Site icon News Gujarat

શું તમે પણ જમતી વખતે કરો છો આ ભૂલો? તો ચેતી જજો, નહિં તો આ બીમારીઓ શરીરમાં પ્રવેશવા લાગશે

દરેક વ્યક્તિની જમવાની આદત જુદી જુદી હોય છે. પરંતુ ઘણા લોકોની જમવાની આદત સાવ ખોટી હોય છે તેનાથી તેને ઘણું મોટું નુકશાન થઈ શકે છે. આજે આપણે લોકોની જમવાની કઈ આદત ખોટી છે તેના વિષે જાણીએ. ઘણા લોકોની આદત હોય છે કે તે જમીન બેસીને જમતા હોય છે.

image source

ઘણા લોકો ઉતાવળમાં ઊભા-ઊભા જમતા હોય છે. આપણે કેવી રીતે જામીએ છીએ તે ખૂબ મહત્વની બાબત છે. તેની ખોટી રીતથી આપણને ઘણું નુકશાન થઈ શકે છે. તેમાં ઊભા ઊભ જમવું અને જલ્દી જમવાથી આપના સ્વાસ્થ્યને ગંભીર નુકશાન થઈ શકે છે.

ઊભા ઊભા જમવાથી નુકશાન થઈ શકે છે :

image source

સવારે વધારે ભાગદોડ કરવાથી અને સમયનો અભાવ હોવાથી આપણે સ્કૂલ કોલેજ કે ઓફિસ જતાં સમતે મોડુ ન થઈ જાય તેના માટે લોકો ઉતાવળથી નાસ્તો કરતાં હોય છે અથવા ઘણા લોકો ઊભા ઊભ ખાતા હોય છે. એક અભ્યાસ પરથી જાની શકાયું છે કે કોઈ વ્યક્તિ ઊભા રહીને જામે તો તેને ઘણી બધી સમસ્યા ઉદભવી શકે છે.

તેના કારણે શરીરમાં રહેલી ઘણી સ્વાદ ગ્રંથિઓ કામ કરવાનું બંધ કરી દેતી હોય છે. તેનાથી વ્યક્તિ વધારે તનાવમાં રહે છે. આપણે ઊભા રહીએ છીએ ત્યારે જમેલો ખોરાક પચવામાં ઘણો સમય લાગે છે. તેનાથી વધારે ખવાય પણ જાય છે. આવી અનેકવિધ સમસ્યાઓ થાય છે.

image source

ઊભા ઊભા અજમવાથી પોશ્ચર ખરાબ થાય છે :

તમે જ્યારે ઊભા રહીને જમો ત્યારે પોશ્ચર ખરાબ થવાની શક્યતા રહે છે. આપણે જ્યારે ઊભા ઊભા જમતા હોઈએ ત્યારે આપણે વધારે જુકવું પડે છે. તેની સાથે શરીરને રિલેક્સ થવા માટે તેના પર દબાણ વધારે આવે છે. આપણે જો રોજે ઊભા રહીને જામીએ ત્યારે આપના કરોડરજ્જૂ પર પણ ઘણી અસર જોવા મળે છે.

પલાઠી વાળીને જમવું :

image source

જમીન પર પલાઠી વાળીને બેસીને જમવાથી આપનું પોશ્ચર સારું થાય છે. તેથી સાથે રક્તનું પરિભ્રમણ પણ વધારે થાય છે. પલાઠી વાળીને જમવા બેસવાથી સ્નાયુનું ખેંચાણ થતું નથી. નીચે બેસીને જમવાથી આપનું શરીર લચીલું રહે છે અને તેની સાથે પીઠની કોઈ તકલીફ થતી નથી.

પાચન વધારે ખરાબ થાય છે :

જ્યારે આપણે ઉતાવળમાં જામીએ છીએ ત્યારે આપનું પાચન તંત્ર ખરાબ થઈ જાય છે. તેનાથી શરીરમાં વધારાની ચરબી જમા થઈ જાય છે. તેનાથી મેદસ્વીતા જેવી સમસ્યા થઈ શકે છે. તેથી જ્યારે આપણે નીચે બેસીને જામીએ છીએ ત્યારે જલ્દી પેટ ભરાઈ જાય છે અને તેનાથી વજન પણ વધતો નહી તેથી ઉતાવળમાં ક્યારેય પણ ન જમવુ જોઈએ.

image source

ઊભા અથવા ચાલતા ચાલતા ન જમવું :

ઘણા લોકો કોઈના લગ્નમાં કે પાર્ટીમાં જાય ત્યારે ઊભા ઊભા જમતા હોય છે અથવા ઘણા લોકો ચાલતા ચાલતા જમતા હોય છે. તમે પણ આવું કરો તો ધ્યાન રાખજો કે આનાથી તમારા પેટને અને પાચનને નુકશાન થઈ શકે છે.

પેટમાં ગેસ થાય છે :

image source

આપના પેટમાં ઘણા કારણને લીધે ગેસ બનતો હોય છે. ઉતાવળમાં જમવાથી પણ ગેસ બને છે. આમ જમવાથી ખોરાક પચવામાં વાર લગાવે છે. તેનાથી પેટ ભારે લાગે છે અને અપચા જેવી ઘણી સમસ્યા થઈ શકે છે. તેથી હમેશા શાંતિથી અને ચાવીને બેસીને જમવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version