Site icon News Gujarat

કમાલ છે હોં! જમીન વગર જ માત્ર રિમોર્ટથી કરવામાં આવે છે ખેતી, બે એન્જિનીયર કરી રહ્યાં છે લાખોની કમાણી

જો તમારા પાસે જમીન નથી અને ખેતી કરવાનો શોખ ધરાવો છો તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી છે. માટી વગર પાણીની મદદથી પણ ખુબ સારી નિપજ મળે છે તેવું અહી એક કિસ્સા દ્વારા સાબિત કરી દેવાયું છે જેના વિશે અહી માહિતી અપાઈ છે. વિશ્વ બેંક દ્વારા કરવામાં આવેલા એક સ્ટડી મુજબ કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં જેટલું પાણી વપરાય છે તેમાંથી ખેતી ક્ષેત્રે 70% પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીનો આટલો બધો ઉપયોગ થઈ રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે સિંચાઇ. સિંચાઇ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ ખોટી છે જો આપણે સિંચાઇની આધુનિક અને જળ બચત પદ્ધતિઓ અપનાવીશું તો મોટા પ્રમાણમાં પાણીની બચત થઈ શકે છે.

image source

વિશ્વની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને ખેતી મહત્ત્વ ખુબ વધારે છે. આ સંદર્ભમાં સિંચાઇ અને પાણીનો વપરાશ પણ વધશે. એક અનુમાન મુજબ વર્ષ 2050 સુધીમાં 5930 લાખ હેક્ટર ખેતીની જમીનની જરૂર પડશે જેથી લોકોને ભોજન મળી શકે. આટલા મોટા પાયે પાણી અને ખેતીલાયક જમીનની મળવી હવે મુશ્કેલ છે કારણ કે વિશ્વમાં ઔદ્યોગિકરણ પણ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. આ સાથે વિકસિત રાષ્ટ્ર બનવું પણ એટલું જ જરૂરી છે જેથી ખેતીલાયક જમીન પર ઝાડ કાપવા અને ઉદ્યોગોનું સંચાલન કરવું એ એક આવશ્યક પરિબળ બની ગયું છે.

image source

તો સવાલ એ છે કે આખરે આવું શું કરી શકાય કે જેથી બન્ને સમતોલનમાં રહે. આપણે કોઈ કહે કે તમે એટલાં જ કારખાનાઓ ચાલુ રાખો અને એટલા જ ઉદ્યોગો અને પછી સમતોલન જાળવો તો મુશ્કેલ છે તેમ લાગશે છતાં ભારતના બે એન્જિનયરોએ આ માટે એક નિરાકરણ લાવ્યા છે. મળતી માહિતી મુજબ આ બંનેના નામ અમિત કુમાર અને અભયસિંહ છે. બંને આઈઆઈટી બોમ્બેમાંથી ગ્રેજ્યુએશન થયાં છે. તેઓએ સાથે મળીને એકીફૂડ્સ નામનો એક અનોખી પહેલ કરી છે.

image source

આ સ્ટાર્ટઅપ રાજસ્થાનના કોટામાં શરૂ કરાઈ છે. આની શરૂઆતમાં તેઓએ ખેડુતો માટે હાઇડ્રોપોનિક્સ તકનીક વિકસાવી છે જેમાં ખેતી માટે જમીનની જરૂર નથી. તેઓનું કહેવું છે કે આમાં આપણે જમીનનો ઉપયોગ કર્યા વિના ખેતી કરી શકીએ છીએ અને પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. આ તકનીકનો ઉપયોગ કરીને બેંગ્લોર સ્થિત સ્ટાર્ટઅપ કંપનીએ ખાસ ફ્રીઝ બનાવ્યું છે જેમાં ઘાસચારો ઉગાડવામાં આવે છે. આ ઘાસચારો ઉગાડવા માટે જમીનની આવશ્યકતા નથી. 20-25 કિલો ઘાસચારો એક અઠવાડિયામાં ઉગાડવામાં આવે છે જે પોષણથી ભરેલ હોય છે. આ ફીડ પણ હાઇડ્રોપોનિક ટેકનોલોજી દ્વારા ઉગાડવામાં આવે છે.

હાઇડ્રોપોનિક ટેકનોલોજી શું છે તે અંગે વાત કરવામાં આવે તો તેમણે જણાવ્યું છે કે હાઇડ્રોપોનિક ટેકનોલોજી બનાવવા માટે શાકભાજી પર સંશોધન કર્યું છે. આ પછી ખેતી માટે ચેમ્બર બનાવવામાં આવ્યા છે. આ એન્જિનયરોનો દાવો છે કે આ ચેમ્બરમાં છોડ ખેતર કરતા 20 ટકા વધુ ઝડપથી વિકાસ પામે છે અને તે પણ માટી વિના. આ પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે આ ચેમ્બરમાં પોષણયુક્ત પાણીનો ઉપયોગ થાય છે તેથી તેનો સ્વાદ, પોષણ શાકભાજીમાં વધુ જોવા મળે છે. ખેતી શુદ્ધ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે.

image source

આ સાથે એક ફાયદાની વાત એ છે કે આ રીતે ખેતી કરવાથી મજૂરની ખૂબ જ ઓછી જરૂરિયાત રહે છે. આ વિશે આગળ વાત કરતાં અભયસિંહે કહે છે કે લોકોને ઓછા ભાવે સારી શાકભાજી પહોંચાડવા માટે કંઈક કરવું પડશે જે પરંપરાગત પદ્ધતિઓથી અલગ હોય. તેના આધારે નવી ટેકનોલોજી પર કામ શરૂ કરાયું છે. જેમાં ગ્રોઇંગ ચેમ્બર (ખાડો જેમાં શાકભાજીના છોડ ઉગાડવામાં આવશે) બનાવવામાં આવ્યા હતા. આ ચેમ્બર તમામ પ્રકારની શાકભાજી માટે જુદી જુદી હોય છે. આ ચેમ્બરનું નામ કોકો-પિટ છે. અહી સૌથી સારી વાત એ છે કે આ ખેતીમાં માટીની જરૂર નથી. તે સંપૂર્ણપણે ટેકનોલોજી પર પાણીનાં ઉપયોગ પર આધારિત છે તેથી છોડની વૃદ્ધિ પણ નિયંત્રિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે તમે દિલ્હીથી ચેન્નઈના કોકો પિટને નિયંત્રણ કરી શકાય છે.

હાલમાં આ ચેમ્બરમાં કોથમીર, ટામેટા, રીંગણ, કાકડી અને કડવી શાક ઉગાડવામાં આવે છે. જાણવા મળ્યું છે કે એકફૂડ્સ સ્ટાર્ટઅપ આ ટેકનોલોજીથી દર મહિને 3.5 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. વર્ષના અંત સુધીમાં તેમની આ આવક 40 લાખ પહોંચી ગઈ છે. એકીફૂડ શરૂ કરનારા બે એન્જીનયર છેલ્લા 12 વર્ષથી એકબીજાને ઓળખે છે. બંને આઈઆઈટી બોમ્બેમાં સાથે રહી ચૂક્યા છે. અમિત સિંહ ફાર્મ સેટઅપ, ફાર્મ ઓપરેશન અને સ્ટાર્ટઅપના આર એન્ડ ડીની દેખરેખ રાખે છે જ્યારે અભય સિંઘ કંપનીનાં વેચાણ, ફાર્મ ઓટોમેશન અને ફાઇનાન્સની દેખરેખ રાખે છે.

image source

આ સ્ટાર્ટઅપમાં હાલમાં ટીમના 26 સભ્યો છે. અત્યારે આ કંપની રાજસ્થાનના ભિલવાડાથી કાર્યરત છે. અહીંના આસપાસનાં ઘણાં લોકો આ નવીનત્તમ ખેતીને જોવા આવે છે. આ બન્ને મિત્રની આ રીતે કરવામાં આવેલ ખેતી સૌને તેમની તરફ ખેચી રહી છે અને ઘણાં લોકો આમાંથી પ્રેરણા લઈને પોતે પણ આ રીતે ખેતી કરવાનું કહી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version