હવે જામનગરમાં પણ મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિ, ખુદ કલેક્ટરે કહ્યું- દર 5 મિનિટે 1 એમ્બ્યુલન્સ આવે છે, 60 વેઇટિંગમાં છે

હાલમાં તમામ શહેરોની હોસ્પિટલ ફૂલ થઈ રહી છે. ક્યાંય પણ એકેય બેડ નથી મળી રહ્યા અને દરરોજ કોરોનાનો આંકડો વધી જ રહ્યો છે. લાખો લોકોના મોત થઈ રહ્યા છે અને કરોડો લોકો સંક્રમિત પણ થઈ રહ્યા છે. સામે સાજા થનારાનીં સંખ્યા ઘણી ઓછી છે જે ચિંતાનો વિષય છે. ત્યારે હવે તો નાના નાના શહેરોમાં પણ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે કારણ કે જામનગરની જી.જી. હોસ્પિટલમાં બીજા જિલ્લાઓના કોરોનાના દર્દીઓના સતત ધસારાથી સ્થિતિ અત્યંત કફોડી અને કટોકટીભરી બની ગઈ છે.

વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે જી.જી. હોસ્પિટલમાં હાલ એક પણ બેડ ખાલી નથી ત્યારે તંત્ર દ્વારા પણ અન્ય જિલ્લાના દર્દીઓને સારવાર માટે ન આવવા વિનંતી કરવામાં આવી છે. જામનગરમાં પોઝિટિવ દર્દીઓની સામે ડિસ્ચાર્જ દર્દીઓનો રેશિયો પણ ઓછો હોવાના કારણે હોસ્પિટલ પર વધારે ભાર આવી ગયો છે ત્યારે 370 બેડની નવી સુવિધા ઊભી નહીં થાય ત્યાં સુધી જામનગરમાં આ કટોકટી જેવી સ્થિતિ યથાવત જ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે.

image source

હાલની પરિસ્થિતિ જોઈને માફી માંગતા જામનગર જિલ્લાના કલેક્ટર રવિશંકરે કહ્યું કે અમે બહારગામથી આવતા પેશન્ટોને વિનંતી કરીએ છીએ કે તેઓ જામનગર ન આવે, અમે દિલગીર છીએ. કારણ કે, અમારી પાસે 2000 પેશન્ટ છે જે 1232 બેડની હોસ્પિટલમાં હાલ છે, 60 જેટલી એમ્બ્યુલન્સો હોસ્પિટલની બહાર વેઈટિંગમાં છે જેને અમે દાખલ કરી શકતા નથી.

દર 3થી 5 મિનિટે એક એમ્બ્યુલન્સ મોરબી અને રાજકોટથી આવે છે. અમે પેશન્ટને જગ્યા થશે એટલે દાખલ કરીશું, પરંતુ તેના માટે ઓછામાં ઓછા 4 દિવસ લાગશે. પ્લીઝ અમને મદદ કરો. આ સાથે જ લોકોમાં હાહાકાર મચી ગયો છે કે કોરોના હવે નાના શહેરોમાં પણ પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે અને લોકોના ભોગ લઈ રહ્યો છે.

image source

હાલમાં માહોલ એવો થઈ ગયો છે કે ગુજરાતમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે, રાજ્યમાં મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેને કાબૂમાં લેવા અને કોરોનાની ચેન તોડવા લોકડાઉન લાદવા માટે હાઇકોર્ટ, ડોકટરોનાં વિવિધ એસોસિએશન, વેપારી સંગઠનો અને ખુદ પ્રજા પણ લોકડાઉનની તરફેણ કરી રહી છે છતાં સરકાર હજુ કોઈ ચોક્કસ નિર્ણય કે ઉકેલ ના લાવતાં પ્રજામાં ભારે રોષ ફેલાયો છે, સરકાર હજુ કેમ લોકડાઉન નથી કરતી? લોકડાઉન કરવામાં સરકારને શું નડે છે? એ પ્રશ્ન ગુજરાતની જનતામાં ચાલી રહ્યો છે.

જો વાત કરીએ ગુજરાતના કોરોના કેસની તો રાજ્યમાં છેલ્લા 80 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતાં સાજા થનારાની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યારસુધીમાં 4 લાખ 15 હજાર 972ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,494 થયો છે તેમજ અત્યારસુધીમાં 3 લાખ 41 હજાર 724 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 68,754 એક્ટિવ કેસ છે, જેમાંથી 341 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 68,413 દર્દીની હાલત સ્થિર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!