ક્યારે છે પોષ માસની સ્કંદ ષષ્ઠી વ્રત, જાણો અને નોંધી લો તમે પણ આ તારીખો

સ્કંદ ષષ્ઠી વ્રત 18 જાન્યુઆરીએ છે. આ વ્રત ભગવાન કાર્તિકેય માટે કરવામાં આવે છે. હિન્દૂ પંચાંગ અનુસાર સ્કંદ ષષ્ઠીનું વ્રત દર મહિને શુક્લ પક્ષની છઠના દિવસે કરવામાં આવે છે. એટલે પોષ શુક્લ પક્ષની છઠની તિથિએ આ વ્રત કરવામાં આવે છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં સ્કંદ ષષ્ઠી વ્રત ખૂબ જ લોકપ્રિય છે. ભગવાન કાર્તિકેય ભગવાન શિવ અમે માતા પાર્વતીના મોટા પુત્ર છે.

image source

સ્કંદ ષષ્ઠી તિથિ 2021.

જાન્યુઆરી 18, 2021, સોમવાર

ફેબ્રુઆરી 17, 2021, બુધવાર.

માર્ચ 19, 2021, શુક્રવાર.

એપ્રિલ 18, 2021, રવિવાર.

મે 17, 2021, સોમવાર.

જૂન 16, 2021, બુધવાર.

જુલાઈ 15, 2021, ગુરુવાર.

ઓગસ્ટ 13, 2021, શુક્રવાર.

સપ્ટેમ્બર 12, 2021 રવિવાર

ઓક્ટોબર 11, 2021, સોમવાર.

નવેમ્બર 9, 2021 મંગળવાર

ડિસેમ્બર 9, 2021, ગુરુવાર

સ્કંદ ષષ્ઠી વ્રત વિધિ.

સવારે જલ્દી ઉઠો અને ઘરની સાફ સફાઈ કરો.

એ પછી સ્નાન- ધ્યાન કરીને સર્વપ્રથમ વ્રતનો સંકલ્પ લો.

image source

પૂજા ઘરમાં માતા ગૌરી અને શિવજી સાથે ભગવાન કાર્તિકેયની મૂર્તિ સ્થાપિત કરો.

પૂજા જળ, ફળ, ફૂલ, સુકામેવા, નાળાછડી, દીવો, ચોખા, હળદર, ચંદન, દૂધ, ગાયનું ઘી, અત્તર વગેરેથી કરો.

છેલ્લે આરતી કરો.

image source

અને સાંજે કીર્તન- ભજ પૂજા પછી આરતી કરો.

એ પછી ફરાળ કરો.

સ્કંદ ષષ્ઠીનું ધાર્મિક મહત્વ.

ધાર્મિક માન્યતા અનુસાર, સ્કંદ ષષ્ઠીના દિવસે ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. એમની પૂજાથી જીવનમાં દરેક તકલીફો દૂર થાય છે અને વ્રત કરનારને સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. સાથે જ સંતાનના કષ્ટોને ઓછા કરે છે અને એમના સુખની કામના માટે આ વ્રત કરવામાં આવે છે. જો કે આ તહેવાર દક્ષિણ ભારતમાં ખાસ કરીને ઉજવવમાં આવે છે.

image source

દક્ષિણ ભારતમાં ભગવાન કાર્તિકેયને સુબ્રહ્મણયમના નામે ઓળખવામાં આવે છે. એમની પ્રિય ફૂલ ચંપા છે. એટલે આ વર્તને ચંપા છઠના નામે પણ ઓળખવામાં આવે છે. એક બીજી માન્યતા અનુસાર એ પણ કહેવામાં આવે છે કે સ્કંદ ષષ્ઠીના દિવસે ભગવાન કાર્તિકેયએ તારકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો.

આવી રીતે થયો હતો ભગવાન કાર્તિકેયનો જન્મ.

કુમાર કાર્તિકેયના જન્મનું વર્ણન આપણને પુરાણોમાં મળે છે. જ્યારે દેવલોકમાં અસુરો આતંક મચાવતા હતા, ત્યારે દેવતાઓને પરાજયનો સામનો કરવો પડતો હતો. સતત રાક્ષસોના વધતા આતંકને જોયા દેવતાઓએ ભગવાન બ્રહ્મા પાસે મદદ માંગી હતી. ભગવાન બ્રહ્માએ જણાવ્યું કે ભગવાન શિવના પુત્ર દ્વારા આ અસુરોનો નાશ થશે, પણ એ કાલ ચક્રમાં માતા સતીના વિયોગમાં ભગવાન શિવ સમાધિમાં લિન હતા.

image source

ઇન્દ્ર અને બધા દેવતાઓએ ભગવાન શિવને સમાધિમાંથી જગાડવા માટે ભગવાન કામદેવની મદદ લીધી અને કામદેવે ભસ્મ થઈને ભગવાન ભોલેનાથની તપસ્યા ભંગ કરી. એ પછી ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા અને બંને દેવદારૂ વનમાં એકાંતવાસ માટે જતા રહ્યા. એ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી એક ગુફામાં નિવાસ કરી રહ્યા હતા.

એ સમયે એક કબૂતર ગુફામાં જતું રહ્યું હતું અને એને ભગવાન શિવના વીર્યનું પાન કરી લીધું પણ એ એને સહન ન કરી શક્યું અને ભાગીરથીને સોંપી દીધું. ગંગાની લહેરોના કારણે વીર્ય 6 ભાગમાં વહેંચાઈ ગયું અને એનાથી 6 બાળકોનો જન્મ થયો. આ 6 બાળકો મળીને 6 માથાવાળા બાળક બની ગયા. આ રીતે કાર્તિકેયનો જન્મ થયો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ