જૈન મંદિરમાં વર્ષોથી બંધ રહેતો દરવાજો ખૂલતાં જ નીકળી આવી વસ્તુઓ, જાણીને નવાઈ લાગશે…

800 વર્ષ બાદ ખૂલ્યો મંદિર નો દરવાજો અને લોકોના ઉડી ગયા હોશ, જૈન મંદિરમાં વર્ષોથી બંધ દરવાજો ખૂલતાં જ નીકળી આવી વસ્તુઓ, આ મંદિરને જોવા દૂર દૂરથી આવી રહ્યા છે લોકો કારણ છે રહસ્યમય દરવાજો

image source

ભારતમાં વસતા લોકો વિવિધ ધર્મ પાળતા હોય છે. જેના કારણે ભારતમાં દરેક ધર્મના ધાર્મિક સ્થળો મોટી સંખ્યામાં છે. ભારતમાં વસ્તુ દરેક વ્યક્તિ ધાર્મિક સ્વભાવ ધરાવે છે જેનો પુરાવો છે. ભારતભરમાં આવેલા વિવિધ મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળ આવા જ કેટલાક ધાર્મિક સ્થળો સ્થાપત્ય કલાના નમુના સમાન છે, તો કેટલાક ઉત્તમ શિલ્પકારી ના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભારતમાં એવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે જે પૌરાણિક મહત્વ ધરાવે છે અને જેની ચર્ચા દેશ-વિદેશમાં થાય છે.

image source

આપણા દેશમાં એવા ધાર્મિક સ્થળો પણ છે કે જે પોતાની અંદર વર્ષો જુનો ઈતિહાસ લઈને અડીખમ ઊભા છે. પરંતુ આ ઇતિહાસ લોકો અત્યાર સુધી અજાણ છે. આવું જ એક રહસ્ય મધ્યપ્રદેશમાં આવેલા એક દિગંબર જૈન મંદિર માંથી મળી આવ્યું છે.

image source

સામાન્ય રીતે ભારતીય સ્થાપત્યમાં હિન્દુ મંદિર ની વિશેષ રચના હોય છે. જેમ કે મંદિરમાં એક ગર્ભગૃહ હોય છે જેમાં મુખ્ય દેવતાની મૂર્તિ સ્થાપિત કરેલી હોય છે. ગર્ભગૃહની ઉપર શિખરની રચના કરવામાં આવે છે મંદિરના ગર્ભગૃહ ની ચારેતરફ પરિક્રમા કરવા માટે ખાસ સ્થાન હોય છે. આ ઉપરાંત મંદિરમાં એક સભાગૃહ પણ હોય છે. જોકે કેટલાક મંદિરમાં ખાસ કક્ષ પણ બનાવવામાં આવેલા હોય છે. આવો જ એક કક્ષ મધ્યપ્રદેશના તિશય ક્ષેત્રમાં આવેલા દિગંબર જૈન મંદિરમાંથી મળી આવ્યો છે.

image source

મધ્યપ્રદેશનું દિગંબર જૈન મંદિર ખૂબ પ્રખ્યાત છે. આ મંદિરમાં એક રૂમ છે જે છેલ્લા 800 વર્ષથી બંધ હતો. મંદિર પ્રખ્યાત હોવાથી પુરાતત્વ વિભાગને પણ આ વાતની જાણ હતી. તાજેતરમાં જ પુરાતત્વ વિભાગે નિર્ણય કર્યો કે આ મંદિરનું દ્વાર ખોલવામાં આવે. જ્યારે વિભાગના અધિકારીઓએ આ રૂમ ખોલ્યો તો લોકોના હોંશ ઉડી ગયા. કારણ કે જ્યારે રૂમ ખોલવામાં આવ્યો તો તેમાંથી અગણિત ચામાચીડિયા નીકળી પડ્યા અને ત્રણથી ચાર ટ્રોલી ભરાય એટલો કચરો નીકળ્યો. રૂમ સાફ કરવા પર અંદર એક ગુફામાં જતો રસ્તો પણ જોવા મળ્યો.

image source

આ ગુફામાં જવા માટે સીડીઓ પણ બનાવવામાં આવેલી છે. જ્યારે પુરાતત્વ વિભાગના લોકોએ આ ગુફાને ખોલી તો અંદરથી કેટલીક મૂર્તિઓ મળી આવી અને સાથે જ કેટલોક સામાન મળી આવ્યો. જોકે આ મૂર્તિ અને સામાન એટલા સ્વચ્છતા કે તેને જોઈને કોઈ ન કહે કે આ રૂમને 800 વર્ષ પછી ખોલવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત