૮૦ના દાયકાની આ ફેમસ બાળ અભિનેત્રી જીવે છે હાલ ગુમનામ જીવન, ફિલ્મજગતથી દુર કરી રહી છે આ કામ.

મિત્રો, શું તમને ૮૦ ના દાયકાની આ સુંદર, ચુલબુલી અને નિર્દોષ આ બાળકી યાદ છે? હા, આજે અમે વાત કરી રહ્યા છીએ એક એવી બાળઅભિનેત્રી વિશે કે, જે તે સમયની ફિલ્મોમા બાળ કલાકાર તરીકે કામ કરતી હતી, આ બાળ અભિનેત્રીનુ નામ છે ગુડ્ડુ બેબી. તેણીનુ વાસ્તવિક નામ શાહિંદા બેગ છે પરંતુ, લોકો તેને ફક્ત તેના ઓન-સ્ક્રીન નામથી જ ઓળખતા હતા.

image source

બેબી ગુડ્ડુ એ તે સમયની સૌથી લોકપ્રિય બાળકલાકાર હતી. એવુ કહેવામા આવે છે કે, આ બાળઅભિનેત્રીને કિરણ જુનેજા ફિલ્મોમા લાવી હતી. જો કે, આજે આ બાળઅભિનેત્રી ગુમનામ જીવન જીવે છે. તો ચાલો આજે આ લેખમા આપણે આ ૮૦ ના દાયકાની આ પ્રખ્યાત બાળઅભિનેત્રી વિશે વાત કરીએ.

image source

આ બાળઅભિનેત્રીની પહેલી ફિલ્મ ૧૯૮૪મા આવી હતી પાપ અને પુણ્ય. પહેલીવાર આ ફિલ્મમા તેના અભિનયને ખૂબ જ પસંદ કરવામા આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે ટૂથપેસ્ટ અને સોફ્ટ ડ્રિંક જાહેરાતમા પણ કામ કર્યુ હતુ. તે ફિલ્મો અને જાહેરાતોના કારણે ઘરે-ઘરે પ્રખ્યાત થઈ ચુકી હતી.

image source

આ બાળઅભિનેત્રીની ખ્યાતી હાલ દિન-પ્રતિદિન વધતી જ જઈ રહી હતી. ૮૦ ના દાયકામા દર બીજી ફિલ્મમા આ બાળઅભિનેત્રી જોવા મળતી હતી. આ સમય દરમિયાન તેમણે શ્રી દેવી, જયાપ્રદા, અમિતાભ બચ્ચન, જીતેન્દ્ર, રાજેશ ખન્ના અને મિથુન સહિત અનેકવિધ મોટા કલાકારો સાથે કામ કર્યુ હતુ.

તે દિવસોમા આ બાળઅભિનેત્રીને સૌ કોઈ ખૂબ જ પસંદ કરતા હતા. રાજેશ ખન્ના ને તો આ બાળઅભિનેત્રી એટલી પસંદ આવી ગઈ હતી કે તેણે તેમના માટે એક ટેલીફિલ્મ પણ બનાવી હતી. બેબી ગુડ્ડુની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મનુ નામ હતુ ‘આધા સચ આધા જૂઠ’.

image source

બેબી ગુડ્ડુ એ તે સમયના ફિલ્મનિર્માતા એમ.એમ.બેગની પુત્રી છે. તેણીએ ઔલાદ, પરીવાર, ઘર ઘર કહાની, મુલજીમ, નગીના અને ગુરુ સહિત ૩૨ જેટલી ફિલ્મોમા કામ કર્યુ હતુ. બાળ કલાકાર તરીકેની તેમની છેલ્લી ફિલ્મ વર્ષ ૧૯૯૧મા આવેલી ‘ઘર પરીવાર’ હતી. ત્યારપછી તેણે ફિલ્મજગતને અલવિદા કહી દીધુ હતુ.

image source

અગિયાર વર્ષની ઉમર પછી તેણીએ ફિલ્મોમા કામ કરવાનુ છોડી દીધુ હતુ. ત્યારબાદ તેણીએ તેના શિક્ષણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનુ શરૂ કર્યુ હતુ. હાલ, આ બાળઅભિનેત્રી દુબઇમા રહે છે જ્યા તે અમીરાત એરલાઇન્સમા નોકરી કરે છે. મીડિયાના એક અહેવાલ મુજબ હાલ આ બાળઅભિનેત્રી મોટી થઈ ચુકી છે અને પરણી પણ ચુકી છે. હાલ, તે દુબઈમા પોતાના પતિ સાથે ખુબ જ ખુશ છે અને એક સુખી જીવન વ્યતીત કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત