16 વર્ષની ઉંમરે જ આ અભિનેત્રી સલમાન ખાને લગ્ન કરવા આવી ગઈ ભારત, પાંચ વર્ષ પ્રેમમાં રહીને એવો દગો થયો કે….

સલમાન ખાન સાથે ઘણી અભિનેત્રીના નામ આજ સુધીમાં સામે આવતા રહેલા છે. પરંતુ આખરે તેમની બ્રેકઅપની વાત સામે આવતી હોય છે. આજે ફરી એક વખત આવી જ એક વાત સામે આવી છે. 90ના દાયકામાં અભિનેત્રી સોમી અલી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી પરંતુ અભિનેતા સલમાન ખાનને કારણે તેના નામની ખૂબ ચર્ચા થઈ હતી. આ બંનેની લવ લાઈફ પર ઘણી વાતો ચર્ચામા આવી હતી અને તે સમયે બંનેએ તેમના સંબંધોને પણ સ્વીકાર્યા હતા. તાજેતરમાં, સોમી અલીએ એક ઇન્ટરવ્યુમાં તેના અંગત જીવન અને ફિલ્મ કારકિર્દી વિશે ખુલ્લે આમ બધી વાત કરતા જોવા મળી હતી. સોમીએ સલમાન ખાન સાથેના તેના બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી હતી.

image source

સોમીએ ઝૂમને આપેલા એક ઇન્ટરવ્યુમાં સલમાન વિશે વાત કરતા કહ્યું હતુ કે, ‘મારે તેની સાથે બ્રેકઅપ થયાના હવે 20 વર્ષ થઈ ચુક્યા છે. તેઓએ મારી સાથે ચીટીંગ કરી હતી અને તે પછી હું તેની સાથેથી અલગ થઈ ગઈ હતી. ત્યાર પછી હુ અહીથી જતી રહી હતી. વધારે વાત કરતા સોમીએ કહ્યું કે તેણે 5 વર્ષ સુધી સલમાન સાથે વાત પણ કરી ન હતી. સોમીએ આ વાતમા ઉમેર્યું હતુ કે , ‘હું બોલિવૂડમાં કામ કરવા માટે ભારત નહોતી આવી. મારા એક્સ સાથે બ્રેકઅપ થયું હતુ અને તે પછી મારે અહીં વધારે રોકાવાનુ પણ કોઈ કારણ ન હતુ.

image source

સોમી અલીએ તેની વધારે વાત કરતા જણાવ્યુ હતુ કે તે 1991માં ભારત આવી હતી. તે સમયે તે માત્ર 16 વર્ષની હતી. તેણે કહ્યુ હતુ કે સલમાન ખાન સાથે લગ્ન કરવા માટે જ તે ભારત આવી હતી. સલમાન સાથે સંબંધો ઘણા લાંબા સમય સુધી રહ્યા પરંતુ 1999માં અમારા બંનેના સંબંધો તૂટી ગયા. ત્યારબાદ સોમી પાછી અભ્યાસ માટે યુ.એસ. જતી રહી હતી.

image source

સોમી અલીએ વધુમાં કહ્યું કે, હું રિહર્સલ કરવા જતી ન હતી અને ડાયરેક્ટર પણ મારાથી ડરતા હતા. મારી જીવનશૈલી પણ જુદી હતી. હું અહીં ફિલ્મોમાં કરિયર બનાવવા આમ પણ આવી ન હતી. મારે ફક્ત સલમાન ખાન સાથે લગ્ન કરવાં હતાં.

image source

આ સાથે ઇન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે 1999માં તેના અને સલમાનના આ સંબંધો સમાપ્ત થયા પછી તેણે મિયામીમાં તેમના વતન જવાનું નક્કી કર્યું. અભિનેત્રીનું કહેવું છે કે જ્યારે તે મુંબઈમાં રહેતી હતી ત્યારે તેણી સૈફ અલી ખાન અને ચંકી પાંડે જેવા ઘણા સારા લોકો સાથે કામ કરી ચુકી છે. મળતી માહિતી મુજબ તે પાકિસ્તાનમાં જન્મેલી હતી અને તેણે બોલિવૂડ (1994), કૃષ્ણ અવતાર (1993), યાર ગદ્દાર (1994) માં તીસરા કોન? (1994) જેવી ફિલમોમા કામ પણ કરેલુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!