જલેબી….ની આ ખાસ જાહેરાત પાછળ છે રોચક કહાની, જાણીને તમને પણ લાગશે નવાઈ

એક બાળક જે ઘર છોડીને જઈ રહ્યો છે. પણ જલેબીનું નામ સાંભળીને તેના મનમાં લાલચ જાગે છે. જો તમે નેવું ના દાયકામાં જીવ્યા છો, તો તમે સમજી ગયા હશો કે આ કિસ્સો કયો છે. આ વાત છે ધારા ઓઈલના જલેબીવાળા એડની, જેમાં જલેબીને કારણે ઘર છોડીને જઈ રહેલો એક બાળક પોતાનો વિચાર બદલે છે અને પાછો ઘરે ફરે છે.

image socure

આ એડ આજે પણ અનેક લોકો ના દિલ ની નજીક છે. આ ઈમોશનલ એડવર્ટાઈઝે ન માત્ર કંપની ને ફાયદો કરાવ્યો હતો, પરંતુ તેને કરોડો લોકોનું દિલ જીતી લીધુ હતું. આ જાહેરાત બનવા પાછળ એક રસપ્રદ કહાની છે, જે આજે તમને બતાવીશું.

હકીકતમાં આ વાત 1998 ના એ સમયની છે, જ્યારે ધારા ઓઈલ ની ડિમાન્ડ તેજી થી ઘટી રહી હતી. લોન્ચના શરૂઆતના દિવસોમાં જ તેની માર્કેટ કેપ ઉપર ગઈ હતી, પરંતુ બાદમાં લોકો તેને ભૂલી ગયા હતા. તેથી કંપનીએ તેની જાહેરાત કરવાનું નક્કી કર્યું હતું. જેથી તેલ બનાવતી મુન્દ્રા કંપની ફરીથી પોતાના તેલની ડિમાન્ડને માર્કેટમાં લાવી શકે.

image soucre

આ રીતે કંપનીએ એક એડ એજન્સીનો સંપર્ક સાધ્યો હતો. એજન્સીના માલિક જગદીશ આચાર્યએ એડ માટે બેસ્ટ સ્ક્રિપ્ટ બનાવવાનું નક્કી કર્યું. આ માટે તેમને તેમના માતાની સલાહ કામ આવી. તેમની માતાએ તેમને જાહેરાતના ફૂડ પ્રોડક્ટમાં ફાસ્ટ ફૂડ ને બદલે જલેબી લેવાનું સૂચવ્યું હતું. આ બાદ ઘર છોડીને જઈ રહેલો બાળક અને ધારા તેલમાં મમ્મીના હાથ થી તળાતી જલેબીની સ્ક્રિપ્ટ તૈયાર કરવામા આવી હતી.

પહેલા તો આ જાહેરાતમાં એક બાર થી તેર વર્ષ ના બાળકને કાસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં એ પ્રકારના ઈમોશન ન મળ્યા, જે એજન્સીના ડિરેક્ટર મેળવવા માંગતા હતા. તેથી જાહેરાત માટે નાના અને માસુમ બાળક ને લેવાનું નક્કી કરાયું. આ માટે ચાઈલ્ડ આર્ટિસ્ટ પરઝાન દસ્તૂર નો સંપર્ક કરવામાં આવ્યો. પરઝાન દસ્તૂરના માતા તેને સ્કૂલમાંથી સીધા જ એડની શુટિંગ માટે લઈ આવી હતી. આ એડ કરતા સમયે પરઝાન ને જબરદસ્ત ભૂખ પણ લાગી હતી.

image socure

આ એડ માત્ર સાઠ સેકન્ડની હતી, પણ તે સમયે જાણે તેને લોકો ને આકર્ષિત કરી દીધુ હતું. મસ્ત બેકગ્રાઉન્ડ ટ્યુ, બાળક અને માતાનો પ્રેમ, સંયુક્ત પરિવાર, બાળક ની જલેબી માટેની લાલચ. લોકોના મગજમાં ઘર કરી ગઈ હતી. આ એડ દર્શકો ને ગમી હતી. તેથી જ વર્ષો બાદ પરઝાન દસ્તૂરને 2002 માં બનેલી આ એડના સેકન્ડ પાર્ટમાં પણ કાસ્ટ કરવામાં આવ્યો હતો.

image soucre

આ એડમાં પહેલી એડની જેમ ટ્યુન, બાળક અને જલેબી ટ્વિસ્ટ હતું. પરંતુ તેમાં પરઝાન દસ્તૂરે મોટા ભાઈનો રોલ કર્યો હતો. તે પોતાના નાના ભાઈને ઘર છોડીને જવાના પ્લાન પર મનાવી રહ્યો છે, તેવુ બતાવાયુ છે. જેમાં કારણ પણ મમ્મીના હાથની બનેલી જલેબી બતાવવામાં આવી છે.