સ્મશાનમાં નવી સગડી દાન આપનાર દાતાની જ થઈ પ્રથમ અંતિમવિધિ, પાટણનો આ અનોખો સંયોગ ક્યારેય નહીં ભૂલાય!

હાલમાં હાલત એવી છે કે લોકો ક્યારે મરી જાય એનું પણ નક્કી જ નથી રહેતું. ભગનાવ પણ કેવા કેવા સંયોગ કરે એ પણ લોકોને સમજાતું નથી. એક એવો કિસ્સો કે સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરવા રોજે રોજ 40-50 એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગે છે. એક દર્દીને દાખલ કરવામાંય દોઢ કલાક નીકળી જાય છે. હોસ્પિટલ તંત્રએ દર્દીઓને લઈને ઊભી રહેતી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો માટે ગેટ પાસે મંડપ બાંધ્યા છે. ત્યારે આજે વાત કરવી છે એ કિસ્સામાં પણ અનોખો સંયોગ થઈ ગયો છે. આ વાત છે પાટણ તાલુકાના બાલિસણા ગામની કે જ્યાં પાટીદાર યુવાનો દ્વારા તાજેતરમાં જુના સ્મશાનમાં સાફસૂફી કરીને ગામમાં જ અંતિમવિધી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

image source

જો આ ગામની વાત કરીએ તો આ સ્મશાનમાં દાનમાં મળેલ નવીન સગડી શનિવારે ફીટ કરવામાં આવી હતી. યોગાનુયોગ વૃદ્ધ નિવૃત્ત સારસ્વત અને દાતાનું 85 વર્ષની વયે નિધન થતા નવીન સગડી પર સૌપ્રથમ અગ્નિદાહ તેમનો જ થયો હતો. આ સંયોગ જોઈ લોકોની રાડ ફાટી ગઈ હતી અને હવે આંતરડી કકળી ઉઠી છે. જો વિગતે વાત કરવામાં આવે તો પાટણમાં સિદ્ધપુર મુક્તિધામ દ્વારા દૂરના મૃતકોને અંતિમવિધી માટે ન લાવવા અપીલ કરવામાં આવતા 5 ગામ લેઉવા પાટીદાર સમાજના મણુંદ, સંડેર અને બાલિસણા ગામોમાં જુના સ્મશાનોમાં અગ્નિદાહ શરૂ કરવામાં આવ્યા છે.

image source

એ જ રીતે બાલિસણા ગામની જો વાત કરીએ તો નીલકંઠ મહાદેવ નજીક અગ્નિદાહ દેવાનું શરૂ કરાયું છે. આ માટે બાલિસણા ગામના વતની અને જલોત્રા માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય હરજીવનભાઈ વણારસીભાઈ પટેલના દીકરા કમલેશભાઈ અને રાકેશભાઈ દ્વારા અમદાવાદ ખાતે આવેલ તેમની ફેક્ટરીમાં કાસ્ટિંગ સગડી બનાવીને ભેટ આપવામાં આવી હતી અને એક સેવાનું કામ કર્યું હતું. છેલ્લા પંદર દિવસથી આ સગડી બાલિસણા ગામે આવી ગયા પછી શનિવારે તેને ફીટ કરવામાં આવી રહી હતી.

image source

પછીની જે ઘટના બની એ જોઈને તમને પણ રડવું આવી જશે. કારણ કે સમય દરમિયાન જ હરજીવનભાઇ પટેલની તબિયત બીમારીના કારણે લથડી જતા 85 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. સવારે સગડી ફીટ કરાવી હતી અને તે સગડી પર સૌપ્રથમ અંતિમવિધી દાતા હરજીવનભાઈ પટેલની થઈ હતી તેમ અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું. આ ઘટના જાણી ગામના લોકોમાં પણ સોપો પડી ગયો હતો. સૌ કોઈમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી અને હવે આ અનોખો પ્રયોગ વાયરલ થઈ રહ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિ પ્રમાણે ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ફાટી નીકળ્યો છે તેનો અંદાજો લગાવવો હોય તો હાલના નવા આંકડાઓ જોઈ શકો છો. શનિવારે વિશ્વના ટોપ-50 સંક્રમિત દેશોમાં મળીને 3.91 લાખ લોકોને સંક્રમણ લાગ્યું હતુ. જ્યારે એકલા ભારતમાં જ 3 લાખ 92 હજાર 459 દર્દીઓ નોંધાયા હતા. તેનો અર્થ એ કે ભારતમાં કુલ 50 દેશોના કેસ કરતાં એક હજાર વધુ દર્દીઓ મળી આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *