Site icon News Gujarat

ગુજરાતના લિંગાથી ચોરાયેલું પૌરાણિક મહત્વ ધરાવતું રાજા જનકનું કડુ ચમત્કારી રીતે પરત આવ્યું મહારાષ્ટ્રથી.. જાણો સમગ્ર ઘટના

થોડા સમય પહેલા ગુજરાતના ડાંગ જિલ્લાના લીંગા ગામે એક ઘટના બની હતી જેના કારણે અહીંના 2 ગામોમાં હોળીનો તહેવાર ઉજવાયો ન હતો.

image source

આ ઘટના હતી કે અહીંથી પૌરાણિક મહત્વ ધરાવતું રાજા જનકનું પંચધાતુથી બનેલુ કડું ચોરાઈ ગયું હતું. જો કે હવે આ કડું મહારાષ્ટ્રના ગડી ગામ ખાતેથી મળી આવ્યું છે. આ વાતથી રાજ પરિવાર તેમજ ગ્રામજનોને રાહતનો શ્વાસ લીધો છે. હવે આ કડાનું શુદ્ધિકરણ કરાશે અને તેને તેના સ્થાન પર સ્થાપિત કરવામાં આવશે.

આ ઘટનાની વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં લીંગા ગામે રાજાના ઘરેથી જ ગ્રામજનોની આસ્થાનું કેન્દ્ર હોય તેવું આ કડું ખોવાઈ જતાં લીંગા તેમજ ખડકવહળી ગામના આદિવાસી લોકો નિરાશ થયા હતા. આ લોકોએ તેમના સૌથી મોટા તહેવાર હોળીની ઊજવણી પણ આ ખરાબ સમાચાર બહાર આવતા મોકુફ રાખી હતી. એટલું જ નહીં સ્થાનિકોએ નિર્ધાર કર્યો હતો કે જયાં સુધી કડું મળે નહી ત્યાં સુધી હોળી નહીં ઉજાવાય.

image source

હોળીનાં પાંચકા દરમિયાન કડું નહી મળતાં આ વર્ષની હોળી રદ કરી દેવાઈ હતી. જો કે આ મામલે સ્થાનિકોને માર મારવાની ફરિયાદ પણ સાપુતારા પોલીસમાં નોંધાઈ હતી. પરંતુ આ ઘટનાઓ વચ્ચે અને મહિનાઓનો સમય વિત્યા બાદ હવે આ કડું મહારાષ્ટ્રના ગડી ગામેથી મળી આવતા તેને રાજાને સોંપી દેવામાં આવ્યું છે.

image source

જો કે આ મામલે સ્થાનિક રાજાનું જણાવવું છે કે કડું ચમત્કારી છે અને તેને ખોટી રીતે લઈ પોતાની પાસે રાખનારને તેનું ફળ મળ્યું અને કડું પરત તેના સ્થાને આવી ગયું છે. સ્થાનિકોમાં ચર્ચા એવી પણ છે કે મહારાષ્ટ્ર રાજ્યના ગડી ગામના જે શખ્સે આ કડુ લીધું હતું તેણે માનસિક સંતુલન ગુમાવી દેતા તેના પરિવારજનોએ રાજાનો સંપર્ક સાધી કડું તેમને પાછું સોંપી દીધું છે. રાજા પણ આ મામલે કહે છે કે કડું તેમને કોણ આપી ગયું તેનું નામ ખબર નથી પરંતુ જોયા બાદ તેને ઓળખી શકે છે.

image source

જો કે કડું મહારાષ્ટ્રમાંથી મળી આવતા અગાઉ જેના પર ચોરીનો આક્ષેપ કરી હુમલો કરવામાં આવ્યો હતો તેવા રાણીમાના પુત્રએ હવે વિરોધ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું છે કે તેની માતા પર ખોટો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરંતુ તેના પર થયેલા હુમલા બાદ તેણે ગામ છોડી દીધું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version