જોઇ લો આ તસવીરોમાં તમે પણ બિગ બીનુ સપનાનુ ઘર ‘જલસા’

અમિતાભ બચ્ચનને હિન્દી સિનેમામાં આવ્યે ૫૦ વર્ષ થઈ ગયા છે. અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ થી લઈને અત્યાર સુધી અમિતાભ બચ્ચનએ ઘણી બધી સુપરહીટ ફિલ્મો આપી છે.

image source

આ વર્ષે પણ અમિતાભ બચ્ચનની કેટલીક ફિલ્મો રીલીઝ થવા માટે તૈયાર છે. અમિતાભ બચ્ચન, મૂળ મુંબઈના રહેવાવાળા નથી, પરંતુ ફિલ્મ દુનિયામાં આવ્યા પછીથી અમિતાભ બચ્ચનએ મુંબઈને જ પોતાનું ઘર બનાવી લીધું છે. અમિતાભ બચ્ચનની પાસે મુંબઈમાં એક કરતા વધારે લક્ઝુરીયસ ઘર છે. તેમાંથી જ એક ઘર છે જલસા.

તો ચાલો જોઈએ હવે અમિતાભ બચ્ચનના જલસા બંગલોની ફોટોઝ.

અમિતાભ બચ્ચન પોતાના આખા પરિવારની સાથે જલસામાં રહે છે. ફેંસ અમિતાભ બચ્ચનને દર રવિવારે અહિયાં જ મળવા આવે છે. આ ફોટો અમિતાભ બચ્ચનના લીવીંગ રૂમનો ફોટો છે. આ ફોટોમાં આપ જોઈ શકો છો કે, શાનદાર સોફા, અલગ અલગ પ્રકારના ઝાડ અને ખુબ જ શાનદાર ઇન્ટીરીયર જોવા મળી રહ્યું છે.

image source

આ ફોટો છે અમિતાભ બચ્ચનના જલસા બંગલોના બેડરૂમની છે. આ ફોટોમાં પણ ખુબ જ ખુબસુરત ઇન્ટીરીયર જોવા મળી રહ્યું છે. આની સાથે જ રૂમની લાઈટીંગ માટે પણ ખુબ જ કામ કરવામાં આવ્યું છે. જે આ બેડરૂમને વધારે સુંદર બનાવી રહી છે. અમિતાભ બચ્ચનનું ઘર જલસા ખાસ કરીને લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આપને યાદ કરાવીએ કે, અમિતાભ બચ્ચનનો જલસા બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલ છે. તેમજ આ બંગલાના હોલની ફોટો છે. દીવારો પર શાનદાર પેન્ટિંગ કરવામાં આવી છે. આ ફોટોઝમાં બીગ બી અમિતાભ બચ્ચનના બંગલાની ભવ્યતા સીધી જ રીતે જોઈ શકાય છે.

image source

બંગલો જલસામાં અમિતાભ બચ્ચન પોતાની પત્ની જ્યાં બચ્ચન, દીકરા અભિષેક બચ્ચન, પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચનની સાથે રહે છે.

અમિતાભ બચ્ચનના ઘરની આ ફોટો એ ખૂણાની છે જેને આપે કદાચ પહેલા ઘણીવાર જોયો હશે. આ દીવાર ફોટો ફ્રેમ્સથી ભરેલ છે. જલસા બંગલોની આ દીવાર પર બીગ બીના માતા- પિતાના ફોટોઝથી લઈને અમિતાભ બચ્ચનના જીવન દરમિયાનના એ મહત્વપૂર્ણ ક્ષણોના આ બધા જ ફોટો અહિયાં લગાવવામાં આવી છે જે અમિતાભ બચ્ચનના દિલની ખુબ જ નજીક છે.

image source

અમિતાભ બચ્ચનના જલસા બંગલોના દરેક રૂમને અલગ અલગ થીમ મુજબ સજાવટ કરવામાં આવી છે. ડ્રોઈંગ રૂમ થી લઈને લીવીંગ એરિયા સુધીના બધા જ રૂમની સજાવટ ખુબ જ બારીકાઈથી કરવામાં આવી છે. પહેલા ફોટોમાં આપ જલસા બંગલોનું મંદિર જોઈ શકો છો. અમિતાભ બચ્ચન દિવાળીના દિવસે અહિયાં પૂજા કરે છે અને જેના ફોટોઝ પણ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર શેર કરી દીધા છે.

છેલ્લીવાર ૭૦ના દશકમાં અમિતાભ બચ્ચન પોતાના પ્રતિક્ષા બંગલોમાં શિફ્ટ થયા હતા. ત્યાર પછી અમિતાભ બચ્ચનએ જલસા બંગલો ખરીદ્યો હતો. અમિતાભ બચ્ચનના જલસા બંગલોમાં એક મોટું ગાર્ડન પણ છે. આ સિવાય અમિતાભ બચ્ચનએ પોતાના ઘરની દીવાલોને અલગ અલગ થીમ પર સજાવી છે.

image source

અમિતાભ બચ્ચન અહિયાં બેસીને ટીવી જોવે છે. ફોટોમાં આપ અમિતાભ બચ્ચનને જયા બચ્ચનની સાથે જોઈ શકો છો. આમ પણ આપને જણાવીએ કે, અમિતાભ બચ્ચન મોટાભાગે પોતાના પરિવારની સાથેના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

બચ્ચન પરિવારના મુંબઈના જુહુ વિસ્તારમાં જ ત્રણ બંગલા આવેલ છે.: જલસા, પ્રતીક્ષા અને જનક. અમિતાભ બચ્ચનના આ ત્રણેવ બંગલા એકબીજાથી થોડાક અંતરે જ આવેલા છે.

image source

પહેલા ફોટોમાં જેમાં આપ બીગ બી અમિતાભ બચ્ચનને આરાધ્યાની સાથે ગાર્ડનમાં રમી રહ્યા છે જે આપ ફોટોમાં જોઈ શકો છો, ત્યાં જ બીજા ફોટોમાં અમિતાભ બચ્ચન રેકોર્ડીંગ કરતા જોવા મળી રહ્યા છે.

આ ફોટો જલસા બંગલોની બહારની બાજુના છે. અહિયાં રવિવારના રોજ અમિતાભ બચ્ચનના ફેંસ ખુબ જ મોટા પ્રમાણમાં ભીડ હોય છે. જો કે, કોરોના વાયરસ સંક્રમણના કારણે ચાલી રહેલ લોકડાઉનના લીધે અમિતાભ બચ્ચન અને તેમના ફેંસ એકબીજાને રૂબરૂ મળી શકતા નથી.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત