કોરોના વોર્ડમાં ડ્યુટી આવે ત્યારે સાડા ત્રણ વર્ષની દીકરીને નાના-નાનીને સોંપી દર્દીની સેવા કરતાં કોરોના વોરિયર

કોરોનાનો કહેર દેશભરના રાજ્યોમાં વરસી રહ્યો છે. સરકાર, આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર એકજૂટ થઈ કોરોના સામેની જંગ જીતવા તત્પર છે. કોરોનાના કારણે વિશ્વના અન્ય દેશોમાં કોરોનાનું તાંડવ એવું જોવા મળ્યું છે કે સામાન્ય લોકોના મનમાં પણ ભય પેસી ગયો છે. તેવામાં લોકો કોરોના સંક્રમિત ન થાય તે માટે પોલીસ લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવે છે. જ્યારે જે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે તેમની સારવાર કરી આરોગ્ય કર્મીઓ તેમને પરીવાર પાસે પરત મોકલાવે છે.

image source

આજના સમયમાં જ્યારે બહાર નીકળતી વ્યક્તિને પણ ડર લાગે કે જો તેને ચેપ લાગી જશે તો તેનું શું થશે… તેવી પરિસ્થિતિમાં કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ પોતાની, પોતાના પરિવારની ચિંતા કર્યા વિના કોરોનાના રોગીઓની સારવાર કરે છે. આરોગ્ય કર્મીઓએ જાણે નિર્ધાર કરી લીધો છે કે તેઓ કોરોનાને માત આપ્યા વિના ઘરે પરત ફરશે નહીં. આવી જ એક કોરોના વોરિયર છે જલ્પા ગાંધી.

હાલ ગુજરાતમાં રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તેવામાં અહીં સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 ડેજિગ્નેટેડ હોસ્પિટલ તૈયાર કરાઈ છે. 1200 બેડની આ હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સ અને અન્ય કર્મચારીઓ સતત ખડેપગે ફરજ પર હાજર રહે છે. અહીં નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા સફાઇ કર્મીઓ પોતાની જવાબદારીને સફળતાપૂર્વક બજાવે છે. અહીં જ ફરજ બજાવે છે જલ્પા ગાંધી.

image source

31 વર્ષના જલ્પા ગાંધીને સાડા ત્રણ વર્ષની દીકરી પણ છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. હાલ કોરોનાના કારણે એવી સ્થિતિ સર્જાઈ છે કે સિવિલમાં ફરજ બજાવતા સ્ટાફને 1-1 સપ્તાહના અંતરે કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવવા મુકવામાં આવે છે. અહીંના ડોક્ટરે જણાવ્યું છે કે તમામ સ્ટાફને વારાફરતી કોરોના વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે. તેમાં જલ્પા ગાંધીએ પણ તાજેતરમાં જ આ વોર્ડમાં ફરજ બજાવી હતી. તેમણે આ અંગે જણાવ્યું હતું કે તેમની ઈચ્છા છે કે તેની ડ્યુટી ફરીવાર આ વોર્ડમાં મુકવામાં આવે. તેઓ કહે છે કે દર્દીની સેવા કરવી તે તેની ફરજ છે અને હાલ જે દર્દી સારવારમાં છે તેના પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરવી છે.

image source

જલ્પાએ વધુમાં જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા જ્યારે તેની ડ્યુટી કોરોના વોર્ડમાં હતી ત્યારે તેની સાડા ત્રણ વર્ષની દીકરીને તે તેના માતા-પિતા પાસે રાખીને આવતા હતા જેથી તેની દીકરીને કોઈ પ્રકારનુ ઈન્ફેક્શન ન લાગે. જલ્પા પોતાના અનુભવ વિશે કહે છે કે જ્યારે કોરોના વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે ત્યારે સ્ટાફે હોસ્પિટલના કેમ્પસમાં જ રહેવાનું હોય છે એટલે ઘરે જવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય જ નહીં. પરંતુ તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તેણે તેની દીકરીને તેના મમ્મી પપ્પાને ત્યાં જ રાખી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત