસર એટલી વધારે હશે નહીં, પણ સાવધાની માટે સરકાર પોતાની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કમી રહી જાય તેવું ઈચ્છતી નથી. પુરીમાં પણ ભારે પવન અને વાવાઝોડાની આશંકા વચ્ચે રથનું નિર્માણ પહેલાં ચાલતું રહ્યું હતું, પણ સરકારના આદેશો ધ્યાનમાં લેતા સુરક્ષાની દૃષ્ટિએ મંદિર સમિતિ દ્વારા બે દિવસ માટે રથ નિર્માણ કાર્ય અટકાવી દેવાયું છે. આપને જણાવી દઈએ કે કાર્યના આરંભથી જ રોજના 15 થી 16 કલાક રથખલામાં કામ ચાલી રહ્યું છે.

ભૌરી જત્રાનું રથ નિર્માણમાં અનેરું મહત્વ હોય છે. બે દિવસ પહેલાં મંદિરના પરિસરમાં ભૌરી જત્રાનું આયોજન થયું હતું. જેમાં રથના પૈડા તૈયાર કર્યા બાદ તેની પૂજા કરવામાં આવી હતી.

રથ નિર્માણ કાર્યમાં સમયની દ્રષ્ટીએ વધુ કામ થઇ રહ્યું છે.

image source

ઓછો સમય રહી જવાના કારણે રથ નિર્માણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. જો કે હજુ બે દિવસ પહેલાં જ મંદિર પરિસરમાં ભૌરી જત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ત્યારે થાય છે જ્યારે રથના પૈડા બની જાય. 150 વિશ્વકર્મા સેવકો આ કાર્યને પૂર્ણ કરવા શક્ય એટલું ઝડપી કામ કરી રહ્યા છે. કારણ કે લોકડાઉનના કારણે નિર્માણ કાર્ય મોડું શરૂ થયું હતું અને હવે વાવાઝોડાના કારણે તેમાં હજુ વધારે મોડું થઇ રહ્યું છે. 40 દિવસમાં રથ નિર્માણનું કામ પૂર્ણ કરવાનું છે. જો કે 23 જૂને રથયાત્રા નીકળશે કે નહી એ અંગે સરકાર અથવા સમિતિ દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.

રથ નિર્માણ કાર્યની શરૂઆત હંમેશા આખાત્રીજે કરવામાં આવે છે.

image source

દર વર્ષે જગન્નાથ મંદિરમાં અખાત્રીજના દિવસથી જ રથ નિર્માણ પ્રક્રિયાનું શ્રી ગણેશ કરવામાં આવે છે. જો કે આ વખતે કોરોનાના કારણે આ કાર્ય બાર દિવસ મોડું શરુ કરવામાં આવ્યું હતું. નિયમ અનુસાર જે દિવસથી રથ બનવાનું શરૂ થાય છે, તે દિવસથી ચંદન યાત્રા પણ શરૂ કરવામાં આવે છે. જેમાં કપાયેલાં 3 લાકડાને મંદિર પરિસરમાં રાખવામાં આવે છે. અને પંડિત આ ત્રણેય લાકડાને ધોવે છે, મંત્રોચ્ચાર સાથે એની પૂજા કરે છે અને ભગવાન જગન્નાથને પહેરાવવામાં આવેલી માળા તેના પર મુકવામાં આવે છે. મુખ્ય રથ નિર્માતા આ ત્રણેય લાકડા પર ચોખા અને નારિયેળ ચઢાવે છે. આ વિધિ પછી એક નાનો યજ્ઞ પણ કરવામાં આવે છે અને નિર્માણના ઔપચારિક શુભારંભ માટે ચાંદીની કુહાડીથી એ ત્રણેય લાકડાને કાપવામાં આવે છે.

ત્યારબાદ જ નારિયેળના પાન અને વાંસથી બનેલી રથખલામાં રથ નિર્માણનું કાર્ય શરુ થાય છે. આ રથખલા મંદિર પરિસરમાં જ આવેલી છે. વર્તમાન સમયમાં અહીં સવારના 8 થી રાતના 11 વાગ્યા સુધી રથ નિર્માણનું કામ અવિરત પણે ચાલી રહ્યું છે. આ કામને ચોકસાઈ પૂર્વક કરવા વિવિધ ટીમોમાં વહેંચવામાં આવે છે.

રથ નિર્માણ માટે 200 ફૂટ લાંબી રથખલા

image source

રથ નિર્માણ માટે દર વર્ષની જેમ જ મંદિર પરિસરમાં અલગથી 200 ફૂટ લાંબો મંડપ બનાવવામાં આવ્યો છે. આ મંડપમાં જ રથ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ મંડપ ખાસ પ્રકારે નારિયેળના પાન અને વાંસમાંથી બનાવવામાં આવે છે. રથ નિર્માણ માટેની સામગ્રી અને લાકડા પણ અહીં રાખવામાં આવે છે. નારિયેળ વૃક્ષનાં ઊંચા લાકડાઓને અહીં રાખીને બેઝ, શિખર, પૈડાના માપ પ્રમાણે કાપવામાં આવે છે. જો કે રથના બધા જ ભાગ અલગ-અલગ બને છે અને એક મુખ્ય ટીમ હોય છે જે તેમને એક જગ્યાએ ભેગા કરીને જોડે છે. તેના ફિટિંગનું કામ કરે છે. આ બધા જ કાર્યો માટે અલગ-અલગ ટીમ હાજર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version