Site icon News Gujarat

જમ્યા પછી ક્યારે પીવું જોઈએ પાણી, નિયમ જાણી લેશો તો નહીં થાઓ રોગનો શિકાર

સ્વસ્થ શરીર માટે અને જીવન જીવવા માટે જેટલું જરૂરી ભોજન છે તેટલું જ જરૂરી પાણી પણ છે. શરીરમાં પાણીની માત્રા યોગ્ય પ્રમાણમાં જળવાઇ રહે તે ખુબ જ જરૂરી હોય છે. પરંતુ એક એવો સમય પણ હોય છે જ્યારે પાણી પીવાથી તે સ્વાસ્થ્ય માટે લાભદાયી બદલે નુકસાનકારક સાબિત થાય છે. આવું જ સમય હોય છે જમ્યા પછી નો. જમ્યા પછી તુરંત જ પીધેલું પાણી શરીર માટે નુકસાનકારક હોય છે જો તમને પણ આવી આદત હોય તો આજથી જ તેને બદલી દો.

image source

આયુર્વેદ અનુસાર જમ્યા પછી તુરંત જ પીધેલું પાણી શરીર માટે ઝેર જેટલું ખતરનાક સાબિત થાય છે.. જોકે ખૂબ જ જરૂરી હોય તો થોડું પાણી પી શકાય છે પરંતુ વધારે પ્રમાણમાં પાણી પીવું શરીરમાં બીમારીઓ ને આમંત્રણ આપે છે.

ભોજન પછી તુરંત પાણી પીવાથી થાય છે આવા નુકસાન

image source

1. જ્યારે પણ આપણે ભોજન કરીએ છીએ ત્યાર પછી આપણું પાચનતંત્ર ભોજનને પચાવવા અને તેને એનર્જીમાં બદલવાની પ્રોસેસ શરૂ કરે છે. તેમાં જો ભોજન પછી તુરંત જ પાણી પી લેવામાં આવે તો ખોરાકને પચાવવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે તેના કારણે ખોરાકને પચવામાં પણ સમય લાગે છે. તેના કારણે કબજિયાત અને અપચાની સમસ્યા પણ થઈ શકે છે.

2. પોષક તત્વ

શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે તે માટે આપણે ભોજન કરીએ છીએ. આ પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ જો જમ્યા પછી તરત જ પાણી પીવામાં આવે તો ખોરાક જલ્દીથી આંતરડા સુધી પહોંચી જાય છે અને તેના પોષક તત્વો શરીરને મળતા નથી.

3. વજન વધવુ

image source

ખોરાક ખાધા પછી તુરંત જ પાણી પી લેવાથી વજન વધવાની સમસ્યા થવા લાગે છે. કારણ કે ખોરાક પચી શકતો નથી અને ખોરાકમાં રહેલો ગ્લુકોઝ ફેટ બની જાય છે તેના કારણે શરીરનું વજન ઝડપથી વધે છે.

4. હાઈપરએસીડીટી

ભોજન કર્યા પછી તરત જ પાણી પી લેવાથી શરીરમાં ખોરાક ખરાબ થવા લાગે છે અને ગેસ બને છે. તેમાં પણ જો તળેલું કે મસાલેદાર ભોજન કર્યું હોય તો તરત જ પાણી પીવાથી માથાનો દુઃખાવો એસીડીટી થઈ શકે છે.

5. બ્લડ શુગર લેવલ

image source

ભોજન કર્યા પછી થોડીવાર બાદ પાણી પીવાથી કોઈ સમસ્યા થતી નથી. પરંતુ ભોજન પછી તુરંત કે ભોજનની વચ્ચે વચ્ચે પણ પાણી પીવાથી બોડીમાં ઇન્સ્યુલિનનું લેવલ વધી જાય છે.

Exit mobile version