Site icon News Gujarat

સુરતનો આ કિસ્સો આખા દેશમાં વખણાયો, પિતાના મોત બાદ પરિવારનાં 9ને થયો કોરોના, છતાં આ રીતે બધા થયાં સંપૂર્ણ સ્વસ્થ

કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ઘણાં પરિવારોને તબાહ કરી નાખ્યાં છે. આ સમયે જાણકારો કહી રહ્યાં છે કે હવે વાયરસ સામે ડરવાનો નહીં લડવાનો સમય છે. આ વચ્ચે આ વાતને ખરેખર સાચી સાબિત કરતો એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરતમાં મોટા વરાછાની વિસ્તારના સ્નેહમુદ્રા સોસાયટીમાં રહેતા ગૌરવ ગેલાણીના પિતાને કોરોના થતા અવસાન થયું હતું. આ પછી કોરોનાની બીજી લહેરમાં પણ પરિવારની અઢી વર્ષથી દીકરીથી લઈને 53 વર્ષના સભ્ય મળીને કુલ 9ને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

image source

આ સમયે હિંમત ન હારતાં એકબીજાને હુંફ આપી અને તે પછી જે જોવા મળ્યું તે સાંભળીને તમે ચોંકી જશો. જાણવા મળ્યું છે કે પરિવારનાં તમામ સભ્યોને કોરોના પોઝિટિવ આવતાં કોઈએ હિંમત હારી નહીં અને નાસીપાસ થયા વિના પરિવારે એક બીજાને હુંફ આપી અને મોટિવેટ પણ કર્યા હતાં. પોઝિટિવ થીંકિંગ અને પોતાનાંની હુંફનું આ પછી એવું પરિણામ મળ્યું કે આજે સૌ કોઈ તેમની પાસેથી પ્રેરણા લઈ રહ્યાં છે. આ પછી 20 દિવસમાં જ તમામ કોરોનામુક્ત થઇ ગયા છે. આ પરિવારનાં એક સભ્ય સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તે હવે લોકોને કોરોનથી લડવા માટે હવે લોકોને મોટિવેટ કરું છું કારણ કે પરિવારમાં એકબીજાની હુંફ આ કપરા સમયમાં કેટલી કારગર સાબિત થાય છે તે મે અનુભવ્યું છે.

image source

તેણે આગળ વાત કરતાં કહ્યું હતું કે જ્યારે કોરોનાની પહેલી લહેર હતી ત્યારે તેના પિતાને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને વાયરસનાં ચેપમાં જ તેમનું મૃત્યુ થયું હતું. હવે બીજી વેવમાં મારા નાના ભાઈને કોરોના પોઝિટિવ આવ્યો જેથી હું તેની સારવારમાં દોડધામ કરી રહ્યો હતો અને મને પણ વયરસનો ચેપ લાગ્યો છે તેવાં લક્ષણો દેખાયાં. જ્યારે મે કોરોના રિપોર્ટ કરાવ્યો તો મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. આ પછી ધીમે ધીમે પરિવારનાં દરેકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં.

image source

આગળ વાત કરતાં તેમણે જણાવ્યું કે મારા ઘરમાં ભાઈની અઢી વર્ષની દીકરીથી માંડીને ઘરના 53 વર્ષના સભ્ય છે અને આ દરેકને ચેપ લાગી ચૂક્યો હતો. આ પછી અમે ડરીને નહીં પણ વાયરસ સામે લડીને સામનો કરવાનું નક્કી કર્યું. અમે બધા અલગ રૂમમાં હોમ ક્વોરન્ટીન થયા હતા. સ્વાદ આવતો ન હોવાથી ખાવાનું ભાવતું ન હતું. આ પછી વિચાર્યું કે જો પરિવારના સભ્યો જમે નહીં તો સારા કેવી રીતે થશે? આ ચિંતાથી મેં એક નિયમ બનાવ્યો કે પરિવારના દરેક સભ્યએ ઘરમાં જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી સાથે જ જમવા બેસવાનું જેથી સભ્યો એક બીજા સાથે વાત કરી શકે અને જેનાથી દરેકને હિંમત અને હુંફ મળી રહે. અમે આવું કરતાં રહ્યાં અને ખરેખર તે કારગર સાબિત થયું.

image source

આ સાથે તમામ સભ્યોને મોટીવેશન આપી સાથે ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેતા હતા. આજે પરિવાર કોરોનામુક્ત છે. તેમણે આ પછી અન્ય કોરોના સંક્રમિત લોકોની મદદ કરવાનું નક્કી કર્યું જેના વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હવે હું મિથિલીન બ્લુની બોટલો વિના મૂલ્યે વહેંચી લોકોને કોરોનાથી બચવા મોટિવેટ કરી રહ્યો છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version