જામનગરની આ પાર્ટીએ ખરીદ્યું પ્રાઇવેટ પ્લેન, કિંમત છે 10 કરોડ કરતા પણ વધારે, જુઓ તસવીરોમાં

આ છે સૌરાષ્ટ્રનો પહેલો પરિવાર જે ધરાવે છે પોતાનું પ્રાઈવેટ જેટ, જામનગરના પ્રખ્યાત ઉદ્યોગપતિ પરિવારે 15 કરોડના ખર્ચે ખરીદ્યું પ્રાઈવેટ જેટ, જેટમાં સૌથી પહેલા વડિલોને બેસાડી કરાવ્યા દ્વારકાના દર્શન

સૌરાષ્ટ્રવાસીઓ જે પણ કરે છે તેનો ડંકો તો વગાડી જ દે છે. આવું જ કંઈક કર્યું છે સૌરાષ્ટ્રની ધરાના વધુ એક ઉદ્યોગપતિએ જેની ચર્ચાઓ હવે ભારે જોરશોરથી થવા લાગી છે.

ગુજરાતના પૂર્વ મંત્રી હરીદાસ લાલના પુત્ર અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલ જામનગરના ખ્યાતનામ પરિવારમાંથી એક છે તેઓ પોતાની લાઈફસ્ટાઈલના કારણે ખૂબ જ ચર્ચામાં છે. લાલ પરિવારના મોભી શીપીંગ અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમના બિઝનેસનો વ્યાપ દેશભરમાં ફેલાયેલો છે. આ બિઝનેસ અશોકભાઈ, જીતુભાઈ, મિતેશભાઈ અને કૃષ્ય રાજ લાલ સંભાળે છે. આ પરિવાર હાલ ખૂબ જ ચર્ચામાં છે.

image source

આ ચર્ચાનું કારણ છે તેમણે ખરીદેલું 15 કરોડની કીંમતનું 10 સીટનું પ્રાઈવેટ જેટ, જી હાં. જામનગરનો લાલ પરિવાર સૌરાષ્ટ્રનો પ્રથમ પરિવાર છે જેમનું પોતાનું એક પ્રાઈવેટ જેટ હોય. તાજેતરમાં જ લાલ પરિવારે આ પ્લેન ખરીદ્યું છે. પ્લેનની તસવીરો તેમણે ફેસબુક પર પણ શેર કરી છે.

image source

ખાસ વાત એ છે કે આ પરિવાર તેની હાઈફાઈ લાઈફસ્ટાઈલ માટે ચર્ચામાં છે પરંતુ તેમના પરિવારની નવી પેઢી વડિલોના માન સન્માન અને તેમના મહત્વને પણ ખૂબ જાણે અને માને છે. પ્રાઈવેટ જેટની ખરીદી બાદ પરિવારના વડિલોને સૌથી પહેલા પ્લેનમાં બેસાડવામાં આવ્યા અને તેમણે પ્લેનમાં બેસી સૌથી પહેલા દ્વારકાધીશના દર્શન કર્યા હતા. પોતાના પ્રાઈવેટ પ્લેનમાં પરિવારના સભ્યોને લઈ જામનગરથી દ્વારકા તેઓ દર્શને ગયા હતા.

image source

આ પ્રાઈવેટ જેટ ખરીદવાથી લઈ તેની જામનગર ડિલીવરી થઈ તે તમામ ખર્ચ કુલ 15 કરોડ જેટલો થયો છે. આ અંગે જાણવા મળ્યાનુસાર પરિવારનું આ 10 સીટર પ્રાઈવેટ જેટ જામનગર નહીં પરંતુ અમદાવાદ ખાતે રાખવામાં આવશે.

અત્રે જણાવી દઈએ કે જામનગરનો આ પરિવાર જામનગરમાં તેની સેવાકીય પ્રવૃતિ માટે પણ ખૂબ જાણીતો છે. લાલ પરિવાર શ્રી હરીદાસ લાલ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અનેક સેવા કાર્યો કરી જરૂરીયાતમંદોને મદદ પણ કરે છે.

પરિવારના મોભી એવા અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ અને એમનાં સંતાનો અત્યાર સુધી લાખોની કારના શોખીન તરીકે જાણીતા હતા પરંતુ તાજેતરમાં પ્રાઈવેટ જેટ ખરીદી તેઓ સૌરાષ્ટ્રમાં પ્રાઈવેટ પ્લેન ધરાવતા પહેલા ઉદ્યોગપતિ તરીકે ગુજરાતભરમાં પ્રખ્યાત થઈ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત