Site icon News Gujarat

આ આસન કરવાથી વજન થાય ઓછુ, સાથે સ્કિન પર આવે છે મસ્ત ગ્લો, જાણો કેવી રીતે ઘરે કરશો તમે પણ

આજે અમે તમને એવા ઘણા યોગાસન વિશે જણાવીશું જે શરીરને આરામ આપે છે અને સ્વસ્થ રાખે છે. આ સિવાય કેટલાક યોગ એવા છે જે શરીરમાં થતી પીડા અથવા પીઠનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. આ કસરતો કરવાથી માણસ સ્વસ્થ તો રહે જ છે, સાથે તેને તમામ પ્રકારના તાણથી પણ રાહત મળે છે. યોગા ધીરે ધીરે કરવા જોઈએ. આજે અમે તમને પશ્ચિમોત્તાસન, પૂર્વોતાનાસન, શશકાસન, ઉષ્ટ્રાસન, મંડુકાસન, મકરાસન અને તિર્યક ભુજંગાસન વિશે જણાવીશું.

ગ્રીવા શક્તિ આસન

image source

આ યોગ કરવા માટે, તમારી જગ્યાએ ઉભા રહો. જેઓ ઉભા રહીને આ યોગ કરવામાં અસમર્થ છે તે બેસીને પણ કરી શકે છે. જેઓ જમીન પર બેસી શકતા નથી તે ખુરશી પર બેસીને પણ આ યોગ કરી શકે છે. હવે આરામદાયક સ્થિતિમાં ઉભા રહો, કમર પર તમારા હાથ રાખો. શરીરને એકદમ ઢીલું રાખવું. ખભાને સંપૂર્ણ રિલેક્સ કરો. હવે શ્વાસ બહાર કાઢતી વખતે, ગળાને આગળ લાવો અને થોડા સમય ગળાને આ રીતે જ રહેવા દો. જેમને સર્વાઇકલ અથવા ગળાના દુખાવામાં તકલીફ હોય, તેઓ ગળાને ઢીલું મૂકી દો. આ પછી, એક શ્વાસ લેતી વખતે ગળાને પાછળની બાજુ લો.

પશ્ચિમોતાનાસન

image source

પશ્ચિમી અને ઉતાન એમ બે શબ્દોના સંયોજનથી પશ્ચિમોત્તાનાસન યોગાસનનું નામ બનેલું છે.પશ્ચિમનો અર્થ પશ્ચિમ દિશા અથવા શરીરની પાછળનો ભાગ અને ઉતાનનો અર્થ ખેંચવું થાય છે. કરોડરજ્જુના દુખાવાથી રાહત મેળવવા માટે દરેક વ્યક્તિએ પશ્ચિમોત્તાનાસનનો યોગ કરવો જોઈએ. આ આસનોની પ્રેક્ટિસ કરતી વખતે શરીરના પાછલા ભાગ એટલે કે કરોડરજ્જુમાં ખેંચાણ થાય છે, તેથી આ આસનને પશ્ચિમોત્તાનાસન કહેવામાં આવે છે. આ આસન કરવાથી શરીરનો આખો ભાગ ખેંચાય છે અને તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આ આસાન કરવા માટે પગ અને પીઠને સંપૂર્ણ સીધા રાખો. હવે હાથને પગની બાજુ ખેંચીને પકડો. માથું નીચેની બાજુ ઝુકાવો, ત્યારબાદ હાથને સામાન્ય સ્થિતિમાં પાછા લાવો. જેમને ડાયાબિટીઝની તકલીફ છે, તેમના માટે પશ્ચિમોત્તાનાસન રામબાણની જેમ કાર્ય કરે છે અને આ રોગના લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકો માટે આ આસન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

પશ્ચિમોત્તાનાસન કરવાથી થતા ફાયદા –

પૂર્વોત્તાનાસન:

પૂર્વ અને ઉતાન એમ બે શબ્દોના મિશ્રણથી પૂર્વોત્તાનાસનનું નામ બનેલું છે આ આસન કરોડરજ્જુ અને પીઠના સ્નાયુઓને મજબૂત
બનાવે છે અને પીઠનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.

પૂર્વોત્તાનાસન કેવી રીતે કરવું:

image source

પગને એકદમ સીધા ફેલાવીને બેસો, પગને એક સાથે રાખો, કરોડરજ્જુ સીધી રાખો. હથેળીઓને જમીન પર, કમર અથવા ખભાની
નજીક, આંગળીઓને શરીરથી થોડી દૂર રાખો, હાથ સીધા રાખો. હવે પાછળની બાજુ વળો અને તમારા હાથથી શરીરના વજનને ટેકો
આપો. શ્વાસ લો, પેટના નીચના ભાગને ઉંચુ કરો, શરીરને સીધું રાખો. ઘૂંટણ સીધા રાખો, પગ જમીન પર રાખો, પંજા જમીન પર
રાખો, યાદ રાખો કે એડીને જમીન સાથે ચોંટાડી રાખવી, માથું જમીન તરફ પાછું ખસેડવું. આ રીતે શ્વાસ લેતા રહો. શ્વાસ બહાર
મૂકવો અને પેહલી સ્થિતિમાં પાછા ફરો.

શશકાસન:

image source

શશક એટલે સસલું. આ મુદ્રામાં વ્યક્તિએ સસલાની જેમ બેસવું પડે છે. આ આસન કરવા માટે, પહેલા વ્રજસનમાં બેસો અને પછી
શ્વાસ લેતા સમયે તમારા બંને હાથ ઉંચા કરો. ખભાને કાનની નજીક રાખો. પછી, આગળ ઝૂકતી વખતે, બંને હાથને આગળ સમાંતર
ફેલાવો, શ્વાસ બહાર કાઢતી વખતે, હથેળીઓને જમીન પર રાખો. પછી કપાળ પણ જમીન પર રાખો. થોડો સમય આ સ્થિતિમાં રહો
ત્યારબાદ વજ્રાસન સ્થિતિમાં પાછા ફરો. જો તમને તમારા પેટ અને માથામાં કોઈ ગંભીર સમસ્યા છે, તો આ આસન ન કરો.

શશકાસન કરવાથી થતા ફાયદા

આ આસનથી પેટ, કમર અને હિપ્સની ચરબી ઓછી થાય છે. આ આસનના નિયમિત અભ્યાસથી તાણ, ક્રોધ, ચીડિયાપણું પણ દૂર થાય
છે.

ઉષ્ટ્રાસન:

image source

ઉષ્ટ્રા એટલે ઊંટ. આ આસન કરવા માટે, તમારી યોગ સાદડી પર તમારા ઘૂંટણ પર બેસો અને તમારા બને હાથ હિપ્સ પર રાખો. તમારા
ઘૂંટણ ખભા સાથે સમાંતર હોવા જોઈએ અને પગની એડી ઉંચી હોવી જોઈએ. હવે શ્વાસ લેતા, કરોડરજ્જુને ખેંચો જાણે નાભિમાંથી
ખેંચાય છે. તમારી ગરદન પર બિલકુલ વજન ન આપો અને આરામથી બેસો. આ સ્થિતિમાં, થોડો શ્વાસ લો, ત્યારબાદ શ્વાસ બહાર
કાઢો અને તમારી પ્રારંભિક સ્થિતિ પર પાછા ફરો. તમારા કમર તરફ તમારા હાથ પાછા લાવો અને સીધા બેસી જાઓ.

મંડુકાસન:

image source

મંડુકાસામાં, તમારે તમારા શરીરને ઉપરની તરફ ખસેડતા સમયે દેડકાની સ્થિતિમાં આવવું પડશે. આ આસન કરતી વખતે વ્રજાસન
મુદ્રામાં બેસો, ત્યારબાદ બંને ઘૂંટણ ફેલાવો. પછી, જમણો હાથ ઉંચો કરીને, હથેળીને ડાબા ખભાની પાછળ અને ડાબો હાથ ઉંચો કરીને
હથેળીને જમણા ખભાની પાછળ રાખવી પડશે. આ રીતે, યોગાસન શ્વાસને સ્થિર રાખીને અને ગળાને સીધું રાખીને કરવામાં આવે છે.
મંડુકાસન કરવા માટેની ઘણી જુદી જુદી પદ્ધતિઓ પણ છે.

મંડુકાસનના ફાયદા

મકરાસન:

image source

મકરાસન કરવા માટે, પેટ પર સૂઈ જાઓ. માથા અને ખભા ઉપરની તરફ ઉંચા કરો, ત્યારબાદ હથેળી અને કોણીને જમીન પર મૂકો.
કરોડરજ્જુમાં વધુ વળાંક બનાવવા માટે કોણીને એક સાથે રાખો (ખાતરી કરો કે આ કરવામાં કોઈ પીડા ન થવી જોઈએ) જો ગળા પર
વધુ દબાણ હોય તો, સહેજ અલગ કરો. જો કોણી સહેજ આગળ હશે, તો ગળા પર વધુ દબાણ આવશે, જો કોણી શરીરની નજીક હશે
તો પીઠ પર દબાણ વધશે. તેથી તમારી કોણીને યોગ્ય સ્થિતિમાં રહેવા દો. હવે આખા શરીરને ઢીલું છોડો અને તમારી આંખો બંધ કરો.
આ યોગ કરવાથી તમારા પેટમાં થતી કોઈપણ સમસ્યા દૂર થશે.

મકરાસન કરવાથી થતા ફાયદા –

તિર્યક ભુજંગાસન:

image source

આ આસન કરવા માટે તમારા પેટ પર સુઈ જાઓ અને તમારા હાથને ફ્લોર પર ખભા પાછળ રાખો. પગ સહેજ દૂર રાખો અને પંજા
ફ્લોર પર વળેલા રાખો. આ યોગ કરતી વખતે, હિપ્સને ફ્લોર તરફ દબાવો. બાજુઓની મદદથી ધડ ઉંચુ કરો અને ઉપર જુવો. ધીરે ધીરે
આસન કરતી વખતે, માથું અને ધડને જમણી તરફ વાળો અને જમણા ખભાથી ડાબી બાજુની એડી જુઓ. આ કરતી વખતે, પીઠને
વચ્ચેની તરફ વાળો અને ઉપરની તરફ જુઓ. આ કરતી વખતે, ધીમે ધીમે પ્રારંભિક સ્થિતિ પર પાછા આવો. હવે ડાબી બાજુ આ રીતે
કરો અને પછી પેહલી સ્થિતિમાં પાછા ફરો.

તિર્યક ભુજંગાસનના ફાયદા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version