આ એરલાઇન્સનો સમર સેલ છે જોરદાર, જેમાં મુસાફરોને થશે સીધો આટલો મોટો ફાયદો, જાણો જલદી તમે પણ

દુનિયાભરમાં કોરોના છેલ્લા લગભગ એક વર્ષથી માનવ જાત માટે કાળમુખો ચેહરો ખોલીને ઉભી છે. કથિત રીતે ચીનના વુહાન શહેરથી શરૂ થયેલી આ મહામારી ક્યારે અટકશે તેના વિશે કોઈપણ નિશ્ચિત રીતે કશું કહી શકે તેમ નથી. ઉલ્ટાનું આ મહામારી ક્યારે ઉથલો મારે એ નક્કી નથી. હા, આર્થિક રીતે મજબૂત એવા અમુક દેશોએ કોરોના સામે લડવા માટે પોતપોતાની રીતે વેકસીન બનાવી લીધી છે અને ધીમે ધીમે પોતાના દેશના નાગરિકોને વેકસીન આપવાના કાર્યક્રમ ગોઠવી સાવચેતી પણ દાખવી છે પરંતુ આર્થિક દ્રષ્ટિએ નબળા દેશોની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

image source

વળી, કોરોના મહામારીને કારણે ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં આર્થિક સંકટ ઉભું થયું છે. એક બાજુ જ્યાં કોરોનાએ હજારો કે લાખો માણસોનો ભોગ લીધો છે ત્યારે બીજી બાજુ જે લોકો જીવિત રહી ગયા છે તેઓના માટે પણ આર્થિક સંકટ ઉભું કર્યું છે. વૈશ્વિક રીતે અનેક દેશોમાં અનેક વેપાર ધંધા અને રોજગારને જબ્બર ફટકો પડયો છે તો અમુક મોટા ગજાના બિઝનેસો પણ બંધ થઈ ગયા છે. અને તેનું મુખ્ય કારણ કોરોનાને કારણે ફેલાયેલી આર્થિક સંકળામણ છે. આવો જ એક ઉદ્યોગ છે પર્યટન ઉદ્યોગ જેને કોરોનાને કારણે ભારે નુકશાન વેઠવું પડ્યું છે. ત્યારે હવે IRCTC સહિત અનેક પ્રવાસ કરાવતી વ્યવસ્થાઓ યાત્રીઓને યાત્રા કરવા માટે અવનવી સ્કીમો રજૂ કરી રહી છે.

image source

ત્યારે લો કોસ્ટ એરલાઇન તરીકે જાણીતી એવી ગો-એયર એરલાઇનએ તાજેતરમાં જ 22 – 26 માર્ચથી બુકીંગની અવધિની સાથે સાથે પોતાની ” સમર સેલ ” સ્કીમની પણ જાહેરાત કરી હતી. ઓફર માટે યાત્રાની અવધિ 22 માર્ચ – 30 જૂનથી શરૂ થશે અને તેમાં વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે.

image source

ગો – એયરના કહેવા અનુસાર ગ્રાહકોની જરૂરીયાતોનું અવલોકન કર્યા બાદ આ સુવિધાઓ પ્રદાન કરવાનો નિર્ણય લેવાયો છે. ગ્રાહકોને પોતાની ટિકિટ માટે કોઈપણ તારીખમાં સંશોધન કરવાનો લાભ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. આ સુવિધા ગો – એયરના સમ્માનિત ગ્રાહકોને તેની ગ્રીષ્મકાલીન યાત્રાની યોજના અને ફરી યોજના બનાવવા સક્ષમ બનાવશે.

image source

ગો – એયર એરલાઇન દ્વારા એમ પણ જણાવાયું હતું કે ” સૌથી પહેલા અને સૌથી મહત્વની વિશેષતા કોઈપણ વધારાના ચાર્જ વિના 5 કિલોગ્રામ સુધી વધારાનો સામાન ભથ્થું છે. કારણ કે એરલાઇનના યાત્રીઓને પોતાના વધારાના સામાનને યાત્રા દરમિયાન લઈ જવામાં મુશ્કેલી પડી રહી હતી અને આ સીઝનમાં વધારાનો સામાન સાથે લઈ જવા માટે એક આદર્શ પરિસ્થિતિ છે.

એ ઉપરાંત ગો – એયર એરલાઇનએ એ ગ્રાહકો માટે સુવિધા ચાર્જ પણ માફ કરી દીધો છે જેઓ એરલાઇનના બધા પ્રત્યક્ષ ચેનલોના માધ્યમથી પોતાની ટિકિટ બુક કરાવે છે.

image source

ગો – એયર પ્રોફાઈલ અનુસાર ગો – એયર એરલાઇન પોતાના વ્યવસાયને આગળ વધારવા માટે ત્રણ મૂળભૂત સિદ્ધાંતોને વળગીને ચાલે છે સમયસર યાત્રા, સમર્થતા અને સુવિધા. ગો એયરને સ્માર્ટ પીપલ એરલાઇનના સ્વરૂપે પણ યાત્રીઓ સમક્ષ રજુ કરાઇ છે. એરલાઇનની મનોરમ થીમ ” ફ્લાઈ સ્માર્ટ ” નો ઉદ્દેશ્ય યાત્રીઓને વ્યાજબી અને પરવડે તેવા ખર્ચમાં એક સુસંગત, ગુણવત્તા યુક્ત, સુનિશ્ચિત અને સમય કુશળ સેવા પ્રદાન કરવાનો છે. નોંધનીય છે કે ગો – એયર એરલાઇન હાલ 39 ગંતવ્યો, 29 નેશનલ ફ્લાઇટ અને 10 ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સંચાલન કરે છે. અને ગો – એયરનું વિસ્તૃત નેટવર્ક ભારત સહિત વિદેશોના મુખ્ય પ્રમુખ શહેરોમાં ફેલાયેલું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!