Site icon News Gujarat

સ્વપ્નમા જંગલ આપે છે શુભ અને અશુભ સંકેત…? આજે જ જાણો શું કહે છે શાસ્ત્ર…

સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે દરેક સ્વપ્નનો કોઈ ને કોઈ અર્થ હોવો જરૂર હોય છે. એવું માનવામાં આવે છે કે તમે સ્વપ્નમાં જે જુઓ છો, તેની અસર તમારા જીવન પર થાય છે. આપણે રાત્રે જે સપના જોયા છે તે ભૂલી જઈએ છીએ, પરંતુ કેટલાક સપના એવા હોય છે જે ઊંઘમાંથી જાગ્યા પછી પણ યાદ કરવામાં આવે છે.

image source

તમને કહી દઈ કે, સકારાત્મક અને નકારાત્મક એમ બે પ્રકારના સપનાં જોવા મળે છે. ક્યારેક આપણે એવું સ્વપ્ન જોઈએ છીએ કે તે આપણને ખૂબ દુ:ખી કરે છે, અને કેટલાક સ્વપ્નો જોઈ ને આપણે ખુબ ખુશ થઈએ છીએ. ક્યારેક આપણે જંગલમાં પણ આપણી જાતને જોઈએ છીએ.

સ્વપ્નમાં જંગલ ને જોવું શુભ અને અશુભ બંને પરિણામ લાવી શકે છે. તો આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે સ્વપ્નમાં જંગલને અલગ રીતે જોવાનો અર્થ શું છે.

લીલુછમ જંગલ જોવું :

image source

તમને સ્વપ્નમાં લીલું છમ જંગલ જોવું એ તમારા જીવનમાં સારા પરિણામો લાવે છે. આ સ્વપ્ન આવવાથી શાસ્ત્ર અનુસાર, નજીકના ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

સ્વપ્નમાં જંગલને જોવું :

જો સ્વપ્નમાં જંગલ જોવું આપણા માટે ખૂબ શુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ રીતે સ્વપ્ન જોવાથી તમારા જીવનમાં આવેલી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. જો જંગલમાં હરિયાળી હશે તો તમારા જીવનમાં પણ હરિયાળી આવશે. જંગલના સપના આવવાથી તમારી બધી વેદનાઓ દૂર થઈ શકે છે.

સ્વપ્નમાં સૂકા વૃક્ષો વાળા જંગલને જોવું :

image source

જો તમને સ્વપ્નમાં સૂકા વૃક્ષો ધરાવતું જંગલ જોયું હોય, તો તે તમારા આવનારા જીવનમાં અશુભ પરિણામો લાવી શકે છે. આ સ્વપ્ન શાસ્ત્ર મુજબ તમારી જૂની સમસ્યાઓને પાછી આવી શકે છે. જો કે આ સમસ્યાઓ તમને કોઈ ખાસ નુકસાન નહીં પહોંચાડે.

જંગલ કાપવું :

તમને સ્વપ્નમાં જંગલને કાપતું જોવું એ જીવનની સમસ્યા ઓની એક નિશાની છે. સાથે જ તે તમને કોઈ બિમારી માટે પણ ચેતવણી આપે છે. તેથી જો તમે સ્વપ્નમાં જંગલ કાપવા જેવી વસ્તુઓ જુઓ છો, તો તમારે થોડું સતર્ક રહેવું જોઈએ.

જંગલને સળગતું જોવું :

image source

કેટલીક વાર લોકો સ્વપ્નમાં જંગલને સળગતું જોવે છે. જોકે આ સ્વપ્ન જીવનમાં સારા સંકેતો પણ લાવે છે. આવું સ્વપ્ન જોવામાં તમારે ડરવાની જરૂર નથી. તેના બદલે, આ સ્વપ્નનો અર્થ એ છે કે તમારા જીવનમાં રહેલી સમસ્યા ટૂંક સમયમાં જ દુર થવાની છે.

Exit mobile version