લોકોના જીવનને ઝીરોમાંથી હીરો બનાવનાર જલ્પાબેન પટેલને આ બે શખ્સે 15 વીધા જમીન દાનમાં આપી, ત્યાં કોઈના નામની તખ્તી પણ નહીં લાગે

હજુ થોડા સમય પહેલાં જ એક ઘટના સામે આવી હતી અને ચારેકોર હાહાકાર મચી ગયો હતો. રાજકોટના કિસાનપરા ચોકમાં શેરી નં.8માં એક જ ઓરડીમાં અઘોરી જેવું જીવન જીવતા ત્રણ ભાઈ-બહેનને જલ્પા બહેન પટેલે ઘરમાંથી બહાર કાઢ્યા હતા અને આખું ગુજરાત જોતું રહી ગયું હતું. જો કે હવે આ બધા જ ભાઈ બહેનની સ્થિતિ ઘણા સુધારા પર છે.

પણ આજે વાત એ ભાઈ બહેનની નથી કરવી. વાત કરવી છે જલ્પા બહેનની અને તેમને મળેલી અદ્બૂત ભેટની. લોકોની સેવા કરી રહેલું રાજકોટનું જાણીતું સાથી સેવા એનજીઓ હવે કોઈથી છાનું નથી અને લોકો વચ્ચે ભારે ચર્ચાનું વિષય બની ગયું છે. હાલમાં જ આ ગૃપને બે સેવભાવી વ્યક્તિઓએ પોતાની 15 વીઘા જમીન ચાંદલી ગામ ખાતે દાનમાં આપી છે. હવે આ વાત ભારે ચર્ચામાં આવી છે.

સાથી સેવા સંસ્થાના જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, તેઓ ઘણાં સમયથી ભાડે આશ્રમ શોધી રહ્યાં હતાં જેથી તેઓ અને તેમની ટીમ લોકોની સેવા કરી શકે. પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓનો દાન આપનાર લોકો સાથે સંપર્ક થયો હતો અને આગળની યોજનાઓ પણ નક્કી કરવામાં આવી છે. આ જગ્યા પર હવે જલ્પા બહેન સેવા કરશે અને પોતાનું કામ આગળ ધપાવશે. આ 15 વીઘા જમીન દાનમાં આ જ કામ કરવા માટે આપવામાં આવી છે. જમીન દાનમાં આપતાં ગામની ચારેબાજુ ચર્ચા થતી હતી અને આ બે વ્યક્તિઓની પ્રશંસાના પૂલ બાધવામાં આવી રહ્યા છે.

જો વિગતે વાત કરીએ તો જમીન દાનમાં આપ્યા બાદ સુરેશભાઈ સોરઠિયા અને દીપકભાઈ ઓડેદરાએ આ ધર્માદા વિશે માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે, સમાજની અંદર સારું કામ કેવી રીતે કરાય તેની છેલ્લા કેટલાય દિવસથી શોધખોળ અને ચર્ચાઓ ચાલતી હતી.આ બધાંની વચ્ચે સાથી સેવાના જલ્પાબેન પટેલે જે સેવા કરી તે ઘટના પ્રકાશમાં આવી અને બસ અમારું મન લાગી ગયું અને ત્યારબાદ તેમણે જે કરેલા કાર્યોની પૂછપરછ કરવામાં આવી.

આ પૂછપરછ પછીની વાત કરતાં દાતાશ્રીએ વાત કરી રહ્યા છે કે ત્યારબાદ થયું કે આ સંસ્થા સાથે જોડાય તો સમાજની સેવા સારી રીતે થઈ શકે. અમે સંસ્થાના સંચાલક સાથે વાતચીત કરી ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું કે, તેમને 15 વીઘા જમીન દાનમાં આપવામાં આવે અને તે જગ્યા પર માનવ મંદિર શરૂ કરવામાં આવે અને જીવોની સેવા કરી શકાય. આ સાથે જ વાત કરીએ તો 1.50 કરોડની જમીનનો માલિકી હક્ક પણ સંસ્થાને આપવામાં આવશે અને સમય અનુસાર તે બન્ને સેવા કાર્યમાં પણ જોડાશે.

image source

આ સાથે જ ખુબ જ મહત્વની વાત કરીએ તો આ લોકોનું માનવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે મંદિરો તો બનાવવામાં આવે છે પરંતુ જે રીતે સેવા થવી જોઈએ અને તેનો જે ભાવ હોવો જોઈએ તે જોવા મળતો નથી. જે જગ્યા સંસ્થાને આપવામાં આવી છે તે સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે જ આપવામાં આવી છે. એમાં પણ મેવા લગાવવાની વાત આવી ત્યારે તેણે ચોખ્ખુ કહ્યું કે- આ જગ્યાએ પર દાન આપનાર વ્યક્તિના નામની પણ કોઈ તક્તી લગાવવામાં નહીં આવશે. જોકે સંસ્થાને બીજી કોઈ અન્ય જરૂર પડશે તો મહેનત કરીને આપવાનો પ્રયત્ન પણ કરીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત