Site icon News Gujarat

ઐશ્વર્યાથી લઇને આ અભિનેત્રીઓને પોતાની માતાએ આ રીતે અપાવી સફળતા, જાણો કોણ-કોણ છે આ લિસ્ટમાં

માતા આપણી પહેલી શિક્ષક હોય છે અને જીવનના દરેક સુખ દુઃખમાં આપણી સાથે ઉભી હોય છે. બોલીવુડની આ 10 અભિનેત્રીઓ પણ પોતાની સફળતાનો શ્રેય તેમની માતાને આપે છે અને એ માને છે કે આજે એ જ્યાં પણ પહોંચી શકી છે એમાં એમની માતાનો બહુ મોટો રોલ છે. આ 10 બોલિવુડ અભિનેત્રીઓની પાવર મોમસે આવી રીતે બતાવ્યો એમને સફળતાનો રસ્તો.

1)ઐશ્વર્યા રાય અને વૃંદા રાય.

image source

મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય અને એમની માતાનું બોન્ડિંગ જગજાહેર છે. ઐશ્વર્યા રાયની માતા હંમેશા એક મજબૂત પિલરની જેમ પોતાની દીકરી સાથે ઉભી રહે છે. એવી જ રીતે ઐશ્વર્યા રાય પણ પોતાની માતાને હંમેશા સ્પેશિયલ ફિલ કરાવે છે. ઐશ્વર્યા રાય આજે જે પણ છે એમા એમની માતાની મહેનતનું ખાસ યોગદાન છે અને આ વાત ઐશ્વર્યા રાય ઘણા પબ્લિક પ્લેટફોર્મ પર કહી ચુકી છે.

2) સુસ્મિતા સેન અને શુભ્રા સેન.

image source

ભારતની પહેલી મિસ યુનિવર્સ સુસ્મિતા સેન પણ પોતાની સફળતાનો શ્રેય એની માતાને આપે છે. સુસ્મિતા સેનની માતાએ પોતાની 16 વર્ષની દીકરીને એટલી કાબેલ બનાવી કે એ આટલી નાની ઉંમરમાં મિસ યુનિવર્સ બની ગઈ. સુભ્રા સેને ડગલેને પગલે પોતાની દીકરીનો સાથે આપ્યો અને એને આ લાયક બનાવી

3) પ્રિયંકા ચોપરા અને મધુ ચોપરા.

image source

પ્રિયંકા ચોપરાની માતા એમનું અને એમના કામ બંનેનું ધ્યાન રાખે છે પ્રિયંકા ચોપરાના પ્રોડક્શન હાઉસમાં એમની માતા એમને મદદ કરે છે આજે પ્રિયંકા ચોપરા બોલિવુડથી લઈને હોલીવુડ સુધી ધૂમ મચાવી રહી છે પણ પ્રિયંકાને આ સફળતા સુધી પહોંચાડવામાં એમની માતાનું બહુ મોટું યોગદાન રહ્યું છે.

4) શિલ્પા શેટ્ટી અને સુનંદા શેટ્ટી.

image source

શિલ્પા શેટ્ટી અને એમની માતા સુનંદા શેટ્ટીને તમે ઘણીવાર ઇવેન્ટ્સમાં સાથે જોયા હશે શિલ્પા શેટ્ટીની માતા ન ફક્ત શિલ્પના કરિયરમાં હંમેશા એમની સાથે ઉભી રહી પણ એમની પર્સનલ લાઈફને મેનેજ કરવામાં પણ એમનું ઘણું યોગદાન છે

5) સારા અલી ખાન અને અમૃતા સિંહ.

image source

સારા અલી ખાનની માતા અમૃતા સિંહ હંમેશા પોતાની દીકરીની સાથે ઉભી રહે છે અને એમને હંમેશા સ્પોર્ટ કરે છે. સારા અલી ખાન એ માને છે કે આજે એ જે પણ કઈ છે ત્યાં સુધી પહોંચવા માટે એમની માતાનો બહુ મોટો ફાળો છે.

6) કરીના અને કરિશ્મા અને બબીતા કપૂર.

image source

કરીના અને કરિશ્મા બંને પોતાની માતા બબીતા કપૂરની ખૂબ જ નજીક છે અને આ બંને બહેનો માને છે કે આજે એ જ્યાં પણ છે એમા એમની માતાનું સૌથી વધુ યોગદાન છે. બબીતા કપૂર પોતાની બંને દીકરીઓના સુખ દુઃખમાં હંમેશા એમની સાથે ઉભી રહે છે.

.
7)દીપિકા પાદુકોણ અને ઉજ્જ્વલા પાદુકોણ.

image source

દીપિકા પાદુકોણ બોલીવુડની ટોપ એક્ટ્રેસમાંથી એક છે. પોતાના કરિયરની ઊંચાઈઓ સુધી પહોંચવાની સાથે સાથે દીપિકા પાદુકોણ એક સારી દીકરી, બહેન અને પત્નીની જવાબદારી પણ ખૂબ જ સરસ રીતે નિભાવી રહી છે. દીપિકા પાદુકોણ આ ખૂબીઓ પાછળ એમની માતાના સંસ્કાર અને શિખામણ છે. દીપિકા પાદુકોનની માતા ઉજ્જ્વલા પાદુકોને પોતાની દીકરીને ખૂબ જ સારો ઉછેર કર્યો છે. દીપિકાની માતાએ એમને શીખવાડયું છે કે ખૂબ જ મહેનત કરો, પોતાની જાત પર વિશ્વાસ રાખો, આત્મનિર્ભર બનો, હંમેશા પોતાના દિલનું સાંભળો, અસફળતાથી ડરો નહિ એમાંથી કઈક શીખીને આગળ વધો.

8) સોનાક્ષી સિન્હા અને પૂનમ સિન્હા.

image source

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાનું પોતાની માતા પૂનમ સિન્હા સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. બંનેનો એકબીજા માટેનો પ્રેમ દેખાઈ આવે છે. સોનાક્ષી સિન્હાની માતા પૂનમ સિન્હા જ્યાં પોતાની દીકરીની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે તો સોનાક્ષી સિન્હાએ પોતાની માતા માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. સોનાક્ષી સિન્હા અને પૂનમ સિન્હાને બોલીવુડની ક્યૂટ મધર ડોટર કહેવામાં આવે છે.

.
9)આલિયા ભટ્ટ અને સોની રાજદાન.

image source

આલિયા ભટ્ટ પોતાની માતા સોની રાજદાનની કાર્બન કોપી છે અને સોની રાજદાન પોતાની દીકરી આલિયા ભટ્ટની સફળતાથી ખૂબ જ ખુશ છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે ખૂબ જ નાની ઉંમરમાં કામ કરવાનું શરૂ કર્યું અને બહુ ઝડપથી બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી.

10) કાજોલ અને તનુજા.

image source

કાજોલની માતા તનુજાએ જ એમને એક્ટિંગમાં કરિયર બનાવવા માટે પ્રેરિત કરી. કાજોલને લાગતું હતું કે એ એક્ટિંગ માટે નથી બનેલી પણ એમની માતાને એમના પર પૂરેપૂરો વિશ્વાસ હતો અને એમાં એ વિશ્વાસે જ કાજોલની આટલી સફળ બનાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version