Site icon News Gujarat

વેક્સિનેશનની જાહેરાત બાકી, પણ શિક્ષણમંત્રીએ સ્કૂલો ખોલવાની જાહેરાત કરતા જ વાલીમંડળ આવ્યું વિરોધમાં

આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 10-12 સ્કૂલો અને UG-PGની કોલેજો ખોલવાની જાહેરાત કરતા જ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. વાલીઓએ કહ્યું અમે અમારા બાળકોને થર્મલ ગનના ભરોશે શાળાએ ન મોકલી શકીએ. નોંધનિય છે કે આજે કરેલી જાહેરાતમાં વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા પહેલા વાલીઓએ બાંયધરીપત્રક આપવું પડશે. જો કે બીજી તરફ હજુ વેક્સિનેશન માટેની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. જેને લઈને વાલીઓ ચિંતામાં મુકાયા છે. તેમનું કહેવુ છે કે જ્યાં સુધી વેક્સિન આપવામાં ન આવે ત્યાં સુધા બાળકોને કેવી રીતે શાળાએ મોકલવા.

70 ટકા વાલીઓ વેક્સિન ન આવે ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી

image source

તો બીજી તરફ એક સર્વેમાં બહાર આવેલી વિગતો મુજબ, વાલીઓ બાળકોને એપ્રિલ 2021માં સ્કૂલે મોકલવા માગે છે. તો બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો 70 ટકા વાલીઓ વેક્સિન ન આવે ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. સરકારની જાહેરાત બાદ જ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. બીજી તરફ સવાલો એટલા માટે ઉઠી રહ્યા કે હજુ 5 જાન્યુઆરીએ જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે હાલમાં સરકારની સ્કૂલો શરૂ કરવા માટે કોઇ વિચારણા નથી અને આજે એટલે કે 6 જાન્યુઆરીએ જાહેર કર્યું કે 11 તારીખથી સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવશે. આમ વાલીઓ પુછી રહ્યા છે કે એક રાતમાં એવુ તે શું બન્યુ કે શિક્ષણમંત્રીના સુર બદલાઈ ગયા.

આટલી જલદી સ્કૂલો ખોલવાની જાહેરાત કેમ?

image source

તમને જણાવી દઈએ કે આ પહેલા 23 નવેમ્બરે સ્કૂલો ખોલવાની વાત શિક્ષણમંત્રીએ કરી હતી, પરંતુ બાદમાં વિરોધ થતા તે કેન્સલ કરવામાં આવી હતી. હવે અચાનક 11 જાન્યુઆરીએ સ્કૂલો ખોલવાની જાહેરાત કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. તો બીજી તરફ વાલીઓએ એમ પણ કહ્યું કે હવે ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી છે ત્યાર બાદ 16-17 જાન્યુઆરી શનિ-રવિની રજાઓ આવશે. જો 9 મહિનાથી બંધ સ્કૂલો એક વીક પછી જ એટલે કે જાહેર રજા બાદ જ ખોલી શકાય એમ હતી. માત્ર એટલું જ મુહૂર્તમાં માનતા શિક્ષણમંત્રી અને સરકાર બાળકોને શા માટે કમૂરતામાં સ્કૂલે બોલાવવા માગે છે? આ સવાલો ઘણા વાલીઓના મનમાં ઉઠી રહ્યા છે. શિક્ષણમંત્રીએ ક્યા તર્કના આધારે આટલી જલદી સ્કૂલો ખોલવાની જાહેરાત કરી તે વાલીઓને સમજાતું નથી.

થર્મલગનના ભરોસે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકવો યોગ્ય નથી

image source

તો બીજી તરફ વાલીઓ બાંયધરી પત્ર આપવાના નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યા છે. આ અંગે ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે કહ્યું હતું કે સ્કૂલો ખોલવાના નિર્ણયને લઈ જે વાલીઓ પાસેથી બાંયધરી પત્ર લેવું એ અયોગ્ય છે અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ છીએ. કારણે કે સરકાર વિદ્યાર્થીઓને લઈ ફરી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરી રહી છે. બાળકોની જવાબદારી સરકાર, સંચાલક અને વાલીઓની સંયુક્ત રહેવી જોઈએ. માત્ર થર્મલગનથી તાપમાન માપી શકાય છે, કોરોના નહીં, થર્મલગનના ભરોસે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકવો યોગ્ય નથી.

શિક્ષણમંત્રીની જાહેરાતના મહત્વના મુદ્દા

image source

11 જાન્યુઆરીથી ધોરણ 11-12 અને PG અને UG ની કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થશે. શાળાએ થર્મલ ગન, સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે. શાળામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે અને વર્ગ ખંડમાં બે બાળકો વચ્ચે 6 ફૂટનું અંતર જાળવવાનું રહેશે. જો કે આ વચ્ચે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ રહેશે. વિદ્યાર્થીઓએ શાળામાં આવવું ફરજિયાત નથી. જે વિદ્યાર્થીઓ શાળાએ આવે છે તેમના વાલીઓએ સંમતિ આપવી ફરજીયાત રહેશે. આ ઉપરાંત શાળાઓએ PHC સેન્ટર સાથે સંપર્ક કરવાનો રહેશે. કેન્દ્ર સરકારની SOP ની દરેક શાળાએ પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. ધોરણ 1થી 8 ના વિદ્યાર્થીના શિક્ષણ કાર્ય અંગે બાદમાં નિર્ણય લેવામા આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version