જાહેરાત તો થઈ ગઈ પણ ગુજરાત ૨૦૩૬ના ઓલિમ્પીકનું આયોજન કરવા માટે કેટલું રેડી છે? આટલા પડકારોનો સામનો કરી શકશે કે કેમ??

વડાપ્રધાન મોદીની સાથે કામ કરી ચૂકેલા મંત્રીઓથી માંડીને અધિકારીઓ ઘણીવાર કહી ચૂક્યા છે કે, મોદી આવતા 10 કે 15 વર્ષનું પ્લાનિંગ સાથે કરીને ચાલતા રાજનેતા છે. તેમના મનમાં વિઝન પહેલેથી સ્પષ્ટ રહેલું હોય છે ને સમય જતા ખબર પડે કે, શરૂઆતમાં સામાન્ય લાગતો પ્રોજેક્ટ આવતા સમયમાં વિશ્વ ફલક પર ચમકવાનો છે. મોદીએ ઓલિમ્પિક્સ 2036ની મેજબાની કરવા ત્રણ વર્ષ પહેલા જ પોતાનું મન બનાવી લીધું હતું અને તેને લઈને તેઓ એક પછી એક પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય કે પછી અમદાવાદના નારણપુરામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ બધા ડેવલપેમન્ટ પાછળ તેમનું લાંબાગાળાનું આયોજન રહેલું છે. તો આજે સન્ડે મેગા સ્ટોરીમાં વાત કરીયે ઓલિમ્પિક્સ 2036માં ગુજરાતની કેન્દ્રીય ભૂમિકાની.

Tokyo Olympic: હાથ મિલાવવાની પરમિશન નહી, તેમછતાં Olympic વહેંચવામાં આવશે 1.50 લાખ Condom, જાણો નિયમ | Sports News in Gujarati
image sours

દેશમાં ઓલિમ્પિક્સ 2036નું આયોજન કરવા માટે તૈયારઓ ફૂલ જોશમાં શરૂ થઈ ગઈ છે. આની સાથે ઓલિમ્પિક્સના આયોજન માટે ઈન્ડિયાની સાથે સાથે ઈન્ડોનેશિયા, કતાર અને જર્મની જેવા ઘણા દેશો પણ રસ લઈ રહ્યા છે અને તેમા ભારત પણ સામેલ છે. માત્ર એટલું જ નહીં, જો ઈન્ડિયાને ઓલિમ્પિક્સ હોસ્ટ કરવાની તક મળે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ ગુજરાત કેન્દ્ર સ્થાને રહેશે. ભારત 2036 જ નહીં, પરંતુ 2040 અને આ સિવાયના આવતા વર્ષોમાં પણ ઓલિમ્પિક્સ યોજવા માટે રસ દાખવી રહ્યા છે. આવતા ત્રણ ઓલિમ્પિક્સ ગેમ્સ 2024માં પેરિસ, 2028માં લોસ એન્જલસમાં અને 2032માં બ્રિસબેનમાં યોજાશે.

100માંથી 22 સ્થળો પસંદ કરાયા છે :
18 નવેમ્બરના દિવસે રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી પંકજ કુમારની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. તેમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરમાં ઓલમ્પિક 2036નું 15 વર્ષ પહેલેથી આયોજન બાબતોની શક્યતાના ફાઇનલ રિપોર્ટનું પ્રેઝેન્ટેશન કરવામાં આવી રહ્યું હતું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ઔડા સહિતની સરકારી ઓથોરિટીઓ વર્ષ 2036માં અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરના આંગણે ઓલમ્પિકનુ આયોજન કરવા માટેની જરૂરિયાત અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પ્રેઝન્ટેશનમા ઓલિમ્પિક્સના 100માંથી 22 સ્થળો માટે અમદાવાદ અને ગાંધીનગરનાં વિવિધ સ્થળ આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યા છે. ખાનગી એજન્સી દ્વારા આ માટેનો સરવે કરવામાં આવ્યો. આ સરવે પ્રમાણે ઓલિમ્પિક્સ્સના સંભવિત સ્થળો અંગેનું પ્રેઝન્ટેશન પણ તૈયાર કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગરના 100 જેટલા સ્થળોના અભ્યાસ પછી 22 સ્થળ એવાં છે કે જેમાં નાનો મોટો ફેરફાર કરવાથી ઓલિમ્પિક્સ 2036ની રમત ત્યાં રમાડી શકાય છે.

Summer Olympics 2036 | Information | Bidding | Venue | Schedule | Game List | 2036 Summer Olympics - FancyOdds
image sours

સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કમિટીની રચના થશે :
આનો અહેવાલ તૈયાર કરવા માટે એસવીપી(સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ) કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીમા ગુજરાત અને કેન્દ્ર સરકારના અધિકારીઓનો સમાવેશ થશે. આ કમિટી કેન્દ્ર સરકાર સામે આખા અહેવાલને તૈયાર કરીને રજૂ કરવામાં આવશે.

અમદાવાદ અને ગાંધીનગરમાં 44 સ્પોર્ટ્સ ફેસિલિટી છે :
આ રિપોર્ટના તારણ અનુસાર, અમદાવાદ અને ગાંધીનગર ભેગા મળીને ઓલમ્પિકની તૈયારી કરશે, તેમાં 44 સ્પોર્ટસ ફેસિલિટી છે, તેમાં નાનો મોટા ફેરફાર કરવાથી અહીં ઓલમ્પિકની રમતોનું આયોજન કરી શકાય તેમ છે. આ ઉપરાંત ઓલમ્પિકની ઘણી રમતો માટે પહાડી વિસ્તાર કે જંગલ વિસ્તારની જરૂરિયાત પણ હોય છે તો તે સંજોગોમાં અરવલ્લીની પહાડીમાં આવેલા પોળો ફોરેસ્ટ અને ડાંગ જિલ્લાના જંગલોનો ઉપયોગ કરી શકે છે.

30 મિનિટના અંતરે બધા સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા જરૂરી :
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીના મુખ્ય નિયમ પ્રમાણે, પ્રપોઝ ઓલમ્પિક પાર્કથી 30 મિનિટના ડ્રાઇવિંગ અંતરે બધા સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર કે નોન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રચરની વ્યવસ્થા કરવી જોઇએ. ઓલમ્પિક એજન્ડા 2020 પ્રમાણે, અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરના ભવિષ્યના ડેવલપમેન્ટ પ્લાન, કોમ્પ્રિહેન્સિવ મોબીલિટી પ્લાન અને ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેક્ટોનું આયોજન એવી રીતે કરવું કે, તેનો ઉપયોગ ઓલમ્પિક્સના આયોજન માટે કરાય તેવું પ્રાથમિક રિપોર્ટમાં કહ્યું હતું પણ 18 નવેમ્બરે ઓલમ્પિકના ભવિષ્યના આયોજનના ફાઇનલ રિપોર્ટનું પ્રેઝેન્ટેશન કરાયું હતું. તેમાં અમદાવાદ શહેરમાં મોટા પ્રમાણમાં સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટી ઉપલબ્ધ છે અથવા તો ઉભી કરવામાં આવી રહી છે.

Is Ahmedabad ready to host the Olympics?
image sours

અમદાવાદ શહેર ઓલમ્પિક્સના આયોજન માટે કેમ યોગ્ય છે? :
અમદાવાદ શહેરમાં મોટેરા ખાતે દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે અને નારણપુરા ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્સ ઉભું કરાઇ રહ્યું છે. આની સાથે આ ઉપરાંત અમદાવાદ અને આસપાસમાં બીજા 30 જેટલા સ્પોર્ટસ ફેસિલિટી પણ આવેલ છે. અમદાવાદ શહેરમાં ભવિષ્ય ઓલિમ્પિક્સ ના આયોજન માટેના અભ્યાસના રિપોર્ટ અનુસાર અમદાવાદ શહેર રણનીતિની દૃષ્ટિએ ઓલિમ્પિક્સના આયોજન માટે યોગ્ય સ્થળ છે. અમદાવાદ દેશના ત્રણ મોટા શહેરો સાથે સંકળાયેલું છે અને સાથે સાથે નેશનલ અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ ધરાવે છે.

અમદાવાદને મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ યોજવાનો અનુભવ છે :
અમદાવાદ શહેરમાં મોટા સ્પોર્ટસ આયોજનનો કરવાનો અનુભવ પણ રહેલો છે. જેમ કે, અમદાવાદ શહેરમાં 2022 ફીફા અંડર-17 વુમન વર્લ્ડ કપ ફુટબોલ, 2017 ખેલ મહાકુંભ, વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ અને નમસ્તે ટ્રમ્પ જેવા ઘણા આયોજનો થઇ ગયા છે. આ પ્રેઝેન્ટેશનમાં અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ ઘણી રમતો માટે શક્ય છે તેની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

અમદાવાદ એશિયાડ ગેમ્સ ઓલમ્પિક્સ ગેમ્સની મેજબાની કરી શકે મોટેરા ખાતે રૂ.800 કરોડના ખર્ચે દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવેલ છે. તેમજ રૂ.4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ભવિષ્યમાં અમદાવાદ એશિયાડ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સની મેજબાની કરી શકે તે માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા ઔડાને જવાબદારી આપી છે. આ સિવાય મોદી સ્ટેડિયમની આજુબાજુની 236 એકર જમીનનો ઉપયોગ કરીને જુદા જુદા રમતો માટેનાં મેદાન પણ તૈયાર કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે.

We are in talks with IOC for 2036 Olympics, Motera best venue: IOA chief | Olympics - Hindustan Times
image sours

ઔડાએ થોડા મહિના પહેલા જ અમદાવાદ અને ગાંધીનગર કલેકટરને લેટર લખીને સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલની આજુબાજુના 7 ગામની સરકારી જમીનના વેચાણ અને ભાડાપટ્ટા ઉપર આપવા ઉપર પ્રતિબંધ મુકવા અમદાવાદ અને ગાંધીનગર કલેક્ટરને પત્ર લખી આદેશ આપ્યો છે. મોટેરા સહિત આજુબાજુના 7 ગામોની બધી સરકારી જમીનનો ઉપયોગ ભવિષ્યમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે કરવાનું આયોજન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે આ પત્ર લખવામાં આવ્યો છે.

ગામની સરકારી જમીનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ :

ચાંદખેડા, મોટેરા, ઝુંડાલ, ભાટ, કોટેશ્વર, સુઘડ, કોબા

ઈકોનોમિથી માંડી સોશિયલ ડેવલપમેન્ટની અપાર સંભાવનાઓ :
કોઈપણ દેશની સ્પોર્ટ્સ હિસ્ટ્રીમાં ઓલિમ્પિક્સની યજબાની એક દુર્લભ પ્રસંગ છે. જે તેમને સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશનની મજબૂતી અને પેઢીઓને નવી ઉર્જા આપે છે. તેમજ વિશ્વમાં છવાઈ જવાની એક તક પણ તે પૂરી પડે છે. ઓલિમ્પિક્સ ઈતિહાસ પર નજર કરવામાં આવે તો મેજબાની બાદ અમેરિકા, ચીન, ફ્રાન્સ, બ્રિટન, કોરિયા, જર્મની, રશિયા, કેનેડા અને બ્રાઝિલ જેવા ઘણા દેશોમાં સ્પોર્ટ્સનો સંતુલિત વિકાસ તૈયાર કરવામાં આવ્યો છે. જે ઓલિમ્પિક્સના મેડલ્સમાં પણ જોવામાં આવે છે. આ દેશોએ આ તકનો ભરપૂર ઉપયોગ કરીને વિશ્વમાં સ્પોર્ટ્સ સત્તા અને મહાસત્તા બનવાનું એક ધ્યેય નક્કી કર્યું છે. આર્થિક અને સામાજિક પ્રગતિ માટે પણ તેઓ ઉંચી ઉડાન ભરી ચૂકેલ છે.

વૉટર સ્પોર્ટ્સ માટે રિવરફ્રન્ટની વિચારણા, દરિયાકાંઠાનાં લોકેશન સામેલ થશે :
ઓલિમ્પિક્સમાં વૉટર સ્પોર્ટ્સ માટે અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલ રિવરફ્રન્ટ વિસ્તારનો ઉપયોગ કરવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે સાથે શિવરાજપુર બીચ સહિતના દરિયાકાંઠાના વિસ્તારો પણ તારવવામાં આવ્યા છે.

Water Sports – Sabarmati Riverfront
image sours

નારણપુરામાં 584 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તૈયાર થશે :
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે સ્થિત 19 એકર જમીનમાં રૂ. 584 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે, તેના માટે કેન્દ્ર સરકારના નાણા વિભાગે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. કેન્દ્રથી ગુજરાત સરકારને ગ્રાન્ટ અપાશે, તેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવણી કરશે. ગ્રાન્ટ આપતા પહેલાં કોર્પોરેશન દ્વારા NOC, જમીનનું પઝેશન અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રેક્ટરને આપેલા લેટર ઓફ વર્ક ઓર્ડર જમા કરવા પડશે. .

800 ટૂ-વ્હીલર અને 850 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા થશે :
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચાશે, તેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્પ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો પણ સમાવેશ થયેલો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 800 ટૂ વ્હીલર અને 850 ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા પણ થશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે તેના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થશે.

શાહપુરમાં સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કરવામાં આવ્યો :
સાબરમતી રિવરફ્રન્ટના પહેલા કાંઠે શાહપુરમાં રમતગમત માટેની સુવિધાઓ પુરી પાડવા સ્પોર્ટ્સ પાર્કનું નિર્માણ કરાયું છે. આ પાર્કમાં ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટ બોલની સુવિધા પણ થશે છે. આ સિવાય જિમ્નેશિયમ અને જોગિંગ ટ્રેકની પણ સુવિધા રહેશે. તેની સાથે સાથે 7472 ચો.મીના વિસ્તારમાં સ્પોર્ટ્સ પાર્ક તૈયાર થયો છે. નવા વર્ષમાં આ સ્પોર્ટ્સ પાર્ક ખુલ્લો મૂકવામાં આવશે.

AC River Cruise in Sabarmati operating from Thursday | DeshGujarat
image sours

100 કરોડના ખર્ચે શિવરાજપૂર બીચનો વિકાસ થશે :
જાન્યુઆરી, 2021માં દ્વારકામાં આવેલ શિવરાજપુર બીચનું 100 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવાનું તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી હતી. આ સમયમાં તેમણે કહ્યું હતું કે શિવરાજપુર બીચ ગોવાના બીચને પણ ટક્કર આપશે. શિવરાજપુર બીચ બ્લુ સી થી ઓળખવામાં આવે છે. તેનો 3 કિમી દરિયા કિનારો છે અને તેનો વિકાસ કરવામાં આવ્યો હતો.

એશિયાના બીજા નંબરના બીચ તરીકે પસંદ થયો છે :
શિવરાજપુર બીચમા વિશાળ સમુદ્રકિનારો છે, આની સાથે મનભરીને બોટિંગ, સ્કુબા ડાઇવિંગ, દરિયાના છીંછરા પાણીમાં સ્નાન, હોર્સ રાઇડિંગ, સેન્ડ રિક્ષા ડ્રાઇવિંગ જેવી અનેક સુવિધાઓ બીચ પર છે. બીચ પર ટોઇલેટ, બાથરૂમ, જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે જેવી સુવિધા પણ રહેલી છે. વન અને પર્યાવરણ અને ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા દ્વારકાના શિવરાજપુરની પસંદગી કરવામાં આવેલી છે. બીચ ઓથોરિટી દ્વારા માન્ય કરાયેલા માપદંડો પ્રમાણે, બ્લુ ફ્લેગ બીચ એ આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ પણ મળેલું છે.

આંખો કા તારા, સાપુતારા :
ડાંગના ગાઢ જંગલો વચ્ચે સહ્યાદ્રિ પર્વતમાળામા આવેલ સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન આવેલ છે. પરંતુ આંખો કા તારા સાપુતારા માત્ર પ્રવાસનથી જ નહીં પરંતુ હવે સ્પોર્ટ્સથી પણ જાણીતું થયેલું છે. ઈન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી 18 મી એશિયન ગેમ્સમાં 4/400 મીટર રિલે દોડમાં ઈન ફોર પ્લેયરમા ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડ પોતે મૂળ ડાંગ જિલ્લાના છે.  આની સાથે 2020માં સાપુતારામાં તત્કાલીન રમત ગમત મંત્રી ઈશ્વરસિંહવીની હાજરીમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી પણ કરવામાં આવી હતી. ખુશ્બુ ગુજરાતની નામની પ્રવાસન નિગમ એડ ફિલ્મના શૂટિંગ માટે ત્રણ દિવસ સાપુતારામા રોકાયેલા અમિતાભ બચ્ચને સાપુતારા ગુજરાતકા સિર હૈ એવું કહ્યું હતું.

Tea 2 Taxi: Trekking in Gujarat. Must go SAPUTARA !!
image sours

સાપુતારા એક માત્ર એવુ હિલ સ્ટેશન છે, જે આશરે 1000 મીટરની ઉંચાઈ પર આવેલ છે. અહીં ઉનાળાની ભયંકર ગરમીમાં પણ તાપમાન અંદાજે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. અહીં નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ વગેરે જેવા જોવા લાયક સ્થળ આવેલા છે. દૂર સુધી ફેલાયેલી તેની ખીણો અને લીલાછમ જંગલથી ઘેરાયેલ આ સ્થળ લોકોનું મન મોહી લે તેવું સ્થળ છે. અહીં તમને એડ્વેન્ચર ટુરિઝમનો મોકો પણ મળશે.

સાપુતારામાં પેરાગ્લાઈડિંગ, બોટિંગ, રોપવે સાથે અનેક એડવેન્ચર એક્ટિવિટી આવેલી છે. તાજેતરમાં પેરામોટર અને હોટ એરબલૂનનો પણ આરંભ કરવામાં આવ્યો છે. ગવર્નર હિલ પર સનસેટ પોઈન્ટ પાસે એડવેંચર પાર્ક પણ આવેલું છે.

સૌંદર્યનો પટારો એટલે પોળોના જંગલો :
અમદાવાદથી અંદાજે 160 કિલોમીટરના અંતરે આવેલ પોળોના જંગલો જોવા લાયક સ્થળ માનું એક છે. આ જંગલ ઇડર તાલુકાના વિજયનગર નજીક આવેલ પ્રાચીન પોળો શહેર હરણાવ નદીને કાંઠે આવેલું છે, ઇડરના પરિહાર રાજાઓ દ્વારા 10મી સદીમાં આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાનું લોક પાસેથી જાણવા મળેલું છે. તે પછી મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા 15મી સદીમાં આ સ્થળ કબ્જે કરવામાં આવ્યું હતું. આ સ્થળ ગુજરાત અને રાજસ્થાનની બરાબર વચ્ચે આવેલું છે તેને ‘દ્વાર’નું પ્રતિક પણ માનવામાં આવે છે.

450 પ્રજાતિઓ પક્ષીઓ, 275 સસ્તન પ્રાણીઓની પ્રજાતિ છે :
આ જંગલમાં 400 શુષ્ક મિશ્ર પાનખર જંગલ ચોરસ કિમી વિસ્તાર ચોમાસા પછી સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે સૌથી વિશાળ જ્યારે નદીઓ સંપૂર્ણ છે, પરંતુ વર્ષના કોઇ પણ સમયે તે સમૃદ્ધ વન્યજીવોનો તમે અનુભવ લઈ શકો છો. ત્યાં ઔષધીય છોડ કરતાં વધુ 450 પ્રજાતિઓના પક્ષીઓ, 275 આસપાસ સસ્તન પ્રાણીઓમાં પેટે ઘસીને ચાલતી 32 પ્રજાતિ રહે છે.

on the way to polo - Reviews, Photos - Polo Forest - Tripadvisor
image sours

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *