જાનમાં ફટાકડા ફોડવા દરમિયાન લાગી ભીષણ આગ, આટલી બધી દુકાનો બળીને થઇ ગઇ ખાખ અને થયું લાખોનું નુકસાન, જાણો ક્યાં બની આ ઘટના

લગ્નોમાં ફટાકડા ફોડવાનું એક ચલણ કાયમી થઈ ગયું છે. સામાન્ય રીતે ફટાકડા તમને દિવાળીના દિવસો દરમિયાન ફૂટતા જોવા મળે છે અને બીજી વાર ત્યારે જોવા મળે છે જ્યારે કોઈના લગ્ન હોય, કોઈની જાન જઈ રહી હોય ત્યારે આ દ્રશ્ય જોવામાં આવતું હોય છે.

image source

દિવાળી પહેલાં દેશના વિવિધ રાજ્યોમાંના ફટાકડાના કારખાનાઓમાં કેટલીએ જગ્યાએ આગના બનાવો બનતા હોય છે અને માત્ર એક દુકાન જ નહીં પણ દુકાનોની આખીને આખી હરોળો ભસ્મિભૂત થઈ હોવાના સમાચાર આપણને મળતા હોય છે. આ ઉપરાંત દિવાળી દરમિયાન બાળકોને પણ ફટાકડાના કારણે નાની-મોટી ઇજાઓ થતી હોય છે. અને હવે એક સમાચાર મળ્યા છે તે પ્રમાણે એક લગ્ન દરમિયાન ફટાકડાના કારણે દુકાનોમાં આગ લાગી ગઈ હતી.

image source

ગાઝીપુર જિલ્લાના કરંડા વિસ્તારના મેદનીપુર બજારમાંથી એક જાન પસાર થઈ રહી હતી અને તે વખતે ફટાકડા ફોડવામા આવી રહ્યા હતા. અને ત્યારે અચાનક જ ત્યાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ બનાવમાં બાર કરતાં પણ વધારે દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી અને 50 લાખ કરતાં પણ વધારે સંપત્તિનું નુકસાન થયું હતું. ઘટનાની જાણકારી મળ્યાના લગભગ બે કલાક બાદ ઘટનાસ્થળે અગ્નિશામક
દળ પહોંચ્યું હતું. અને તેમણે સવારના સાડા નવ વાગ્યા સુધી આગ ઓલવવાનું કામ કર્યું હતું.

આગમાં હજારો રૂપિયાની રોકડ સહિત ઘણું બધું બળીને ખાખ થઈ ગયું છે.

image source

કોરોના સંક્રમણ તેમજ લોકડાઉનમાં આર્થિક તંગી ભોગવી રહેલા દુકાનદારો કોઈ રીતે અનલોકમાં પોતાની જાતને સંભાળી રહ્યા હતા. આ દરમિયાન સોમવારની રાત્રે આગના આ અકસ્માતે જાણે તબાહી જ મચાવી દીધી હતી. બધુ જ બળીને ખાખ થઈ ગયું. મોડી સાંજે મેદનીપુર બજારમાં સૈદપુરથી જાન આવી હતી. જાન ગામના રામાધીન યાદવને ત્યાં જઈ રહી હતી.

image source

જાનૈયાઓ ખુશીથી નાચી રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર નાચવા-ગાવાનું, ફટાકડા ફોડવાનું વિગેરે ચાલી રહ્યું હતું. ત્યારે જ અચાનક એક નાનકડા તણખલાએ બજારનાની કેટલીક દુકાનોને પોતાની ઝપટમાં લઈ લીધી અને જોત જોતામાં ભીષણ આગ લાગી ગઈ હતી. ધીમે ધીમે કરીને બજારની ઘણી બધી દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી.

image source

આમ એક સુખદ પ્રસંગ અચાનક દુઃખમાં ફેરવાઈ ગયો. હાલ જે રીતે આખા દેશમાં કોરોનાની મહામારી ફેલાઈ છે અને તેના કારણે બજારમાં જે મંદી આવી છે, હજારોની સંખ્યામાં લોકો બેરોજગાર બન્યા છે તેવા સમયમાં આ પ્રકારની હોનારત ઘણા બધા પરિવારોને બરબાદ કરનારી પણ બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત