આનંદો! રાજ્યના આ જિલ્લામાં હવે ડિજેના તાલે નિકળશે જાન, તંત્રએ આપી આ મંજૂરી

રાજ્યમાં કોરોનાના કહેરના કારણે મોટા ભાગના ઉત્સવો લોકોએ ઘરે રહી જે ઉજવ્યા આ ઉપરાંત લગ્નની સિઝન પણ ન કે બરાબર રહી. કારણે કે દિવાળી બાદ કોરોનાના કેસમાં આવેલા ઉછાળાને કારણે રાત્રી કર્ફ્યૂથી લઈને લગ્ન માટે આકરા પ્રતિબંધો લગાવી દીધા હતા. તો બીજી તરફ લગ્નમાં ડીજે અને વરઘોડા કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ખાસ કરીને રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું હતું જેને કારણે રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો જે હજુ ચાલુ જ છે. જો કે કોરોનાના કેસ ઘટતા થોડી ઘણી સરકારે છૂટ આપી છે.

નર્મદા જિલ્લામાં તંત્રએ આપી આ છૂટછાટ

image source

તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા 15 કે 20 દિવસથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે. કોરોનાના ઘટેલા કેસોના કારણે નર્મદા જિલ્લાને તેનો ફાયદો થયો છે. મળતી માહિતી પ્રમાણે નર્મદા જિલ્લામાં હવે રાત્રે 10 વાગ્યા સુધી બેન્ડ વાજા વગાડવા માટેની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી છે અને જો કે આ મંજૂરી 100 લોકોના જાહેરનામા અંતર્ગત જ આપવામાં આવશે. જેથી નર્મદાવાસીમાં ખુશની લહેર જોવા મળી રહી છે. આ ઉપરાંત હવે લોકો ડીજેના તાલે નાચી શકશે અને લગ્નનો આનંદ માણી શકશે.

કોરોનાના સંક્રમણના કારણે લોકોએ લગ્ન સાદાઈથી કરવા પડ્યા

image source

નોંધનિય છે લગ્નની મજા ડીજે અને વરઘોડા વગર ફક્કી લાગે છે. પંરતુ કોરોનાના સંક્રમણના કારણે લોકોએ લગ્ન સાદાઈથી કરવા પડ્યા હતા ઘણા લોકોએ તો લગ્ન કેન્સલ પણ કરી નાખ્યા હતા. અત્યારે રાજ્યમાં લગ્ન પ્રસંગમાં 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી રહી છે અને આ પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે નર્મદા જિલ્લામાં લગ્નમાં બેન્ડવાજા અને ડીજે વગાડવા બાબતે રાત્રે 10 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે નર્મદામાં 100 લોકોના જાહેરનામાનુ પાલન કરીને લોકો લગ્નમાં બેન્ડવાજા અને ડીજેના તાલે જાન કાઢી શકશે અને લગ્નનો આનંધ માણી શકશે.

ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને સાઉન્ડના ધંધાર્થીઓને પડ્યો હતો મોટો ફટકો

image source

તમને જણાવી દઈએ કે નર્મદામાં આ પ્રકારે તંત્ર દ્વારા છૂટ આપવામાં આવતા આગામી દિવસોમાં રાજ્યમાં અન્ય શહેરોમાં પણ બેન્ડવાજા અને આ પ્રકારે મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં કોરોનાના કેસ સિંગલ ડિજીટમાં આવી રહ્યા છે. એવામાં થોડા ઘણી છૂટ તંત્ર દ્વારા આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે કોરોનાને કારણે લાગુ કરવામં આવેલા લોકડાઉનના કારમે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર થી લઈને સાઉન્ડના ધંધા સાથે સંકડાયેલા લોકોના ધંધા સાવ પડી ભાગ્યા છે.

image source

તેમને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. આ વર્ષે એક પણ સીઝનમાં કમાણી કરવાનો મોકો મળ્યો નથી. ત્યારે સાઉન્ડ એસોસિયન અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝરોએ અવાર નવાર રાજ્ય સરકારને છૂટ આપવા બાબતે રજૂઆતો કરી હતી જેથી તેમને થોડી ઘણી કમાણી થાય અને તેમને ઘર ચલાવવામાં મુશ્કેલી ન પડે. નર્મદા જિલ્લામાં છૂટ મળતા તેઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં આશા રાખીએ કે બીજા વિસ્તારોમાં પણ થોડા ઘણી છૂટ મળે અને અમારા ધંધારોજગાર ફરી ચાલુ થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત