પુનર્જન્મ સાથે જોડાયેલી આ સાચી ઘટનાઓ વિષે જાણી તમે પણ રહી જશો ચકીત

જેમ ભૂત, પ્રેત, આત્મા સાથે જોડાયેલી ઘટનાઓ હંમેશા એક વાતનો વિષય બની જાય છે તેવી જ રીતે પુનર્જન્મ સાથે જોડાયેલી ઘટનાઓ અને વાર્તાઓ પણ હંમેશા એક વિવાદનો વિષય બની જાય છે. તેના પર વિશ્વાસ અને અવિશ્વાસ કરનારા બન્ને મોટી શંખ્યામાં છે, જેમની પાસે પોત પોતાના તર્ક છે. યહુદી, ક્રીશ્ચિયન અને ઇસ્લામ ત્રણ ધર્મો પુનર્જમમમાં વિશ્વાસ નથી કરતા, તેનાથી વિરપીત હિદૂ, જૈન અને બૌદ્ધ ધર્મ પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે. હિન્દુ ધર્મ પ્રમાણે મનુષ્યનું માત્ર શરીર જ મરે છે તેમની આત્મા નહીં. આત્મા એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે, તેને પુનર્જન્મ કહે છે. જો કે નવો જન્મ લીધા બાદ પહેલાના જન્મની યાદો ખૂબ જ ઓછા લોકોને રહે છે. માટે આવી ઘટનાઓ ક્યારેક ક્યારેક જ સામે આવે છે. પુનર્જન્મની ઘટનાઓ ભારત સહિત દુનિયાના ઘણા બધા ભાગોમાં
સાંભળવા મળી છે.

પુનર્જન્મ ઉપર થયેલી શોધો

image source
પુનર્જન્મ ઉપર અત્યાર સુધીમાં થયેલા સંશોધનોમાં બે સંશોધન ખૂબ જ મહત્ત્વના છે. પહેલી શોધ અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટિના વૈજ્ઞાનીક ડો. ઇયાન સ્ટીવેન્સનની છે. તેમણે 40 વર્ષ સુધી આ વિષય પર સંશોધન કર્યું ત્યાર બાદ તેના પર પુસ્તક લખ્યું, ‘રિઇન્કાર્નેશન એન્ડ બાયોલોજી’ જે પુનર્જન્મ સાથે સંબંધીત સૌથી મહત્વનું પુસ્તક માનવામાં આવે છે. બીજું સંશોધન બેંગલુરુની નેશનલ ઇસટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાઇંસીઝમાં ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ તરીકે કામ કરતા ડો. સતવંત પસરિયા દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે પણ એક પુસ્તક લખ્યું ‘શ્ક્લેમ્સ ઓફ રિઇન્કાર્નેશનરૂ એમ્પિરિકલ સ્ટી ઓફ કેસીસ ઇન ઇન્ડિયા’. તેમાં 1973 બાદથી ભારતમાં થયેલી 500 પુનર્જન્મની ઘટનાઓનો ઉલ્લેખ છે. ગીતાપ્રેસ ગોરખપુરના પણ પોતાના એક પુસ્તકમાં ‘પરલોક ઔર પુનર્જન્માંક’માં આવી ઘટનાઓનું વર્ણન કરવામા આવ્યું છે. અમે તેમાંથી 10 ઘટનાઓ વિષે અહીં તમને માહિતી
આપવા જઈ રહ્યા છીએ.

પહેલી ઘટના

image source

આ ઘટના વર્ષ 1950ના એપ્રિલ મહિનાની છે. કોસીકલાં ગામમાં રહેતા ભોલાનાથ જૈનના પુત્ર નિર્મલનું મૃત્યુ ચેચકના કારણે થઈ ગયું હતું. આ ઘટનાના બીજા વર્ષે એટલે કે 1951માં છત્તાં ગામના રહેવાસી બી.એલ. વાષ્રણેયના ઘરમાં પુત્રનો જન્મ થયો. તે બાળકનું નામ પ્રકાશ રાખવામા આવ્યું. પ્રકાશ જ્યારે સાડા ચાર વર્ષનો થયો ત્યારે એક દિવસ અચાનક બોલવા લાગ્યો – હું કોસીકલાંમાં રહું છું. મારું નમ નિર્મલ છે. હું મારા જુના ઘરમાં જવા માગું છું. આવું તે કેટલાએ દિવસો સુધી કહેતો રહ્યો. પ્રકાશને સમજાવવા માટે એક દિવસ તેમના કાકા તેને કોસીકલાં લઈ ગયા. આ વર્ષ 1956ની વાત છે. કોસીકલા જઈને પ્રકાશને જૂની વાતો યાદ આવવા લાગી. સંજોગઅવશાત તે દિવસે પ્રકાશની મુલાકાત તેના પૂર્વ જન્મના પિતા ભોલાનાથ જૈન સાથે ન થઈ શકી. પ્રકાશે આ જન્મના પરિવારજનો ઇચ્છતા હતો કે તે
પોતાની જૂની વાતો ભૂલી જાય. ખૂબ સમજાવ્યા બાદ પ્રકાશ જૂની વાતો ભૂલવા લાગ્યો પણ તેની પૂર્વ જન્મની સ્મૃતિ પુર્ણ રીતે નષ્ટ ન થઈ શકી. વર્ષ 1961માં ભોલાનાથ જૈનનું છત્તા ગામમાં જવાનું થયું. ત્યાં તેમને ખબર પડી કે અહીં પ્રકાશ નામનો કોઈ છોકરો છે જે તેમના મૃત પુત્ર નિર્મલ વિષે વાત કરે છે. આ સાંભળીને તે વાષ્રેણેય પરિવાર પાસે ગયા. પ્રકાશે તરત જ તેમના પૂર્વ જન્મના પિતા તરીકે તેમને ઓળખી લીધા. તેણે પોતાના પિતાને ઘણી બધી એવી વાતો જણાવી જે માત્ર તેમનો દિકરો નિર્મલ જ જાણતો હતો.

બીજી ઘટના

image source

વર્ષ 1960માં પ્રવીણચંદ્ર શાહને ત્યાં પુત્રીનો જન્મ થયો. તેનું નામ રાજૂલ રાખવામા આવ્યું. રાજૂલ જ્યારે 3 વર્ષની થઈ ત્યારે તે તેજ જિલ્લાના જૂનાગઢમાં પોતાના પાછલા જન્મની વાતો બતાવવા લાગી. તેણીએ જણાવ્યું કે ગયા જન્મમાં તેણીનું નામ રાજૂલ નહીં પણ ગીતા હતું. પહાલ તો માતા- પિતાએ તેણીની વાતો પર ધ્યાન ન આપ્યું પણ જ્યારે રાજૂલના દાદા વજુભાઈ શાહને તે વાતની ખબર પડી ત્યારે તેમણે તેની તપાસ કરાવડાવી. જાણકારી મળી કે જૂનગઢના ગોકુલદાસ ઠક્કરની દીકરી ગીતાનું મૃત્યુ ઓક્ટોબર 1959માં થયું હતું. તે સમયે તેણી અઢી વર્ષની હતી. વજુભાઈ શાહ 1965માં પોતાના કેટલાક સંબંધીઓ અને રાજૂલને લઈને જૂનાગઢ ગયા હતા. ત્યાં રાજૂલે પોતાના પૂર્વજન્મના માતા-પિતા તેમજ બીજા સંબંધીઓને ઓળખી લીધા. રાજૂલે પોતાનુ ઘર અને તે મંદીર પણ ઓળખી લીધું જ્યાં તેમની માતા સાથે તેણી પૂજા કરતી હતી.

ત્રીજી ઘટના

image source

મધ્ય પ્રદેશના છત્રપુર જિલ્લામાં એમ.એલ મિશ્ર રહેતા હતા. તેમની એક દીકરી હતી, જેનું નામ  સ્વર્ણલતા હતું. બાળપણથી જ સ્વર્ણલતા કહેતી હતી કે તેનું સાચુ ઘર કટનીમાં છે અને તેના બે દીકરા પણ છે. પહેલા તો ઘરના લોકો તેની વાતો પર ધ્યાન નહોતા આપતા પણ જ્યારે વારંવાર તેણી આ વાતો કરવા લાગી ત્યારે ઘરના લોકો સ્વર્ણલતાને કટનીમાં લઈ ગયા. કટની જઈને સ્વર્ણલતાને પૂનર્જન્મના પોતાના બન્ને દીકરાઓ ઓળખી લીધા. તેણે બીજા લોકો, જગ્યાઓ, વસ્તુઓને પણ ઓળખી લીધી. તપાસ કર્યા બાદ ખબર પડી કે તે ઘરમાં 18 વર્ષ પહેલાં બિંદિયાદેવી નામની મહિલાનું મૃત્યુ હૃદય બંધ થવાઈ થયું હતું. સ્વર્ણલતાએ એ પણ જણાવી દીધું કે તેણીના મૃત્યુ બાદ ઘરમાં શું-શું બદલાયું હતું. બિંદિયાદેવીના ઘરના લોકો પણ સ્વર્ણલતાને અપનાવી લીધી અને તે જ માન-સમ્માન આપ્યું જે બિંદિયાદેવીને મળતું હતું.

ચોથી ઘટના

image source

આ ઘટના આગરાની છે. અહીં કોઈક સમયે પોસ્ટ માસ્ટર પી.એન. ભાર્ગવ રહેતા હતા. તેમની એક પુત્રી હતી જેનું નામ મંજુ હતું. મંજુએ અઢી વર્ષની ઉંમરમાં જ એ કહેવાનુ શરૂ કરી દીધું હતું કે તેના બે ઘર છે. મંજુએ તે ઘર વિષે પોતાના પિરવારને પણ જણાવતી હતી. પેહલા તો કોઈએ મંજીની વાત પર વધારે ધ્યાન ન આપ્યું પણ જ્યારે ક્યારેય મંજુ ધુલિયાગંજ, આગરાના એક ખાસ મકાનની સામેથી નીકળી ત્યારે કહેતી હતી કે તે મારું ઘર છે. એક દિવસ મંજુને તે ઘરમાં લઈ જવામા આવી. આ મકાનના માલિક પ્રતાપસિંહ ચતુર્વેદી હતા. ત્યાં મંજુએ ગણી એવી વાતો જણાવી જે તે ઘરમાં રહેતા લોકો જ જાણતા હતા. પછીથી ખબર પડી કે શ્રીચતુર્વેદીના કાકી (ફિરોઝાબાદ સ્થિત શ્રીવિશ્વેશ્વરનાથ ચતુર્વેદીના પત્ની)નું નિધન 1952માં થયું હતું. અનુમાન એવું લગાવવામા આવ્યું કે તેમનો જ પુનર્જમન્મ મંજુ
સ્વરૂપે થયો છે.

પાંચમી ઘટના

image source

વર્ષ 1956ની વાત છે. દિલ્લીમાં રહેતા ગુપ્તાજીના ઘે પુત્રને જન્મ થયો. તેનું નામ ગોપાલ રાખવામા આવ્યું. ગોપાલ જ્યારે થોડો મોટો થયો ત્યારે તેણે જણાવ્યું કે પૂર્વ જન્મમાં તેનું નામ શક્તિપાલ હતું અને તે મથુરામાં રહેતો હતો, મારા ત્રણ ભાઈઓ હતા અને તેમાંના એકે તેને ગોળી મારી દીધી હતી. મથુરામાં સુખ સંચારક કંપનીના નામથી મારી એક દવાની દુકાન પણ હતી. ગોપાલના માતાપિતાએ પહેલા તો તેની વાતને સાવ બકવાસ જ માની પણ વારંવાર એકની એક વાત તે કરતો હોવાથી ગુપ્તાજીએ પોતાના કેટલાક મિત્રો પાસે તેની પૂછપરછ કરાવી. જાણકારી મળી કે મથુરામાં સુખ સંચારક કંપનીના માલિક શક્તિપાલ શર્માની હત્યા તેમના ભાઈએ ગોળી મારીને કરી હતી. જ્યારે શક્તિપાલના પરિવારને આ વિષે ખબર પડી ત્યારે કે દિલ્લીમાં તેમનો દીકરો ગયા જન્મમાં શક્તિપાલ હોવાનો દાવો કરી રહ્યો છે ત્યારે શક્તિપાલની પત્ની અ ભાભી દિલ્લી આવ્યા. ગોપાલે બન્ને ઓળખી લીધા. ત્યાર બાદ ગોપાલને મથુરા લઈ જવામા આવ્યો. અહીં તેણે પોતાનું ઘર, દુકાન બધું જ બરાબર ઓળખી લીધું અને પોતાના દીકરા દીકરીને પણ ઓળખી લીધા. શક્તિપાલના દીકરાએ ગોપાલના નિવેદનની પુષ્ટી પણ કરી હતી.

છઠ્ઠી ઘટના

image source

ન્યૂયોર્કમાં રહેનારી ક્યૂબા નિવાસી 26 વર્ષીય રાચાલે ગ્રાન્ડને આ અલૌકિક અનુભૂતિ થયા કરતી હતી કે તેણી પોતાના પૂર્વ જન્મમાં ડાન્સર હતી અને યુરોપમાં રહેતી હતી. તેણે પોતાના પહેલા જન્મનું નામ યાદ હતું. તપાસ કર્યા બાદ ખબર પડી કે યુરોપમાં આજથી 60 વર્ષ પહેલાં સ્પેનમાં તેના વિવરણની એક ડાન્સર રહેતી હતી. રાચાલેની વાતમાં સૌથી મોટું આશ્ચર્ય એ વાતનુ હતું કે જેમાં તેણે કહ્યું હતું કે તેના હાલના જન્મમાં પણ તેણી જન્મજાત નર્તકી છે અને તેણે કોઈ પણ જાતના માર્ગદર્શન અથવા તો અભ્યાસ વગર જ હાવ-ભાવયુક્ત ડાન્સ શીખી લીધો છે.

સાતમી ઘટના

પુનર્જન્મની એક બીજી ઘટના અમેરિકાની છે. અહીં એક અમેરિકન મહિલા રોજનબર્ગ વારંવાર એક શબ્દ જૈન બોલતી રહેતી હતી, જેનો અર્થ ન તો તેણી પોતે જાણતી કે નતો તેની આસપાસ કોઈ જાણતું. સાથેસાથે તેણી આગથી ખૂબ ડરતી હતી. જન્મથી જ તેણીની આંગળીઓ જોઈને એવું લાગતુ હતું જાણે તે ક્યારેક બળી ગઈ હોય. એકવાર જૈન ધર્મ સંબંધીત એક વાર્તાલાપમાં જ્યાં તેણી હાજર હતી, અચાનક  રોજનબર્ગને પોતાના પૂર્વજન્મની વાતો યાદ આવવા લાગી. જે પ્રમાણે તેણી ભારતના એક જૈન મંદિરમા રહેતી હતી અને આગ લાગવાની આકસ્મિક ઘટનામાં તેણીનું મૃત્યુ થયું હતું.

આઠમી ઘટના

image source

વર્ષ 1963માં શ્રીલંકાના બાટાપોલા ગામમાં રૂબી કુસુમાનો જન્મ થયો હતો. તેના પિતાનું નામ સીમન સિલ્વા હતું. રૂબી જ્યારે બોલવા લાગી ત્યારે તે પોતાના પૂર્વજન્મની વાત કરવા લાગી. તેણીએ જણાવ્યું પૂર્વજન્મમાં તેણી એક છોકરો હતી. તેનું જુનું ઘર ત્યાંથી ચાર માઈલ દૂર અલૂથવાલા ગામમાં છે. તે ઘર ખૂબ જ મોટું છે. તેણી એ પણ જણાવ્યું કે પૂર્વજન્નમાં તેણીનું મૃત્યુ કૂવામાં ડૂબવાથી થયું હતું.

નવમી ઘટના

image source

થાઇલેન્ડમાં સ્યામ નામની એક જગ્યા પર રહેનારી એક છોકરીને પોતાના પૂર્વજન્મ વિષે જાણ હોવાનું વર્ણન મળે છે. એક દિવસ આ છોકરીએ પોતાના પિરવારજનોને જણાવ્યું કે તેના પાછલા જન્મના માતાપિતા ચીનમાં રહે છે અને તે તેમની પાસે જવા માગે છે. તે છોકરીને ચાઇનીઝ ભાષાનું પણ સારું જ્ઞાન હતું. જ્યારે તે છોકરીની પૂર્વજન્મની માતાને આ વાતની ખબર પડી ત્યારે તે તે છોકરીને મળવા સ્યામ આવી ગઈ. છોકરીએ તાની પૂર્વજન્મની માતાને જોતા જ ઓળખી લીધી. પછીથી તે છોકરીને તે જગ્યાએ લઈ જવામાં આવી જ્યાં તે પાછલા જન્મમાં રહેતી હતી. તેણીને પૂર્વજન્મ સાથે સંબંધિત કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા. જે વિષે તે છોકરીએ બધા જ સાચા જવાબ આપ્યા. છોકરીએ પોતાના પૂર્વ જન્મના પિતાને પણ ઓળખી લીધા. પૂર્વજન્મ લેનારા બીજા વ્યક્તિઓની જેમ આ વ્યક્તિને પણ
મૃત્યુ અને પૂનર્જન્મની અવસ્થાઓ વચ્ચેની સ્થિતિની યાદ તાજા હતી.

દસમી ઘટના

image source

જાપાન જેવા બૌદ્ધ ધર્મમાં માનનારા દેશમાં પુનર્જન્મમાં વિશ્વાસ કરવામાં આવે છે. 10મી ઓક્ટોબર 1815ના રોજ જાપાનના નકાવો મૂરા નામના ગામના ગેંજો ખેડૂતને ત્યાં પુત્રનો જન્મ થયો તેનું નામ તેમણે કટસૂગોરો રાખ્યુ હતું. જ્યારે તે સાત વર્ષનો થયો ત્યારે તેણે જણાવ્યું કે પૂર્વજન્મમાં તેનુંમ નામ ટોજો હતું અને તેના પિતાનું નામ ક્યૂબી હતું, બહેનનું નામ ફૂસા હતું અને માતાનું નામ શિડ્ઝૂ હતું. 6 વર્ષની ઉંમરમાં તેણું મૃત્યુ ચેચકથી થયું હતું. તેણે ઘણીવાર કહ્યું કે તેના પૂર્વજન્મના પિતાની કબર જોવા તે હેડોકૂબો જવા માગે છે. તેની દાદી તેને હોડોકૂબો લઈ ગઈ. ત્યાં જતી વખતે તેણે એક ઘરની તરફ ઇશારો કરીને જણાવ્યું કે તે પૂર્વજન્મમાં તેનું ઘર હતું. પૂછપરછ કર્યા બાદ તે વાત સાચી નીકળી.

કટસૂગોરોએ એ પણ જણાવ્યું કે તે ઘરની આસપાસ પહેલા તમાકૂની દુકાનો નહોતી. તેની આ વાત પણ સાચી નીકળી. આ વાત એ સિદ્ધ કરે છે કે કટસૂગોરો જ પાછલા જન્મમાં ટોજો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત