જમીન અચાનક જ ધ્રુજી અને થયો વિસ્ફોટ, અંતે થયુ કંઇક એવુ કે જોવા માટે થઇ ગયા અનેક લોકો ભેગા

હાલમાં કોરોના કાળ સાથે આવેલા ભૂકંપને લઈને આખાય દેશમાં ચર્ચાઓ ચાલી અહ્તી આવા સમયે હેવ છતીસગઢથી પણ નવા જ સમાચાર સામે આવી રહ્યા છે. જો કે આ ભૂકંપ જેવું નથી પણ દુનિયામાં એવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે, જે સમજમાં નથી આવતી પણ અચાનક જ સર્જાતી હોય છે. જે રહસ્યમય લાગે છે અને બીજી આપની માન્યતાને ધ્યાનમાં લઈએ તો દરેક ઘટના પાછળ કોઈક કારણ ચોક્કસ જવાબદાર હોય છે.

image source

હાલમાં જ છત્તીસગઢના કોરબાના સિંઘાલી વિસ્તારમાં પણ આવી જ ઘટના બની છે. અહી પાછળના દિવસે અચાનક જ જમીન હળવા લાગી હતી અને પછી એવું લાગ્યું જાણે કે ભૂકંપ આવ્યો હોય. અને જોત જોતામાં તો એ જગ્યાએ ૨૦ ફૂટ જેટલો ઊંડો ખાડો પણ બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના આ વિસ્તારમાં કોલસાની ખાણો આવેલી છે. ઘણા સમયથી આ ખાણો હવે ધીરે ધીરે બંધ થઇ ચુકી છે, પણ આ ભાગની જમીન અંદરથી પોલાણવાળી બની ચુકી છે.

જમીનમાં અચાનક ૨૦ ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો

image source

છત્તીસગઢના આ વિસ્તારમાં અચાનક જ જમીનમાં આંચકો અનુભવાયો અને પછી આ ભાગમાં અહી ૨૦ ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો હતો. આ જમીનમાં કોલસાની ખાણો આવેલી હોવાના કારણે અહી અવારનવાર આવા પ્રકારની ઘટનાઓ સર્જાય છે. આ જમીન ઘણા સમય સુધી કોલસાની ખાણો હોવાના કારણે અંદરથી પોલી થઇ ચુકી છે. કારણ કે ખાણમાં અવારનવાર બ્લાસ્ટ પણ કરવામાં આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં આ સર્જાયેલા ઊંડા ખાડામાં પણ એવો જ બ્લાસ્ટ સર્જાયો હતો. આ બ્લાસ્ટ એટલો મોટો હતો કે ગામના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. જો કે સદભાગ્યે અહી કોઈ જ રહેતું ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી. જો કે હવે આ ઘટનાની તપાસ સાઉથ ઈસ્ટર્ન કોલ ફીલ્ડ લિમિટેડ દ્વારા શરુ કરવામાં આવે છે.

બંધ ખાણની જમીન ખસતા આવી ઘટનાઓ સર્જાય છે

image source

સામાન્ય રીતે અહી કોલસાની ખાણો આવેલી હતી જેના કારણે આ જમીન પોલી પડેલી છે. ભૂમીગત ખાણોમાં સામાન્ય રીતે કોલસો કાઢવા માટે બ્લાસ્ટ કરવામાં આવતા હોય છે, જો કે હવે ખાણ બંધ થઇ ચુકી છે. પણ અવારનવાર ખાણોમાં થતા બ્લાસ્ટના કારણે આ જમીન ખોખલી થઇ ચુકી છે. પરિણામે આ સ્થાનમાં અન્ય જગ્યાઓ કરતા વધારે કંપન અનુભવાય છે. સામાન્ય રીતે ખાણ બંધ થઈ જાય પછી આ સ્થાન માટી દ્વારા ભરી દેવામાં આવે છે અથવા ભરી દેવું જોઈએ. પણ અહી એવું કરવામાં આવતું નથી પરિણામે બંધ ખાણની જમીન ખસી જતા આવા પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે.

કુવાની જેમ અચાનક વીસ ફૂટ ઊંડો ખાડો બની ગયો

image source

ઉલ્લેખનીય છે કે આ વિસ્તામાં પાછળના દિવસે અચાનક જ ભૂકંપ જેવા ધરતીના કંપન અનુભવાયા પછી જમીનમાં કુવાની જેમ અચાનક જ વીસ ફૂટ ઊંડો ખાડો બની ગયો હતો. અહીના લોકો પણ આ બાબત જાણે છે કે અહીંની જમીન ભૂમિગત કોલસાની ખાણોના કારણે ખોખલી પડી ગઈ છે. થઇ ગઇ છે. આ કારણે આવી ઘટના બને છે. આ ઘટના ઘટતા જ ઘટના સ્થળે SECના અધિકારી અને પોલીસકર્મી દોડી આવ્યા હતા. જો કે આ સમયે કોરોના વાયરસને લઈને આ જગ્યાએ વધારે ભીડ એકત્ર ન થાય એ માટે આવેલ તમામ લોકોને સામાજિક અંતર જાળવવાનું કહેવામાં આવ્યું.

એક મહિલાએ ઓફિસરનો કોલર પકડી લીધો

image source

આ ઘટના દરમિયાન આવેલા અધિકારી અને પોલીસ દ્વારા ભેગા થયેલા લોકોને સુરક્ષાને ધ્યાનમાં લઈને સોશિયલ ડીસ્ટન્સ અને નિર્ધારિત દુરી પાળવા માટે જણાવવામાં આવ્યું હતું, પણ આ વાતથી લોકો ગુસ્સે થયા હતા. આ સમય દરમિયાન ગુસ્સામાં આવેલ એક મહિલાએ તો ઓફિસરનો કોલર પકડી લીધો હતો. જોકે પોલીસ તેમને ભીડથી દૂર લઇ ગઇ અને સ્થિતિ અને વર્તમાન સમયની જરૂરિયાત વિશે સમજાવીને મામલો થાળે પાડ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત