જાણી લો દુનિયાના આ 7 સૌથી સુંદર મંદિર વિશે, જ્યાં પગે લાગતાની સાથે જ મન થઇ જાય છે પ્રફુલ્લિત

વિશ્વમાં અનેક મંદિરો એવા છે જેની ખાસિયતો અને નામ પણ આપણે ભાગ્યે જ જાણતા હોઈએ છીએ. આજે આપણે વિશ્વના આ મંદિરો વિશે વાત કરીશું કે જે શાંતિ, વિશ્વાસ, પરંપરા, પ્રતિષ્ઠાના સૂચક માનવામાં આવે છે. આ મંદિરોની અલગ જ ખાસિયત પણ છે. જાણમો કયા મંદિરની શું ખાસિયત છે અને તે ક્યાં આવેલા છે તે વિશે પણ.

બેંકોકનું બૈચમબોફિટ મંદિર

image source

બેંકોંકમાં બનેલું આ મંદિર એક વાર કોઈ જોઈ લે તો તેને જોતું જ રહી જાય છે. આ મંદિર ઈતાવલી સંગેમરમરથી બન્યું છે. આ કારણે તેને માર્બલ ટેમ્પલ પણ કહેવાય છે. અહીં મંદિરની નજીકમાં નાના તળાવ છે અને તેમાં માછલી, કાચબા રહે છે. અહીં આવનારા પ્રવાસીઓ તેને અહીંથી ખરીદીને પણ લઈ જાય છે.

image source

જાપાનનું કોટકોકૂ ટેમ્પલ

image source

ગૌતમ બુદ્ધનું આ મંદિર જાપાનામાં ફેમસ છે. તે જાપાનના કામાકુરામાં આવ્યું છે. 13મી સદીમાં આ મંદિર બન્યું હોવાનું માનવામાં આાવી રહ્યું છે. મંદિર ટોક્યોની નજીક છે અને આ મંદિરની નજીક શીટો મંદિર પણ છે જે યુનેસ્કોના લિસ્ટમાં સામેલ છે. મંદિરમાં બુદ્ધની પ્રતિમા 43.8 ફીટ ઉંચી છે અને 93 ટન વજનની છે.

દિલ્હીનું લોટસ મંદિર

image source

આ મંદિર રાજધાની દિલ્હીમાં છે અને સાથે જ મંદિર લોટસ ફ્લાવરમાં એટલે કે કમળના આકારમાં બનાવીને તૈયાર કરાયું છે. આ મંદિરમાં કાયમ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે.

અમૃતસર, ગોલ્ડન મંદિર

image source

ગોલ્ડને કે સ્વર્ણ મંદિર વિશે તમને દરેકને ખ્યાલ હશે. આ પંજાબના અમૃતસર શહેરમાં આવેલું છે. સ્વર્ણ મંદિરનો ઉપરનો ભાગ સોનાનો બનેલો છે. આ કારણે તેને કોઈ પણ આ મંદિરને સ્વર્ણ મંદિરના નામે ઓળખે છે. શ્રીહરિબાબાસાહેબ મંદિર તરીકે પણ ઓળખાય છે. મળતી માહિતી અનુસાર 1588માં ગુરુદ્વારાનો પાયો રખાયો હતો.

બીજિંગ. હૈવેન મંદિર

image source

બીજિંગમાં બનેલું હૈવેન મંદિર સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું પ્રતીક છે. આ મંદિરમાં તમે જશો તો ફક્ત શાંતિ નહીં પણ પ્રાકૃતિક સુંદરતાને અનુભવી શકશો.

બેલગ્રેડ, સેંટ સાવા મંદિર

image source

બેલગ્રેડમાં બનેલું સેંટ સાવા મંદિર ચર્ચ તરીકે પણ જાણીતું છે. આ મંદિરની સુંદરતા કોઈ એકવાર જોઈ લે તો તે હેરાન રહી જાય છે.

થાઈલેન્ડનું વાટ રોંગ ખૂન મંદિર

image source

થાઈલેન્ડમાં બનેલું આ મંદિર સુંદર મંદિરોમાંનું એક છે. ત્યાં સુધી પહોંચવા એક પુલ પાર કરવાનો રહે છે. આ મંદિર પણ દુનિયાના સુંદર મંદિરોમાંનું એક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત